હાલ ગુજરાતના નાયમ મુખ્ય મંત્રી અને ગૃહ પ્રધાન નીતિન પટેલ દ્વારા નવરાત્રીની ઉજવણીને લઈને એક નિવેદન કરવામાં આવ્યું હતું જેના હિસાબે દરેક લોકો આનંદમાં આવી ગયા હતા, તેમાં નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી નવરાત્રીની ઉજવણીને લઈને સરકાર વિચારણા કરી રહી છે. અને ઘણા સમયથી કોઈ તહેવારની ઉજવણી નથી કરવામાં આવી એટલે ખેલૈયાઓ આતુર છે, જેને લઈને સરકાર દિશા નિર્દેશો સાથે ઉજવણી કરવાના વિચાર પર વિચારણા કરી રહી છે. આ નિવેદનથી આ વર્ષે કોરોના વચ્ચે પણ નવરાત્રી ઉજવવાની મંજુરી આપવામાં આવશે તેવી આશા બંધાઈ છે.

ત્યારે હાલ ડોકટરો ગરબાની મંજૂરીને લઈને વિરોધ કરી રહ્યા છે તેવું સામે આવ્યું છે. અમદાવાદ મેડીકલ એસોશિયેશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજુરી ગુજરાત માટે ઘાતક નીવડી શકે છે. ત્યારે તેઓએ સરકારને ચીમકી આપી છે કે ગરબાની પરમીશન આપી તો અમે તો ગરબાને કારણે સંક્રમિત દર્દીઓની સારવાર નહિ કરીએ. ગરબાની મજુરીની વાતને લઈને ડોકટરોમાં નારાજગી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એવા મેસેજો વાયરલ થયા છે જેમાં ગરબાને કારણે સંક્રમિત થનાર લોકોની સારવાર નહિ કરવા જણાવાયું છે. AMA જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગરબાની મંજુરી ના આપવી જોઈએ. હાલ ડોક્ટર્સ અને ગરબા ઓર્ગેનાયઝર્સ એક બીજાની સામસામે આવી રહ્યા છે.

ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં જણાવાયું છે કે સરકાર નવરાત્રીમાં બને તેટલી છૂટ આપવા વિચારે છે ત્યારે ડોક્ટર્સને પૂરો હક છે એ પહેલા નોરતા પછી ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝીટીવ થયા હોય તેવા સારવાર માટે અસહમતી દર્શાવે કે અસહકાર દર્શાવે.

માર્ચ મહિનાથી જ ડોકટરો અને મેડીકલ એસોશિયન દરેક લોકોની સેવા માટે ખડે પગે છે. જે પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સારવાર કરે છે, સાથે સુરક્ષા સ્ટાફ અને દેશની અનેક એજેન્સીઓ કે જે કોરોનાની સારવારમાં જોડાયેલી છે જેની સરકારે કદર કરવી જોઈએ. જેને દર્દીની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે તેની તો સરકારે અને લોકોએ કદર અને કીમત કરવી જોઈએ. પોતાના શોખને કારણે ભીડમાં જઈને કોરોના ગ્રસ્ત થવાની મૂર્ખાઈ ના કરવી જોઈએ.
આ તમામ મેસેજ જોતા લાગી રહ્યું છે કે ડોક્ટર્સ નારાજ થયા છે અને પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે.ડોક્ટરની ફરજ પ્રમાણે તે સારવાર કરે છે અને સરકારની ફરજ પ્રમાણે તેને લોકોને કોરોનાથી બચાવવા નવરાત્રી માટે મંજુરી ના આપવી જોઈએ.
