હનુમાનજી, હાલ પર્યંત અમર છે. આજના સમયમાં કોઈ મુસીબતમાં શક્તિ અને સાહસ મેળળવા માંગતા હોય તો હનુમાનજીની પ્રાર્થના અને પૂજા કરે છે. દુનિયાના સૌથી બળશાળી અને તાકાતવાન દેવ હનુમાનજીને માનવામાં આવે છે. જ્યારે જ્યારે રામાયણ કાળમાં માયાવી શક્તિઓને માત્ર હનુમાનજી દ્વારા નાશ કરવામાં આવી હતી, તેથી આજ પોતાના મળેલા વરદાનને કારણે પૃથ્વી પર જ હાલ સુધી અમર હોવાનું માનવામાં આવે છે. હનુમાનજી વિશે આપણને અનેક જગ્યાઓએથી ઘણુબધું જાણવા મળે છે પરંતુ અમુક એવી હનુમાનજી વિશેની રહસ્યમય તથ્યોથી તમારા જાણવામાં ના આવી હોય તેવી વાતો અમે બતાવીશું.
હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા છત્તા તેમને એક પુત્ર હતો. તેના પુત્રનું નામ મકરધ્વજ હતું. જેનો જન્મ માછલીના પેટમાંથી થયો હતો. જ્યારે હનુમાનજીએ લંકામાં આગ લગાવી હતી ત્યારે તેની પૂછ સળગતી હતી. આ પૂછને બુજાવવા માટે તેને સમુન્દ્રમાં ડૂબકી મારી હતી. જયારે તેમના પરસેવામાંથી એક ટીપું પડ્યું અને આ ટીપું માછલી ખોરાક સમજીને ખાઈ ગઈ હતી અને તેમાંથી મકરધ્વજનો જન્મ થયો હતો.
હનુમાન અત્યારે અમર હોવાનું કહેવામાં આવે છે, પરંતુ રામ દ્વારા તેને મોતની સજા આપવામાં આવી હતી. હકીકત મુજબ નારદજીના કહેવા પ્રમાણે હનુમાનજીએ વિશ્વામિત્રનું સ્વાગત નહોતું કર્યું. આ વાતથી વિશ્વામિત્ર નારાજ થઈ ગયા હતા. અને ભગવાન શ્રી રામને હનુમાનજીને મૃત્યુદંડ દેવાનું કહ્યું. ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર હોવાથી રામ દ્વારા તેના આદેશનું પાલન કરવું જ પડે તેમ હતું. આ સમયે હનુમાનજી શ્રી રામ નામના જાપ કરવા બેચી ગયા. અને ત્યારે રામે કેટલાય બાણ માર્યા છેલ્લે બ્રહ્માસ્ત્ર પણ છોડ્યું પરંતુ એ પણ ફરી પાછું આવી ગયું. આવા અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તેને કાંઈજ ના થયું તેથી રામે તેને મૃત્યુ દંડ દેવાનું છોડી દીધું.
ઘણા ઓછા લોકો જનતા હશે હનુમાનજીને પાંચ સગા ભાઈ હતા.અને એ દરેકના લગ્ન થયેલા હતા. માત્ર હનુમાનજી એક જ બાળ બ્રહ્મચારી હતા. આ દરેક ભાઈઓમાં હનુમાનજી સૌથી મોટા હતા. હનુમાનજીના ભાઈઓના નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધ્રુતીમાન. આ દરેક ભાઈઓને સંતાન પણ હતા અને ઘણા વર્ષો સુધી તેનો વંશવેલો આગળ ચાલ્યો હતો. આ વાતનો ઉલ્લેખ બ્રહ્માંડપુરાણમાં છે. હનુમાનજી એક ભગવાનનો અવતાર હતા. ભગવાન શિવની ભક્ત તેની માતા અંજની હતા તેથી ભગવાન શંકરે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને અંજનીના પુત્ર તરીકે જન્મ લેવાનું વચન આપ્યું હતું.
હનુમાનજીના જન્મ વિશેની ખુબ મોટી કહાની છે. રાજા દશરથ એક વખત પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા તે વખતે ઋષીએ તેમની દરેક પત્ની કૌશલ્યા, કૈકય, સુમિત્રા ત્રણેય રાણીઓને ખાવા માટે ખીર આપી હતી, જેમાંથી રાણી કૌશલ્યાના ભાગમાંથી થોડીક ખીર સમડી લઈને ભાગી ગઈ હતી, આ સમયે ભગવાન શંકરે આ ખીર તેની પૂજા કરી રહેલી અંજનીના હાથમાં પાડી દીધી હતી. તેથી અંજનીજી આ ખીરને ભગવાનનો પ્રસાદ સમજીને ખાઈ ગયા. આવીબ રીતે હનુમાનજીનો જન્મ થયો કે જે શિવનો અવતાર હતો.
એકવાર સીતાજી પોતાની માંગમાં સિંદુર ભરી રહ્યા હતા તેવાખતે હનુમાનજીએ પૂછ્યું કે માતા તમે સિંદુર કેમ લગાવી રહ્યા છો? ત્યારે સીતાજીએ કહ્યું કે શ્રી રામ પોતાના પતિ છે. તેની લાંબી ઉમર માટે હું સિંદુર ભરી રહી છું. હનુમાનજી ખુદ રામના ખુબ જ મોટા ભક્ત હતા તેમને લાગ્યું કે જો માંગમાં થોડુક સિંદુર લગાવવાથી જો રામની ઉમર વધી જાય તો હું મારા આખા શરીર પર સિંદુર લગાવી દઉં. તેથી હનુમાનજીએ આખા શરીર પર સિંદુર લગાડ્યું ત્યારથી લોકો તેને બજરંગબલી કહેવા લાગ્યા. અને પૂજામાં પણ હનુમાનજીને સિંદુર ચડે છે.
હનુમાનજીને બાળપણમાં મારુતિ તરીકે ઓળખવામાં આવતા હતા. હનુમાનજી સૂર્યદેવને ફળ સમજીને ખાઈ ગયા હતા. તેથી આખી દુનિયામાં અંધારું છવાઈ ગયું હતું. તેથી ઈન્દ્રદેવ ક્રોધે ભરાયા અને પોતાના વર્જથી પ્રહાર કરીને નીચે પાડ્યા હતા અને ત્યારે તેનું જડબું તૂટી ગયું. ત્યાર પછી બધાં તેને હનુમાન તરીકે ઓળખવા લાગ્યા. હનુ એટલે જબરો અને માન એટલે ઉલટું કરવુ.
ભગવાન શ્રી રામના રાજ્યભિષેક બાદ હનુમાનજી હિમાલય પર ગયા હતા. અને તેને પોતાના નખો દ્વારા હિમાલયના પહાડો પરની દીવાલો પર રામાયણ લખી હતી ,જ્યારે મહર્ષિ વાલ્મીકી પોતાની રામાયણ હનુમાનજીને દેખાડવા માટે ગયા હતા ત્યારે હનુમાનજીની રામાયણ જોઈને બેભાન થઇ ગયા હતા, તેને જોયું કે પોતાની રામાયણ કરતા હમુમાંનજીની રામાયણ બેસ્ટ છે. આ જોઇને હનુમાનજીએ પોતાની રામાયણને ભૂસી નાખી હતી.