બોલીવુડની હિરોઈન કંગના રનૌત હાલ શિવસેના સામે પડી છે. જેણે મુંબઇ પોલીસ વિરુદ્ધ નિવેદન કર્યું હતું અને ત્યાર બાદ શિવ સેના નેતા સંજય રાઉત દ્વારા આ વાતનો વિરોધ કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારે તેણે મુંબઈને POK થઈ ગયું છે, તેમ કહ્યું હતું ત્યારથી શિવસેના પાર્ટી આ મામલામાં સંચેડાઈ હતી, ત્યારબાદ કંગનાની મુબઈ બાંદ્રામાં આવેલી ઓફીસ BMC દ્વારા પડી દેવામાં આવતા આ મામલો ભારતના ખુબ ચર્ચાસ્પદ બન્યો છે અને રાજકારણ પણ આ મામલા પર ગરમાયું છે. સરકાર દ્વારા કંગનાની સલામતીના ભાગ રૂપે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, જયારે કંગના હિમાચલથી મુંબઈ આવી. હાલ શિવસેના દ્વારા 2 FIR કંગના વિરુદ્ધ નોંધાવવામાં આવી છે.

હવે પોતાની તૂટેલી ઓફિસની મુલાકાત લેતા બાદ કંગનાએ મોટો નિર્ણય લીધો છે. કંગના હવે હાલ જે સ્થિતિમાં જેમ છે તે સ્થીતીમાં જ રાખશે. હવે તે આ ઓફિસનું સમારકામ કરાવશે નહિ. તે પોતાની ઓફિસને અત્યારે છે તેવી જ હાલતમાં રાખીને એક મહિલાની ઈચ્છાશક્તિની મિસાલ બનાવશે. BMCએ કંગનાની પાલી હિલ ખાતે આવેલી ઓફીસ તોડી નાખી તેનો દાવો એવો છે કે આ બાંધકામ ગેરકાયદેસર હતું. આ બાંધકામ તોડતી વખતે કંગનાના વકીલ દ્વારા તાત્કાલિક કોર્ટમાં જઈને સ્ટે લેવામાં આવ્યો હતો ત્યારબાદ BMC દ્વારા બાંધકામ તોડવાનું કાર્ય બંધ કરવામાં આવ્યું હતું.

કંગનાએ ગુરુવારે પહેલીવાર પોતાની તૂટેલી ઓફિસની મુલાકાત લીધી હતી. તેણે આપેલી માહિતી અનુસાર ગઈ 15 જાન્યુઆરીએ જ આ ઓફીસ શરુ કરવામાં આવી હતી, તેને હજુ સુધી આ ઓફિસમાં કોઈ કામ શરુ કર્યું નહોતું. હવે હાલ તેની પાસે સમારકામ કરવાના પૈસા નથી. તેથી તેણે કહ્યું છે કે હું ઓફીસ આમ જ રાખીશ.

બીજી તરફ આ ઓફિસને લઈને BMCની કાર્યવાહીને બોમ્બે હાઇકોર્ટ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી છે. BMC બોમ્બે મ્યુનીસીપાલ કોર્પોરેશન દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં સોગંધનામુ રજુ કરીને કંગનાની ઓફિસે કરેલી કામગીરીને યોગ્ય ઠેરવી હતી. આ સામે હવે કંગના રાણાવતના વકીલ દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ જવાબ આપવાનો છે. આ સમયે અભિનેત્રી કંગના રાણાવતને પોતાનો પક્ષ રજુ કરવાની તક મળશે. સાથે હાલ એવી વાતો પણ વહેતી થઇ છે કે કંગના રાજનીતિમાં જોડાઈ ગઈ છે. અને આગામી સમયમાં મહારાષ્ટ્ર રાજ્યની મુખ્યમંત્રી હશે.
