હાલ અક્ષય કુમાર પ્રખ્યાતી પામેલો અભિનેતા છે. તે વારંવાર અવનવા મુદ્દાઓ લઈને સમાચારમાં ચમક્યા કરે છે, રાજનીતિ, ખતરાને લગતા કારનામાં માટે તેમજ અવનવી વાતો માટે ખુબ ચર્ચામાં રહે છે, તે તાજેતરના દેશ ભક્તિના અને અન્ય બનાવોને લગતી હકીકતોના ફિલ્મોને લીધે પણ ચર્ચામાં આવે છે, હાલમા જ ભારત સરકાર દ્વારા PUBG બંધ કરાતા ભારતીય આર્મી ઉપર FAUG નામની ગેમ એપ્લીકેશન માટે ચર્ચામાં આવ્યો હતો, એ પહેલા નરેન્દ્ર મોદીના બિન ઓફિસિયલ ઈન્ટરવ્યુંને લઈને સતત મીડિયામાં છવાયો હતો.

હાલ 10 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો જન્મદિવસ હતો, આ અવસર પર તે હુમા કુરેશી સાથે લોક ડાઉનના કારણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો. જેમાં તેમણે ખુબ જંગલી હરકતો માટે ખ્યાતી પામેલા બેયર ગ્રીલ્સને પણ જોડ્યા હતા. આ સમયે તેમણે ખુબ મજેદાર સવાલોના જવાબો આપ્યા હતા. તેમાં તેમણે જણાવ્યું હતું કે બર્થડે પર તે પરિવાર સાથે આખો દિવસ મનોરંજન કર્યું, તે પરિવાર સાથે પીકનીક પર ગયો હતો તેમ પણ કહ્યું.

તેને શા માટે હાથીના પૂપ એટલે કે છાણ એટલે પોદળો ની ચા પીધી એની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં Into The Wild With Bear Grylls શો માં અક્ષય કુમાર જોવા મળશે. તે શો નો પ્રોમો પણ લોન્ચ થઇ ચુક્યો છે. આ લાઈવ દરમિયાન હુમા કુરેશે તેમને પૂછ્યું કે તમે એક પ્રોમો લોન્ચ કર્યો છે તેમાં તે હાથીના પૂપની ચા પી તો જોવા મળી રહ્યો છે. બેયર ગ્રીલ્સે આવું કરવા માટે કઈ રીતે તને મનાવી લીધો. તો આના જવાબમાં અક્ષય કુમારે કહ્યું કે તેણે આયુર્વેદિક કારણથી ગૌ મૂત્ર પીધું છે એટલે તેના માટે હાથીના પૂપની ચા પીવી મુશ્કેલ નહોતી.

બેયર ગ્રીલ્સે જણાવ્યું છે શો દરમિયાન અક્ષય દરેક વસ્તુ માટે ખુબ એક્સાઈટેડ હતો, તે જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેતો. અમે બતાવી દઈએ કે અક્ષય વિશે એવું કહેવામાં આવે છે તે ફિલ્મોમાં દરેક સ્ટંટ રીયલમાં કરે છે, સાથે તેઓ ખતરો કે ખિલાડી જેવા શો પણ હોસ્ટ કરે છે. બેયરને ભારતની પોતાની પસંદગીની વસ્તુ વિશે પૂછવામાં આવતા તેણે મરચું, ક્લાઈમેન્ટ અને મિત્રોના વખાણ કર્યા હતા. આ બેયર ગ્રીલ્સ અનેક દેશોમાં અને અનેક હસ્તીઓ સાથે શો કરી ચુક્યા છે. જેમાં બરાક ઓબામાં અને નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ શો કરી ચુક્યા છે. અને તે હંમેશા જંગલમાં શાહસ કરવાના શો કરતો હોય છે.
હાલ હવે અક્ષય કુમાર બેયર ગ્રીલ્સ સાથે તેના આગામી શોમાં જોવા મળશે. તેના જન્મદિન પર તેની ફિલ્મ બેલ બોટમની અભિનેત્રી હુમા કુરેશી અને તેના શોના હોસ્ટ બેયર ગ્રીલ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો ત્યારે આવી ચોકાવનારી વાતો થઈ હતી. હાલ અક્ષય કુમારના ઇન્સ્ટાગ્રામ ના ઓફીસીયલ એકાઉન્ટ પર લાઈવ આવ્યાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.