બદલાતી જીવનશૈલીમાં અને આજકાલની ભાગ-દોડથી ભરેલી જીંદગીમાં આપણને કઈ નવું થાય કે ના થાય પણ જીવનમાં ઘણી બધી બિમારીઓ ચોક્કસ પણે આવે છે. તેમાંથી સૌથી ખતરનાક બિમારી ‘હાઇબ્લડ પ્રેશર’ છે. જેને High BP(હાઈ બીપી) કહેવામાં આવે છે અને આ બિમારી આપણને થઇ હોય તો પણ ખબર રહેતી નથી. તેથી આ બિમારીને Silent Killer કહેવામાં આવે છે.

વધારે માહિતી મેળવતા પહેલા આ વાત જાણવી ખુબજ જરૂરી છે. 2017માં ભારતના 100 જિલ્લાઓમાં યુનિયન હેલ્થ મીનીસ્ટ્રી દ્વારા “ નેશનલ ફેમેલીય હેલ્થ સર્વે ” શરુ કરવામાં આવ્યો હતો. જેથી એવું જાણવા મળે કે ભારતના દરેક 8 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિને બ્લડપ્રેશરની બિમારી હોય છે
હાઇબ્લડ પ્રેશર શું છે :
આપણા શરીરનું તંત્ર એવું હોય છે કે પેશીઓ અને અવયવના કાર્ય માટે ઓક્સીજન યુક્ત લોહીની જરૂરિયાત રહેતી હોય છે, અને આ લોહીને શરીરના જુદા-જુદા અંગોમાં પહોચાડવાનું કામ રુધિરાભીસરણ તંત્ર કરે છે. હૃદય પણ આ એક સિસ્ટમનો ભાગ છે. હૃદયના ધબકારા એ એક દબાણ બનાવે છે જે લોહીને આપણી રુધિર્વહિનિઓમ દબાણ કરે છે, જેમાં ધમનીઓ, કોષો, અને નસો શામેલ હોય છે. આ દબાણને બ્લડપ્રેશર કહેવામાં આવે છે. જયારે જરૂરી કરતા આ લોહીનું પ્રેશર વધે છે, ત્યારે તેને આપણે ‘ હાયપરટેન્શન ’ કહીએ છીએ.

બ્લડપ્રેશર થવાના કારણો :
90% એવા બ્લડપ્રેશરના મામલાઓ હોય છે, જેમાં કોઈ કારણો મળતા નથી. અમુક અંશે આવા કારણોથી High BP થઇ સકે છે.
- વધારે ઉંમર થવાથી : વધારે ઉંમર થવાથી હાઈ બીપી થવાની શક્યતાઓ વધારે રહે છે. હવે યુવાનોમાં પણ હાઈ બીપીની સમસ્યાઓ જોવા મળે છે.
- વારસાગત : જો તમારા પરિવારમાં કોઈને પણ હાઈ બીપીની બીમારી હોય તો તમને પણ આ બીમારી થવાની શક્યતા રહેલી છે.
- તાપમાન : ઘણા બધા મામલાઓમાં તો એવું જાણવા મળેલ છે કે જેના શરીરનું તાપમાન ઉચ્ચું રહે ત્યારે બીપી લો હોય છે અને જેના શરીરનું તાપમાન નીચું હોય તેનું બીપી હાઈ રહે છે.
- વંશીય પૃષ્ઠભુમી : હાઇબ્લડ પ્રેશરમાં તમારી વંશીય પૃષ્ઠભુમી પણ મહત્વપૂર્ણ છે. એવું જાણવા મળેલ છે કે આફ્રિકન અને દક્ષીણ એશિયાના વંશના લોકોમાં હાઈ બીપી થવાનું જોખમ વધારે છે. ભારતીયો સહીત દક્ષીણ એશિયામાં પણ વધારે આ રોગનું જોખમ રહેલું છે.
- મોટાપણું : મોટાપણું પણ એક સમસ્યા છે, જે કેટલીય બીજી બીમારીઓ લાવે છે. જેમાંથી આ એક હાઈબ્લડ પ્રેશરની બીમારી.
- જાતિ : સામાન્ય રીતે સ્ત્રીઓ કરતા પુરુષોમાં હાઈ બીપીની ફરિયાદો વધારે હોય છે. પરંતુ 60ની ઉંમર પછી સ્ત્રી-પુરુષોમાં આ બીમારી સમાન થઇ જાય છે.
- શારીરિક ક્ષમતા : જો તમે શારીરિક રીતે સક્રિય ના હોય તો તમને આ બીમારી થવાની શક્યતાનું પ્રમાણ વધે છે.
- ધુમ્રપાન : જો આનું સેવન હોય તો કેન્સર થાય છે પણ સાથે રક્તવાહિનીઓ સંકોસાય જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધે છે. ધુમ્રપાન કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછુ થતું હોય છે, તેથી તેને વળતર આપવા માટે હૃદયને ઝડપથી પંપ કરવું પડે છે, જે બીપી વધારે છે.
- શરાબ : કેટલાક અભ્યાસમાં એવું જાણવા મળેલું છે કે જે લોકો નિયમિત શરાબનું સેવન કરતા હોય છે. તેનું Systolic Blood પ્રેશર લગભગ 7 mmHgથી પણ વધારે હોય છે.
- નમકનું સેવન કરવાથી : જે લોકો વધારે મીઠું ખાતા હોય છે, તેના લોહીનું દબાણ વધારે હોય છે. તેથી ડોકટરો સલાહ આપતા હોય છે કે મીઠાવાળું ભોજન ના કરો.
- વધારે ચરબીવાળું ભોજન ખાવાથી પણ હાઈબ્લડ પ્રેશર થઇ શકે છે.
- તનાવ : ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે જે લોકો વધારે તનાવમાં હોય તેને આ બીમારી થાય શકે છે.
- ડાયાબીટીસ : આવા દર્દીઓમાં પણ આ બીમારી થવાની સંભાવના પૂરી તરહ રાહ છે.
હાઈબ્લડ પ્રેશરના કારણો :
સૌથી ખતરનાક આ બીમારી છે, કારણ કે જો આ બીમારી તમેને થઇ હોય તો તમને ખબર નથી પડતી. અને ઘણા સમય બાદ તેને પછી ખબર પડે છે. ખાસ વાત તો એ છે કે આપણા દેશમાં ઘણા બધા લોકો રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા નથી. જેથી આ બીમારીની જાણ તથી નથી.
બ્લડપ્રેશર જો થોડુક વધે તો કોઈ ખાસ લક્ષણ નજરમાં આવશે નહી, અને જો બ્લડપ્રેશર વધે તો થોડાક અંશે લક્ષણો જોઈ શકાય છે.
- ભયાનક માથામાં દુખાવો થાય છે.
- શરીરમાં અણશક્તિ આવે છે.
- વધુ પ્રમાણમાં ગભરામણ અને ચિંતા થાય છે.
- આંખોની સમસ્યાઓ ઉભી થાય છે.
- છાતીમાં દુખાવો થાય છે.
- શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
- અનિયમિત હદયના ધબકારા થાય છે.
- નાકમાં લોહી નીકળવું.
- પેશાબમાં લોહી નીકળવું.
હાઈબ્લડ પ્રેશરથી આવું નુકશાન થાય છે :
બ્લડ પ્રેશરમાં વધારો થવાથી શરીરના આવા ભાગોને થઇ શકે છે નુકશાન. જેમ કે ધમનીઓ, હૃદય, મગજ, કીડની, આંખે, ગુપ્તાંગના ભાગોમાં, હાથ-પગ અને સ્લીપ એપ્નિયા વગેરે અંગોને નુકશાન થઇ શકે છે.
હાઈબ્લડ પ્રેશરના ઉપચારો :
- નિયમિત વ્યાયામ કરવાથી 20-50% હાઈબ્લડ પ્રેશરની સમસ્યા દુર થાય છે.
- શરીરના સમપ્રમાણમાં વજન જળવાઈ રાખું જોઈએ.
- મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ.
- ધુમ્રપાન અને શરાબનું સેવન કરવાનું ટાળવું જોઇએ.
- ચિંતા કરવાને બદલે ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ ચીજોનું સેવન કરવું :
- પોટેશિયમ : કેળા, સંતરા, કીવી ફ્રુટ, બટાટા, રાજમાં, પલક, દૂધ, દહીં વગેરેનું સેવન કરવું જોઈએ.
- કેલ્શિયમ : લીલી શાકભાજી, પનીર, બદામ વગેરેનું સેવન કરવું.
- મેગ્નેશિયમ: અનાજ, લીલી શાકભાજીમાં સારા પ્રમાણમાં હોય છે.
- સંશોધનમાં એવું જાણવા મળેલું છે કે લસણ ખાવાથી હાઇબ્લડ પરેશાની સમસ્યા દુર થાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે.
- માછલીનું તેલ : મૈકેરલ અને સૈલ્મન જેવી માછલીઓ માંથી ‘ ઓમેગા-3 ફેટીય એસીડ ’ મળે છે જે હાઈબ્લડ પ્રેશરને ઘટાડે છે.
હાઇબ્લડ પ્રેશરની દવાઓ :
- એજીઓટેસીન-કનવટીગ એજાઈમ અવરોધક
- એજીઓટેસીન-કનવટીગ રીસેપ્ટર અવરોધક
- ડાયુરેટીક્સ
- બીટા અવરોધક
- કેલ્શિયમ ચેનલ અવરોધક
- અલ્ફા બ્લોકર્સ
- અલ્ફા એગોનીસ્ટ
આમ, ઉપરની તમામ માહિતીનો અમલ તમે સારી રીતે કરો તો હાઈબ્લડ પ્રેશરની બીમારીથી છુટકારો મેળવી શકાય છે.
