સંસદમાં અત્યારે કોરોનાની મહામારી હોવા છતાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આજે સંસદનો પાંચમો દિવસ છે, તથા સંસદમાં અનેક બિલોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ખરડા પર સંસદમાં મતદાન થાય તે પહેલા શિરોમણી અકાલી દળના સાંસદ અને કેન્દ્રીય ફ્રુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રી હરસિમરત કૌર બાદલે ચોમાસું સત્રના ચોથા દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ અચાનક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું આપ્યું છે અને આ રાજીનામાનો સ્વીકાર રાષ્ટ્રપતિએ મંજુર કરેલ છે.

રાજીનામું આપવાનું કારણ :
પંજાબના ખેડૂતોએ અન્નક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે કૃષિ બિલનો વિરોધ સંસદમાં હોવા છતાં લોકસભામાં પસાર થઇ ગયા છે આ બીલો. કૃષિપ્રધાન ક્ષેત્રે માલવામાં અકાલી દળનું પ્રભુત્વ સૌથી વધારે છે. અકાલી દળને વિધાનસભાની 2022ની ચુંટણી લડવાનો મોકો મળી શકે તેમ છે અને ચુંટણીનો સમય બહુ જ મર્યાદિત પ્રમાણમાં રહેલો છે અને અકાલી દળ પર પ્રેશર હતું કે આ દળ વિખૂટું ના પડી જાય, રાજ્યની ખેડૂત બેન્કને પણ છોડવી પડે તેમ હતી. બીજી બાજુ હરસિમરત કૌર બાદલ પર દબાણ આવ્યું હતું.

કૃષિ બિલનો વિરોધ થવાથી આ પાર્ટી બે ભાગમાં વિભાજીત થઇ ગઈ હતી. જેના કારણે પાર્ટીનું મુખ્ય અસ્તિત્વ ખેડૂતો હતા. આ બિલનો વિરોધ થવાથી આ પાર્ટીમાં જે ખેડૂતોનું અસ્તિત્વ ટકાવવા માટે હરસિમરત કૌર બાદલે રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેણે એવું કહ્યું હતું કે આ બીલના વિરોધમાં ખેડૂતોની સાથે તેમની દીકરી અને તેની બહેન સાથે છે. જેના પર હું ગર્વ અનુભવું છું.
સંસદમાં આ બિલોનો વિરોધ થયો હતો :
1.ફાર્મર્સ પ્રોડ્યુસ એન્ડ કોમર્સ બીલ
2.ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બીલ
3.એસેન્શિયલ કોમોડીટીઝ બીલ
સંસદમાં આ બીલોના વિરોધ થવાથી અકાલી દળ અને NDA આ બંને પાર્ટીઓમાં વિવાદ થયો હતો અને સંસદમાં રજુ કરવામાં આવેલા કૃષિ બીલ અંગે એનડીએના સૌથી જુના સાથી શિરોમણી અકાલી દળનું સંપૂર્ણ રહસ્ય સત્રના ચોથા દિવસે બહાર આવ્યું હતું.

જો સંસદમાં આ ત્રણેય બીલો પાસ થઇ જાય તો પંજાબના 20 લાખ ખેડૂતો પ્રભાવિત થશે. આવું માનવામાં આવી રહ્યું છે. સંસદમાં આવા કારણોથી આ બિલોનો વિરોધ કરવાના આવેલ છે. જે નીચે મુજબ છે.
સંસદમાં આ કારણોથી કૃષિ બિલનો વિરોધ કરવામાં આવેલ :
*. રાજ્યોમાં શું કૃષિ મૂડીને લગતી અસરો ઉત્પન્ન થઇ શકે છે ?
*. સમગ્ર ખેડૂતોનું સમર્થન મુલ્ય જળવાઈ રહેશે કે શું ?
*. ખેડૂતોને પરવડે તેવા કૃષિ પેદાશોના ભાવ શું બરાબર મળશે ?
*. જે ખેડૂતો કોન્ટ્રેક લઈને ખેતીઓ કરે છે, તેને શું ગેરલાભો થવાની શક્યતાઓ રહેલી છે ?
આ વિવાદ અંગે AMD(Additional District Magistrate) 30 દિવસ સુધીમાં આ નિર્ણય આપશે.