આજે દુનિયાની સામે સૌથી મોટી સમસ્યા હોય તો તે પ્રદુષણની છે. જે આવનારી પેઢીઓને ભયંકર પરિસ્થિતિમાં મૂકી શકે છે. આજે વિશ્વમાં હવાનું પ્રદુષણ, ભૂમિનું પ્રદુષણ, જળનું પ્રદુષણ અને અવાજનું પ્રદુષણ વગેરે વધવાના કારણે અનેક સમસ્યાઓ ઉદભવે છે. જેનું પરિણામ ભયાનક આવી શકે છે. આજે વિશ્વમાં આવા પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો સરકાર દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાયુ પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ખુબજ સારો નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસના અવસરે પર્યાવરણની ભેટ રાજ્યના નાગરિકોને આપી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહનોથી જે વાયુનું પ્રદુષણ થાય છે તેને અટકાવવા માટે ઇલેક્ટ્રિક-ટુ વ્હીલ અને ઈ-રીક્ષા અપનાવનાર લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ ધોરણ- 9 થી લઈને કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય કરવામાં આવશે. જો આ કક્ષાના વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવા ઈચ્છે તો તેને રાજ્ય સરકાર દ્વારા રૂ. 12000ની સહાય કરવામાં આવશે. સરકાર દ્વારા 10000 વાહનોને સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

ફક્ત વિદ્યાર્થી માટે જ નહી, પરતું વ્યક્તિગત અને સંસ્થાકીય લોકોને પણ લાભ મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવમાં આવેલી છે. લોકોને ધંધો કે રોજગાર કરવા માટે ઈ-રીક્ષા લેવી હોય તો તેને રાજ્ય સરકાર દ્વારા રૂ.48000ની સહાય કરવામાં આવશે.
આ ઇલેક્ટ્રિક વાહનો બેટરીથી ચાલતા હોય છે, તેથી અમુક સમય પછી તેને ચાર્જ કરવાનું હોય છે અને લોકો અધ વચ્ચે હેરાન ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વાહનોનું ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરવા માટે રૂ. 50000 લાખની સહાય અમલમાં મુકવામાં આવી છે.
આ યોજનાનો અમલ કરવાથી જે હવામાં વાહનોના ધુમાડામાંથી નીકળતો કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ ઘટે છે અને વાયુ પ્રદુષણથી થતી સમસ્યાઓ નહિવત પ્રમાણમાં થાય છે. એવું અનુમાન કરવામાં આવેલ છે કે 2 લાખ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ હવામાં ભળતો અટકે છે.

વાયુ પ્રદુષણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રહેણાંકના મકાનો પર સોલાર સીસ્ટમમાં સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાન ઉપર છે અને ગુજરાતમાં આખા વર્ષ દરમિયાન સતત સૂર્ય પ્રકાશ મળતો રહે છે. તેથી લોકો વિજળી ઉત્પન્ન કરીને આવક પણ મેળવી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સહાયથી 1,38000 થી વધુ ઘરોમાં કુલ 510 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે.
આમ, ગુજરાત સરકાર દ્વારા વાયુ પ્રદુષણને અટકાવવા માટે આવી યોજનાઓ ઘડવામાં આવી છે. લોકોને લાભો થાય અને વાયુનું પ્રદુષણ અટકાવી શકાય છે. વાયુનું પ્રદુષણ અટકાવવાથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે અને પ્રદુષણથી થતી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે અને પ્રદુષણને અટકાવવા માટે અનેક પ્રયાસો દુનિયામાં કરવામાં આવતા હોય છે. આમ, આવી પંચશીલ ભેટ રાજ્યના લોકોને સરકાર દ્વારા આપવામાં આવી છે.