સશકત ગુજરાત માટે મહિલા શક્તિ એ સર્વ સમાવેશક વિકાસનો મંત્ર રહ્યો છે. રાજ્ય સરકાર આવી લોક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે તેમાં મહિલાઓના સશક્તિકરણની દિશામાં વિશેષ પગલા લેવામાં આવતા હોય છે. મહિલા સશક્તિકરણ માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સુરક્ષાના પરિણામ લક્ષી પ્રયત્નો કરવામાં આવે છે. મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અસરકારક પગલા લેતી હોય છે.
તેમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડી છે. જેવી કે, ગુજરાતની દીકરીઓના શિક્ષણ માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સરસ્વતી સાધના જેવી યોજનાઓ અમલમાં છે. મહિલાઓના આરોગ્યની સુખાકારી માટે વ્હાલી દીકરી યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, ચિરંજીવી યોજના, બેટી વધાવો અભિયાન, સબલા યોજના, કિશોરી શક્તિ યોજના જયારે સુરક્ષા માટે ૧૮૧ અભયમ, તથા ૧૦૯૧ જેવી હેલ્પલાઈનથી માતા બહેનોને મદદ પંહોચી રહી છે.
આવામાં સરકાર દ્વારા નવી એક યોજના ચાલુ કરવામાં આવી છે, આ યોજનાનું નામ છે “વ્હાલી દીકરી યોજના”. આ યોજના દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવામાં મદદ મળશે. આ યોજનાથી શિક્ષિત અને સશક્ત દીકરીઓના ઉછેરને પ્રોત્સાહન મળશે, સમગ્ર ગુજરાતમાં દીકરીઓના વધામણા થશે. સરકારના પ્રયત્નો દ્વારા સર્વાંગી વિકાસ અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. રાજ્ય સરકારે હાલમાં 854 જેટલો દીકરીઓનો જન્મદર છે તે વધારો માટે ૨૦૧૯ થી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.
આ યોજનાથી દીકરીઓના જન્મદરમાં વધારો કરવા,દીકરીઓની આર્થિક સામાજિક સ્થિતિ સુદઢ કરવા, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તથા શાળાઓમાં થતા ડ્રોપ આઉટ દરને ઘટાડવા ઉપરાંત બાળ લગ્ન દરને અટકાવવા સરકાર દ્વારા આ યોજના માટે ૧૩૩ કરોડ રકમની જોગવાઈ કરી છે.
આ યોજનાનો લાભ દીકરી પહેલા ધોરણમાં હશે ત્યારે પ્રવેશ વખતે 4000 રૂપિયાની સહાય કરવામાં આવશે. દીકરી જયારે નવમાં ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય કરવામાં આવશે. અને દીકરી 18 વર્ષની ઉમર વટાવે ત્યારે તેને 1,00,000 રૂપિયાની આર્થીક સહાય કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દીકરી પુખ્તવયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે આ યોજનાનો લાભ મળશે.
આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા પરિવારો કે જેઓના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે. જેમની વાર્ષિક આવક રૂપિયા બે લાખ સુધીની હશે તેવા કુટુંબોને આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ કમિશનર શ્રીની કચેરી, બ્લોક નંબર 20, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તેમજ જીલ્લા અને તાલુકા ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાશે.
આ યોજનામાં ડોક્યુમેન્ટ પુરાવા માટે 1.માતાપિતાની સંયુક્ત આવક માટેનો ચીફ ઓફિસર/મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારીનો દાખલો. 2.ઉમર માટે ના પુરાવા માટે શાલ છોડ્યાનું પ્રમાણ પત્ર, જન્મનો દાખલો PHC CHC સિવિલ ડોકટરનું સર્ટીફીકેટ, ૩.દીકરીના પોતાના પુરાવા માટે આધાર કાર્ડ, 4. માતાના પુરાવા માટે માતાનું આધાર કાર્ડ 5. પિતાની ખરાઈ માટે પિતાનું આધાર કાર્ડ 6.અરજદારની રેશનકાર્ડ 7. દીકરીના બેંક ખાતાની ચોપડી. આ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.
અ યોજનાનો લાભ મેળવવાનું અરજી પત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, CDPO ICDS કચેરી, જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની કચેરીથી આ જગ્યાઓથી મફતમાં વિનામુલ્યે ફોર્મ મળી રહેશે. આ યોજનાના લાભ માટે દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે,
નોંધ: બધા વાચક મિત્રોને એક નમ્ર અપીલ છે કે દરેક ઘર સુધી આ યોજનાની માહિતી પહોચાડો, તમારા તમામ ફેસબુક ગ્રુપ અને મિત્રોને શેર કરવા વિનંતી છે.