ભારત અને ચીન વચ્ચે અત્યારે ખુબ મોટા પ્રમાણમાં તણાવ વધેલો છે, ત્યારે હાલ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મોસ્કોમાં થયેલી મીટીંગમાં બંને દેશો તરફથી સમજૂતીઓનું પાલન કરવાનું અને શાંતિ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ એવા તો પહેલા ઘણાય બધાં નિર્ણયો ચીન દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા છે.

ભારત અને ચીન વચ્ચેના તણાવ મામલે મોસ્કોમાં ભારતના વિદેશ મંત્રી એસ જય શંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે સફળ મુલાકાત થઈ છે. આ બેઠકમાં બંને નેતાઓએ એ વાત પર નિર્ણય કરવો કે તણાવ ઓછો કરવા માટે બંને દેશોએ પ્રયત્ન કરવો જોઈએ અને સરહદ પર પહેલા જેવી પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ. જેમાં ભારતીય વિદેશ મંત્રી જય શંકર દ્વારા ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું કે બંને દેશો વચ્ચે થયેલા કરોરોનું ચુસ્ત પણે પાલન થવું જોઈએ.

હાલ ચીન વચ્ચે થઇ રહેલા તણાવને લઈને રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ હાઈ લેવલની મીટીંગ કરી રહ્યા છે. જેમા CDS જનરલ બીપીન રાવત, ત્રણેય પાંખના વડાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર છે.
બેઠકમાં જાણકારી આપતા વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય અને ચીની વિદેશમંત્રી એ વાત પર સહમત થયા છે કે બંને દેશોએ થયેલા સમજુતી કરારોનું અને પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સરહદ પર શાંતિ રાખવા માટે અને તણાવ વધતો જાય તેવા પગલાથી બચવું જોઈએ. વિદેશ મંત્રાલયએ બતાવ્યું કે મોસ્કોમાં થયેલી મીટીંગમાં સ્પેશીયલ રિપ્રેજેન્ટીવ મીકેનિજમના માધ્યમથી વાતચીત ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે ઉચ્ચ અધિકારીઓ વાતચીત ચાલુ રાખીને આ મામલે શાંતિ કરવા પ્રયત્નો કરાશે.

બંને દેશો વચ્ચે 5 મુદ્દા પર સહમતી થઇ છે જે, એસ જયશંકર અને વાંગ યી વચ્ચે બંને દેશ માની રહ્યા છે કે મામુલી મતભેદોથી વિવાદ વધવા ના દેવો જોઈએ. વિવાદ વાળી જગ્યાએથી બંને દેશોની સેનાએ પાછળ હટી જવું જોઈએ. દરેક મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખવી. બંને દેશોએ સંધી અને પ્રોટોકોલનું પાલન કરવું. કોઈ એવું પગલું નહિ હરવું કે જેનાથી તણાવ વધે.
