હાલ તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલ ખુબ મનોરંજન પૂરું પાડે છે. છેલ્લા 12 વર્ષથી આ શો સતત સોની ટીવી પર આવે છે, અને કોમેડી માટે પ્રખ્યાત છે હાલમાં તેમાં અમુક કલાકારોની કમી અને નવા કલાકારોને લીધે થોડો બદલાવ જોવા મળે છે પરંતુ તે શો ખુબ લોકોને હસાવે છે. હાલમાં આ શોનું એક પાત્ર નટુકાકા બીમારી હેઠળ હોવાના સમાચાર આવ્યા છે. જેમણે પોતાની બીમારી પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તે ઘણા દિવસથી હોસ્પીટલમાં છે અને હજુ એક અઠવાડિયું હોસ્પીટલમાં રોકાવું પડશે તેવા સમાચાર છે.

મળતી માહિતી અનુસાર તારક મહેતા કા ઉલટા ચશ્માં માં નટુકાકાનો નટવરલાલ પ્રભાશંકર ઉધયવાલા રોલ કરનારા 75 વર્ષના મૂળ નામ ઘનશ્યામ નાયક હાલમાં હોસ્પીટલમાં દાખલ છે. જેને 7 સપ્ટેમ્બરના રોજ ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમણે સમાચારોમાં જ્વાવ્યું હતું કે હવે મને ઘણું સારું છે, હું મલાડની સૂચક હોસ્પીટલમાં દાખલ છું. તેને કહ્યું હતું કે આજે મેં પહેલીવાર ભોજન લીધું છે. શરૂઆતના ૩ દિવસ ખુબ તકલીફ પડી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે ગળામાં 8 ગાંઠો હતી તેથી તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું છે. મને ખબર નથી કે આટલી બધી ગાંઠો કેવી રીતે થઇ. ઓપરેશન લગભગ 4 કલાક ચાલ્યું હતું. શોના તમામ કલાકારોએ મારા હાલચાલ પૂછ્યા છે. તેઓ સેટ પર મારી રાહ જોઈ રહ્યા છે પરંતુ ડોકટરે 1 મહિના સુધી આરામ કરવાનું કહ્યું છે. તેઓએ જણાવ્યું કે હવે ઓક્ટોબરના અંત સુધીમાં શુટિંગ કરશે.

હાલમાં તેમના દીકરો અને દીકરી તેમની સંભાળ રાખી રહ્યા છે અને હજુ તેઓ અઠવાડિયાથી દાખલ હતા અને હજુ એક અઠવાડિયા સુધી હોસ્પીટલ માજ રહેશે. તેમણે શો ના પ્રોડ્યુસર અસિત મોદીના વખાણ કર્યા હતા. તેમણે વખાણ કરતા કહ્યું હતું તે તે ઘણા સમયથી આ શો માં બીમારીને કારણે જઈ શક્યા નથી પરંતુ તેમ છતાં પૂરો પગાર આપવામાં આવ્યો છે. અને હજુ પણ જરૂર પડે ત્યારે મદદ માંગવા કહેવામાં આવ્યું છે.
