સુશાંત સિંહ આત્મહત્યા ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને કોર્ટ દ્વારા NCB ની માંગ પ્રમાણે 14 દિવસની જ્યુસીડીયલ આપવામાં આવી હતી. જેથી તેને મુંબઈની ભાયખલા જેલમાં રાખવામાં આવી છે. સાથે રિયા સહીત આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

રિયા ચક્રવર્તી અને અન્ય 5 આરોપીઓની જામીન અરજીઓ પર ફેંસલો કરતા દરેક અરજીઓ ફગાવી દેવામાં આવી છે તેથી હવે રિયા ચક્રવર્તીએ 14 દિવસની ન્યાયિક હિરાસત માટે મુંબઈની ભાયખલા જેલમાં રહેવું પડશે. આ 5 લોકોમાં રિયા ચક્રવર્તી, શોવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરીન્ડા, જેદ વિલાત્રા, અબ્દુલ વાસિત સામેલ છે. રિયા અને તેના આ સાથી પર ડ્રગ્સ લાવવાનો, ડ્રગ્સના પૈસા લેતીદેતીનો, પેડ્લર્સ સાથે સંબંધ રાખવાનો આરોપ છે.

રિયા દ્વારા કરવામાં આવેલી અરજીમાં તેણીએ પોતે નિર્દોષ હોવાનું કહ્યું છે. જ્યારે NCB એ બતાવ્યું છે કે પોતાની પાસે પૂરતા સબુત છે અને તેથી જ રિયાની ધરપકડ કરવામાં આવી છે. આ અરજીમાં રીયાએ લખ્યું છે કે NCB દ્વારા તેમની પાસે બળજબરી પૂર્વક દોષ કબુલ કરાવ્યા. હાલ જો વાત કરવામાં આવે તો ડ્રગ્સ મામલાના આ કેસમાં 10 વર્ષની પણ જેલ થઇ શકે છે. તેમાં સૌથી મોટો ડ્રગ્સ કાયદાની કલમ 27 A છે. 27અ પ્રમાણે ડ્રગ્સના લેવડદેવડનો મામલો આવે છે. આમાં આરોપીઓને સજા તરીકે 10 વર્ષની સજા કરવામાં આવે છે. આ મામલે 10 કરતા વધારે વર્ષ અને બિનજામીન પાત્ર ગુનો છે. જો આ ગુનો સાબિત થશે તો રિયા 10 વર્ષ ફરજીયાત જેલમાં જ રહેવાનો વારો આવશે.

રિયા ચક્રવર્તીની ધરપકડ થતા તેમના વકીલ સતીશ માંનેશીંદે મેજીસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી કરી હતી તે ના મંજુર થતા રિયાને 14 દિવસની જ્યુંસીડીયલ કસ્ટડી થઇ હતી ત્યાર બાદ તેના આ વકીલ દ્વારા સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી તે હાલ ના મંજુર થઈ છે એટલે રિયાને 21 સપ્ટેમ્બર સુધી હવે જેલ માજ રહેવું પડશે.
