ભારતીય સેનામાં માતૃભુમીનું રક્ષણ કરતો હિમાચલ પ્રદેશના શીમલાના જીલ્લાના ચોપાલ પંથકના કુપવી તાલુકાનો વીર જવાન અતર રાણા શહીદ થયો છે. માહિતી અનુસાર બતાવવામાં આવ્યું છે કે અતર રાણા હાલ પંજાબ રેજીમેન્ટમાં સેવા પર ફરજ બજાવતો હતો અને હાલ અરુણાચલ પ્રદેશ પર LAC લાઈન ઓફ એકસ્યુઅલ કંટ્રોલ પર તૈનાત હતા. પરંતુ હાલ અત્યાર સુધી તેના શહીદ થવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ વીર જવાને દેશની સેવા કરતા કરતા પોતાનું બલિદાન આપી દીધું.

શહીદ જવાન પરિવારમાં આ એક જ વ્યક્તિ રોજી રોટી કમાઈ શકે તેમ હતો એટલે કે આખા પરિવારનું ગુજરાત આ વ્યક્તિના લીધે જ ચાલતું હતું. તેના પરિવારમાં તેના માતાપિતા સહીત 2 બહેનો અને ૩ ભાઈ છે. આ શહિદ જવાન હજુ કુવારો હતો અને 26 વર્ષની ઉમરમાં શહીદ થઇ ગયો છે. તેમનો જન્મ 1994માં ધાર ગામમાં થયો હતો અને 2012 થી આર્મીમાં જોઈન થયો હતો.

સેના તરફથી માહિતી અનુસાર ગામની પંચાયત ના સરપંચ આત્મા રામ લોઘટાએ બતાવ્યા અનુસાર શહીદના મોટા ભાઈ દિલીપસિંહ ઉર્ફે દિનેશને ભારતીય સેના કાર્યાલયથી એક ફોન આવ્યો હતો અને આ શહીદ થવાની માહિતી આપી હતી. તેનાથી હાલ ધાર ક્ષેત્ર અને સમુચા ચેતા વિસ્તારમાં હાલ શોકનો માહોલ છે. કાલે આ શહીદ થયેલા પરિવારના લોકોને સાંત્વના આપવા માટે આ વિસ્તારના અનેક લોકો આવ્યા હતા. સૈનિક કલ્યાણ બોર્ડના ઉપનિર્દેશક નિવૃત કર્નલ એનપી અત્રીએ બતાવ્યું છે કે ભારત ચીન સીમા પર આવેલા LAC પર તૈનાત એક 26 વર્ષીય જવાન શહીદ થવાની માહિતી મળી છે.
શનિવાર સુધીમાં તેના પાર્થિવ દેહને ભારતીય હવાઈદળના વિમાન સેવાના માધ્યમથી દિલ્લી પહોચાડવામાં આવશે તેવી માહિતી મળી છે. હાલ આ ભારત ચીન સરહદ પર તણાવ ખુબ સરમસીમાએ છે ત્યારે આ જવાનની શહીદીના સમાચાર મળતા આખા દેશમાં ખુબ શોકનો માહોલ છે , આ પહેલા પણ સરહદ પર ચીન સરહદે ભારતીય એક શહીદ થયા હતા.