આજના યુગમાં સૌથી વધારે પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. દેશમાં કોઈ ગામ એવું નહિ હોય ત્યાં હનુમાનજીનું મંદિર નહિ હોય ! ગામના ચારેય સીમાડા પર હનુમાનજીનું મંદિર હોય છે. જે કોઈ હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરે તેની માનો કામના જલ્દી પૂર્ણ થાય છે. કહેવાય છે કે આજ પણ કળીયુગમાં સાક્ષાત હનુમાનજી પરિભ્રમણ કરે છે. હનુમાનજી દાદા સાથે જોડાયેલી એવી માન્યતાઓ કે જે જગ્યાએ હનુમાનજીની પૂજા થાય છે તે ઘર પવિત્ર હોવું જરૂરી છે. હનુમાનજી આવા થોડા ઘર અને સ્થાનો પર નથી જતા જ્યાં આવા પ્રકારનો માહોલ હોય.

એવા ઘરોમાં હનુમાનજી ક્યારેય નથી જતા જ્યાં તેમના આરાધ્ય દેવ શ્રી રામની પૂજા નથી થતી. એટલે હનુમાનજીને ઘરમાં રાખવા અને તમારી મનોકામનાઓ પૂરી કરવી હોય તો ત્યાં ભગવાન રામની પૂજા કરવી જરૂરી હોય છે.
એવા ઘરમાં પણ હનુમાનજી નથી હોતા જ્યાં વાત વાતમાં ખોટું બોલાતું હોય અને સાથે માંસ ખવાતું હોય અને સાથે દારુ પીવાતો હોય. માસ દ્વારા જીવ હત્યા થાય છે જે હનુમાનજીને પસંદ નથી અને દારૂ પૃથ્વી પર શ્રાપ છે, જ્યાં દારુ પહોચ્યો છે ત્યાં હંમેશા સર્વનાશ જ કર્યો છે જેનો પ્રાચીન ગ્રંથોમાંથી જ ઉલ્લેખ છે.
જે ઘરે કજીયો અને કંકાશ રહેતો હોય તેવા ઘરે હનુમાનજી ક્યારેય વાસ નથી કરતા, જે ઘરમાં પરિવારના સભ્યો એક બીજા ઝઘડ્યા કરતા હોય તેવા ઘરે ક્યારેય હનુમાનજીની કૃપા થતી નથી. આ ઘરે ક્યારેય શાંતિ હોતી નથી આને હનુમાનજી હંમેશા શાંતિ હોય ત્યાજ રહે છે.
જે ઘરમાં સાફ સફાઈ હોતી નથી તે ઘરોમાં હનુમાનજી પધારતા નથી, હનુમાનજી આવી જગ્યાથી દૂર રહે છે. હનુમાનજીને ગંદકી જરાય પસંદ હોતી નથી, હનુમાનજીના સ્થાપન માટે ઘરમાં સાફ સફાઈ અને ચોખું રાખવું જોઈએ. તથા જે ઘરમાં વારંવાર મહિલાઓનું અપમાન થતું હોય તે ઘરે હનુમાનજી ક્યારેય આવતા નથી. ભગવાન હનુમાનજીથી મહિલાઓનું અપમાન સહન થતું નથી. જ્યારે આવા ઘરમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પણ કોઈ આશીર્વાદ મળતા નથી.
કોઈ જગ્યાએ તાંત્રિક ક્રિયા કરવામાં આવે ત્યાં પણ હનુમાનજી જતા નથી. કોઈ વાર ઘરમાં પારિવારિક અને સામાજિક સમસ્યાને લીધે લોકો તાંત્રિક ક્રિયાઓ કરતા હોય છે આ ક્રિયામાં ક્યારેય કોઈ માણસનું મોત પણ કરવામાં આવતું હોય છે, અથવા દર્દનાક પીડા આપવામાં આવતી હોય છે, ક્યારેક પશુબલી પણ ચડાવતો હોય છે.
જે ઘરમાં મૂંગા જીવો પર અત્યાચાર થતો હોય તે જગ્યાએ હનુમાનજી વાસ કરતા નથી. આવી જગ્યાએ ક્યારેય પશુઓને પીડા આપવામાં આવે છે, જેમકે મરઘા પાળીને તેને મારવામાં આવતા હોય, પોપટ જેવા મુક્ત ફરતા પક્ષીને પીંજરામાં પૂરી દેવામાં આવે છે, બળદ જેવા પ્રાણીઓ પર ખુબ મારી મારીને કામ લેવામાં આવતું હોય આવા ઘરે હનુમાનજી ક્યારેય જતા નથી.

જે લોકો કાપતી સ્વભાવના હોય તે ઘરે હનુમાનજી ક્યારેય જતા નથી. જ્યાં હમેશ માટે ખોટું કરવાની આદત રહેલી હોય છે. જ્યાં છેતરપીંડી કરવામાં આવતી હોય ત્યાં હનુમાનજી નથી હોતા. આવા કે જ્યાં ઘરે લોકો હરામીનું ખાતા હોય છે. ત્યાંથી હનુમાનજી દુર ભાગે છે.
જે ઘરમાં સંતો મહંતો અપમાન થતું હોય ત્યાં હનુમાનજીની કૃપા હોતી નથી. સંતો હમેશા દયાળુ સ્વભાવના હોય છે, કહેવાય છે કે સંતો વૃક્ષો જેવા હોય છે જે હમેશા ભલાઈ જ કરતા હોય છે, લોકો તેને તરછોડે અપમાન કરે તો પણ તેવો હમેશા ભલાઈની જ ભાવના રાખે છે, તેથી આ સંતો પર હનુમાનજીનો હાથ હોય છે. જે લોકો સંતોનું અપમાન કર ત્યાં હનુમાનજી દુર રહે છે.
જે લોકો બેઈમાનીથી રૂપિયા કમાય છે, જેમનામાં ઈમાનદારી હોતી નથી ત્યાં હનુમાનજી વાસ કરતા નથી, આ બેઈમાંનીમાં ગરીબ માણસ લુટાઈ જતો હોય છે, હનુમાનજી દરેક લોકો માટે ભલાઈ જ ઈચ્છે છે. જ્યાં ઈમાનદારીથી પૈસો કમાઈ છે ત્યાં હનુમાનજી જરૂર પધારે છે.