મિત્રો, આજકાલના યુવાનોમાં દાઢી વધારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે યુવાનો આજે તેને ફેશન માની રહ્યા છે. તમે જોયું હશે કે આજે યુવાનો લગ્નમાં, પાર્ટીઓમાં અને કોઈ નવા ફંકશનમાં અલગ- અલગ સ્ટાઇલમાં દાઢીનું સેવિંગ કરાવતા હોય છે. આજકાલ ફિલ્મોમાં પણ બધા હીરાઓ દાઢીમાં દેખાતા હોય છે. તેની ફેશન હજુ પણ ઘણી ઉચી જવાની છે. પણ ઘણા યુવાનેને તેની દાઢી બરાબર ઉગતી ના હોય, પાખી હોય વગેરે અનેક કારણો હોય છે, અને ઘણા યુવાનોતો દાઢી વધારવા માટે કોઈ પણ કિંમત ચુકવવા તૈયાર છે.
દાઢીનો ઉછેર આનુવંશિકતા પર આધાર પર છે. ઘણા યુવાનો ગાઢ અને ભરાવદાર દાઢી વધારવા માંગતા હોય છે. પરતું તે સંપૂર્ણ પણે તેના જેનેટીક્સ પર મુખ્ય આધાર રાખે છે. જયારે તેના પિતાની દાઢી સારી હોય તો તેના પુત્રની દાઢી પણ સારી હોય છે.

પરતું ઘણા પુરુષો એવા છે કે જેની દાઢી ઓછી ઉગતી હોય કાં તો બરાબર ઉગતી ના હોય. એવી કોઈ ફોર્મુલા નથી કે જેની દાઢી સારી રીતે ઉગાડી શકાય, પણ તમે આ નીચે દર્શાલેવા નુશાખાઓ અજમાવી શકો છો.
1) દિવસમાં કમસે કમ બે વખત પોતાનો ચહેરો ધોઈ લો :
ઘણા લોકોનું માનવું છે કે વાળના ફોલીકલ્સ ખોલવા માટે દિવસમાં કમસે કમ બે વખત પોતાનો ચહેરો ધોવો જોઈએ, ફેશ વોશ અથવા શેમ્પુથી બરાબર ધોઈયા પછી ટુવાલથી અમુક સમયના પ્રમાણમાં ઘસીને ચહેરો લુસવો. જો આમ, થોડા દિવસો કરવામાં આવે તો દાઢી બરાબર ઉગે છે.
2) કેસ્ટર ઓઈલ લગાડવું :
દાઢી વધારવા માટે તમારે આ કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરવો. આ ઓઈલમાં મિનરલ્સ, પ્રોટીન, વિટામીન ઈ, ઓમેગા 9, ફેટી એસીડ હોય છે જે દાઢી વધારવામાં મદદ કરે છે.
આ ઓઈલ દાઢીના વાળના મૂળમાં જાય છે અને તેને પોષણ આપે છે, સાથે જ દાઢીના વાળને ઘટ્ટ બનાવે છે. ભારતીય પુરુષો વર્ષોથી આ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. દાઢી ગ્રોથ ઓઈલ ગમે ત્યાં બજારમાં મળી રહે છે. અને કેસ્ટર ઓઈલ પણ મળે છે.
3) દાઢીના વાળને વધવા દેવા :
ઘણા પુરુષોને આવી સમસ્યાઓ હોય છે શરૂઆતમાં તેમની દાઢી ઓછી ઉગે કે ઉગતી પણ ના હોય. આથી તેઓ ખુશ હોતા નથી અને દાઢી સેવિંગ કરાવી નાખતા હોય છે. પરતું, જો તમારે સારી દાઢી ઉગાડવી હોય તો તમારે પહેલા દાઢી બરાબર ઉગવા દેવી જોઈએ. એક વાર દાઢી બરાબર કે સારી રીતે ઉગી જાય પછી તમે તેને સેટ કરાવી શકો છો.
4) ચહેરા પર મસાજ કરવું :
દાઢી વધારવા માટે ત્વચામાં હાજર ફોલિકલ સક્રિય કરવું પડે છે. આ માટે આંગળીઓથી હળવા હાથે ચહેરા પર મસાજ કરવું. આંગળીઓને ગોળાકાર રીતે ફેરવવી. સવારે 10-10 મિનીટ સુધી ચહેરા પર મસાજ કરવું. જેથી દાઢી ઝડપથી ઉગે છે.
5) એક્સફોલીએટર / સ્ક્રબ ફેશિયલનો ઉપયોગ કરવો :
તમે બજારમાંથી નાનકડું ફેશિયલ સ્ક્રબની ખરીદી કરી શકો છો. જો તમે તેનો ઉપયોગ કરશો તો તમારા ચહેરાના મૃત કોષો થાકી જશે અને તમારી દાઢી ઝડપથી બહાર આવશે, જે વ્યક્તિત્વને વધુ પડતું અસરકારક બનાવશે.
6) વિટામીનથી ભરપુર હોય તેવા ખોરાકનું સેવન કરવું :
દાઢીને વધારવા માટે મુખ્યત્વે વિટામીન જવાબદાર હોય છે. તેથી વિટામીન B3, B5, B7 અને B9 મળે તેવા ભોજનનું સેવન કરવું જોઈએ. સુકા માવામાંથી B7 વિટામીન મળે છે. રૂસ્ટાર માછલી, મિલ્કની પ્રોડક અને અવકોડામાંથી તમને B૩ અને B5 મળે છે. પાંદડાવાળા શાકભાજી માંથી B9 મળે છે. તળેલા-શેકેલા ખોરાકનો ઉપયોગ ના કરવો.
7) તણાવ કમ કરવો :
જયારે પણ વ્યક્તિ ચિંતામાં હોય છે ત્યારે તેના વાળ ખરવા લાગે છે. આ નિયમ દાઢીને પણ લાગુ પડે છે. જો તમે ટેન્શનમાં હો, તો તમારી દાઢીના વાળ પર ધીમે ધીમે ખરવા લાગે છે. તેથી બને ત્યાં સુધી ચિંતા ઓછી કરવી જોઈએ. જયારે તમે ચિંતામાં છો ત્યારે યોગા કરવા, મધુર સંગીતો સંભાળવા, મનપસંદના પુસ્તકો વાંચવા, ઊંડા શ્વાસ ભરવા અથવા તમને ગમતી કોઈ પણ પ્રવુત્તિ કરવી.
8) ધુમ્રપાનનું વ્યસન છોડવું :
ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક સાબિત થાય છે. તેથી આ વ્યસન કરવાથી દાઢી ઉગાવામાં પણ મુશકેલી સર્જાય છે.
9) દાઢી વધારવા માટે નિયમિત વ્યાયામ કરવા અને સારી નીંદર લેવી :
તમે 24 કલાક માંથી કમ સે કમ 20 મિનીટ વ્યાયામ કરવાની ટેવ પડવી જોઈએ અને 7 થી 8 કલાક સારી નીંદર લેવી જોઈએ. જે સ્વાસ્થ્યને સુધારે છે.
10) શેવિંગ કરવાથી સારી દાઢી ઉગે છે :
અમુક યુવાનોની દાઢીમાં વચ્ચે-વચ્ચે ખાલા હોય છે, જે તેમને ગમતું ના હોય છે તેથી તેમણે વારંવાર શેવિંગ કરાવવું જોઈએ. થોડાક દિવસો પછી ત્યાં દાઢી સારી રીતે ઉગે છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ઝડપથી દાઢી ઉગાડવી હોય તો ઊંધું અને સીત્તું શેવિંગ કરવું જોઈએ. તેથી દાઢીના વાળ ઝડપથી ઉગે છે.
11) ઓલીવ ઓઈલ, આંબલાનું તેલ અને સરસોના તેલનો ઉપયોગ કરવામાં આવે તો દાઢી ઝડપથી ઉગી શકે છે અને લાભદાયક થાય છે.
આમ, ઉપર દર્શાવેલા તમામ મુદાઓને ધ્યાનમાં લેવામાં આવે અને તેનો સારી રીતે અમલ કરવામાં આવે તો તમે ઝડપથી દાઢી ઉગાડી શકો છો.