માત્ર 18 વર્ષની ઉમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કરીને શાનદાર સદીઓ ફટકારનાર પૃથ્વી શોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. જેને ટીમ ઈન્ડિયાનો સુપર સ્ટાર માનવામાં આવે છે. તેની તુલના સચિન અને બ્રાયન લારા જેવા ખેલાડીઓ સાથે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઘાયલ હોવાને કારણે ઓછું રમ્યો છે. છેલ્લે ન્યુઝીલેન્ડ મેચમાં દેખાયો હતો.હાલમાં પૃથ્વી શો IPL 2020ના લીધે UAEમાં છે અને દિલ્લી કેપિટલની ટીમ વતી શારજાહમાં ટ્રેનીંગ લઇ રહ્યો છે. આ સમયે તેના વિષે એક નવી ખબર આવી છે કે તે એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.

આપણે જાણીએ જ છીએ કે પૃથ્વી શો મેચમાં પીચ પર છગ્ગા અને ચોક્કા મારે છે, પરંતુ હાલ તેના ઇન્સ્ટાગ્રામ પર એવી કોમેન્ટો જોવા મળી રહી છે કે તેના દ્વારા અંદાજ લાવી શકાય કે તે કોઈ બોલીવુડ હિરોઈનને ડેટ કરી રહ્યો છે. જેના આઈડી પર વારંવાર કોમેન્ટ થઇ રહી છે આનાથી કહી શકાય કે કઈક દાળમાં કાળું છે, ખીચડી રંધાઈ રહી છે.

આ અભિનેત્રી પ્રાચી સિંહ છે. પ્રાચી ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝમાં હજુ નવી છે. પોતાની અભિનય કારકિર્દીની સરુઆત તેને ઉડાન નામની પ્રખ્યાત સિરીયલથી કરી હતી, તે કલર્સ પર આવનારા આં સિરીયલથી ઓળખ બનાવી છે. તે મોડલિંગ પણ કરે છે. તેને ગયા વર્ષે જ એક્ટિંગની કરિયરની શરૂઆત કરી છે. તેને ડાન્સનો પણ ખુબજ શોખ છે, સોશિયલ મીડિયા પર તે વારંવાર ડાન્સના વિડીયો શેર કર્યા કરે છે. તેને પૃથ્વી શો ના આઈડી પર કોમેન્ટ કરતા લાગે છે કે બંને સારા મિત્રો વધારે કંઈક હશે.

હાલ આ અભિનેત્રીની કોમેન્ટ જોઇને યુવા ખેલાડીઓ પણ તેની કોમેન્ટને લીક અને કોમેન્ટ કરવાનું ચુકતા નથી. હાલ આ બંનેના સંબંધોને લઈને અધિકારીક કોઈ પૃષ્ટિ નથી થઇ. પરંતુ આ કોમેંટો જોતા લાગે છે કે કંઈક ખાસ છે.
આઈસીસી અન્ડર 19 વલ્ડ કપમાં 2018માં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ તે રાષ્ટ્રીય પસંદગીકારોના ધ્યાનમાં આવી ગયો છે. તેને આઈપીએલમાં 598 રનનબનાવી ચુક્યો છે. પરંતુ હાલ તેના આઈડીને લીધે ચર્ચામાં આવ્યો છે.
