ગુજરાત સરકાર દ્વારા હાલ ખેડૂતો વિષયક ખુબ સારા નિર્ણયો લેવામાં આવે છે, જેમાંય ખેડૂતોને ફાયદો થય તેવી યોજનાઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને નવી નવી યોજનાઓ લાવી રહી છે. હાલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડૂતો મતે 400 કરોડની સહાયની જાહેરાત કરવમાં આવી છે.

આ સહાયથી ગુજરાતના ખેડૂતો આત્મનિર્ભર બની શકશે. ખેતીના ઉત્પાદન માટે સંગ્રહ અને બજારમાં લઇ જવા માટે હવે કોઈની સહાય નહિ લેવી પડે. જેના માટે સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વયે સાકારે ખેડૂતોને મદદ થવા માટે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. જેનાથી 1.25 લાખ ખેડૂતો માટે 400 કરોડ રૂપિયા સહાય માત્ર એક જ દિવસમાં ચૂકવી છે.

આ સહાયથી હવે રાજ્યમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતામાં ૩.32 લાખ ટનનો વધારો થશે. આ સહાય માટે ઈ લોન્ચિંગ વિજય રૂપાણી દ્વારા થયું હતું, આ યોજનાનો લાભ ગાંધીનગરને મળતા 150 જેટલા ખેડૂતોને 60 લાખની સહાયના મંજુરી પત્રો આપવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી દ્વારા સાત પગલા કૃષિ કલ્યાણ યોજના લોન્ચ કરવામાં આવી છે, જે નિમિતે 1 જ દિવસમાં 1.25 લાખ ખેડૂતોને 400 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. સરકાર દ્વારા જણાવાયું છે કે સરકાર કોઇ પણ મુશ્કેલીમાં ખેડુતોની સાથે છે. આ યોજના વિશે ખેડૂતોને માહિતગાર કરવા રાજ્યના 80 જેટલા સ્થળો પર કાર્યક્રમો યોજાયા હતા. આ માટે વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્સ્ફ્રસ યોજી હતી, આ સહાયથી ૩ મહિનામાં ખેડૂતોના પોતાના ગોડાઉનમાં 32000 ટન અનાજની સંગ્રહ શક્તિ વધશે અને પાકનો બગાડ અટકશે. હાલમાં, ગોડાઉન માટે 1 લાખ 25 હજાર ખેડૂતોને 30 હજારની સહાય અને પરિવહન માટે 8400 ખેડૂતોને 75 હજારની સહાય આપવામાં આવી છે. આમ ખેડૂતો નાના વાહનથી બજારમાં પાક વેચીને આર્થિક સમૃધી તરફ વધશે.
