હાલ ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્ય માટે અનેક યોજનાનો બહાર પડે છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને માતા બહેનોના વિકાસને લગતી યોજનાઓ ઘણી જાહેર કરવામાં આવે છે, સરકાર બહેનોના વિકાસ માટે ખાસ સંવેદન શીલ છે, એટલે આ વખતના બજેટમાં અનેક મહિલાઓના લાભો માટે ખુબ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા નવી એક મહિલાઓના ઉત્કર્ષ માટેની યોજના જાહેર કરવાની છે. અ યોજના થકી મહિનાઓને સ્વમાન ભેર જીવવાના અને પોતાના સપનાઓને સાકાર કરવાના માર્ગને ઉજળો કરી શકશે. આ યોજનાથી અનેક મહિલાઓને લાભ મળશે.
સરકાર દ્વારા મહિલા કલ્યાણ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા 10 લાખથી વધુ મહિલાઓને લાભ મળશે. આ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ વ્યાજ ભર્યા વગર મળી શકશે. આ યોજનાનો લાભ મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરુ કરવા માટે મળશે. આ યોજના માટે આત્મનિર્ભર ભારતના હેતુ દ્વારા મળી શકશે.
આ યોજના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસે લોન્ચ કરવામાં આવશે. આ યોજના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોદીજીના જન્મ દિવસ ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજ્યની મહિલાઓ માટે ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આથી મહિલા માતા બહેનોને પોતાનો આત્મનિર્ભરતા માટે 1 લાખ મહિલા જૂથની 10 લાખ માતા બહેનોને આ યોજનાનો લાભ મળશે.
આ યોજના માટે સરકારી બેંકો, સહકારી અને ખાનગી બેંકો, RBI માન્ય ધિરાણ સંસ્થામાંથી 1 લાખ રૂપિયાનું લોન ધિરાણ મળશે. ટુક સમય માજ સરકાર દ્વારા આ યોજના અંગેના MOU કરવામાં આવશે. 1000 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ તમામ વ્યાજ સરકાર પોતે ભોગવશે અને લોન માટેના કાગળિયાં પણ મફતમાં કરી આપવામાં આવશે.
આ યોજના અંગેની માહિતી પ્રમાણે 10 મહિલાનું 1 ગ્રુપ જેવા 1 લાખ ગ્રુપ બનાવાશે. આ 10 મહિલાઓને સાથે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ વખતે 175 કરોડનું બજેટ સરકારે મહિલાઓના વિકાસ અને સહાય તેમજ મદદ માટે ફાળવેલ છે. આ મહિલા ઉત્કૃષ્ટ યોજના માટે 175 કરોડ યોજના માટે ફાળવ્યા છે, જેમાંથી 50 હજાર શહેરી ગ્રુપ અને 50 હજાર ગ્રામીણ આવા ગ્રુપોને એમ 10 1 લાખ ગ્રુપોમાંથી 10 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાના અમલ માટે ગ્રામ વિકાસના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા કરાવામાં આવશે.
આમ આ યોજના દ્વરા નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો શરુ કરવામાં મહિલાઓને લાભ મળશે,10 મહિલાઓને ભેગા એક લાભ રૂપિયાની સહાય મળશે, જેમાં મહિલાઓ ગ્રુપમાં પોતાનો વ્યવસાય કે કોઈ કામ ધંધો શરુ કરવા માંગતા હોય તો કરી શકશે.