ભગવાને આપણેને કેટલીક સુંદર ચીજો આપી છે. જેમાં આંખ, કાન, મોઢું વગેરેનો સમાવેશ થાય છે. આવી જ એક સુંદર વસ્તુ આપણા વાળ છે. વાળ વ્યક્તિના શરીરને સુંદર બનાવે છે અને તે માનવ શરીરનો મહત્વનો ભાગ પણ છે. કારણ કે દરેક ને પોતાના વાળ પર ગર્વ હોય છે અને તે ગાઢ લાંબા વાળ પણ હોવા જોઈએ. પરતું આપણી વર્તમાન જીવનશૈલીમાં આજે ઘણા લોકોના વાળ ખરવાને કારણે તે ખુબજ પરેશાન છે.

ખાસ તો મહત્વની વાત તો એ છે ખુબ જ નાની ઉંમરે વાળ ખરવા એ યુવાનો માટે ગંભીર સમસ્યા છે, જેઓ ખુબ તણાવમાં આવી જાય છે અને આજકાલ યુવાનોમાં આ સમસ્યા ખુબજ ઝડપથી વધી રહી છે. વાળ ધીમે ધીમે ખરી જાય છે. અને આ સમસ્યામાંથી તેઓ બહાર નીકળી શકતા નથી અને પરિણામે તેમના વાળ ઘટી રહ્યા હોય છે. જો તમારા વાળને ખરતા અટકાવવા હોય તો અથવા વાળને મજબુત અને ચમકદાર બનાવવા હોય તો તમારે વાળની કાળજી રાખવાની જરૂર છે, કારણ કે વાળ વિના તમારી પર્સનાલિટી અધુરી રહે છે.
વાળ ખરવાના કારણો :
- દિવસ દરમિયાન બરાબર તમારું રૂટીન ના હોવાથી આવી સમસ્યાનું સર્જન થાય છે.
- વાળ ખરવા માટે આનુવંશિક કારણો પણ જવાબદાર જોઈ શકે છે.
- ટેલોજન એફ્લોવિયમની સમસ્યાથી પણ તમારા વાળ ખરે છે.
- શરીરમાં બરાબર હોર્મોન્સ પણ કામ ના આપવાથી આવી સમસ્યા ઉદભવે છે.
- બરાબર તમે આહાર ના લેતા હોવાથી પણ આ સમસ્યા રહે છે.
- લાઇફમાં વધારે પડતી ચિંતા કરવાથી આ સમસ્યા પેદા થાય છે.
- વધારે પડતું ગરમ પાણીથી જો સ્નાન કરવામાં આવે તો આ સમસ્યાનું નિર્માણ થાય છે.
- વાળમાં તમે જે હેર ઓઈલનો ઉપયોગ કરો છો, તે બદલાવવાથી આ સમસ્યા થાય છે. આવા અનેક કારણોથી આવી સમસ્યા થાય છે.
માથાના વાળને ખરતા અટકાવવા માટેના કુદરતી ઉપાયો :

ફળ અને શાકભાજી અપનાવો : તમે જાણતા હશો કે ફળો અને શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. બાળપણથી જ આપણે ફળો અને શાકભાજીના ફાયદા વિશે સાંભળી રહ્યા છીએ. વાળને વધારવા અને મજબૂત બનાવવા માટે પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સની જરૂર પડે છે. જે આપણે ફળો અને શાકભાજીમાં સરળતાથી મેળવી શકીએ છીએ. વાળને તંદુરસ્ત બનાવવા માટે તમે આમળા, ગાજર, પાલક, ચણા, ડુંગળી, રાજમા, ટામેટા, સોયાબીન અને આદુનો ઉપયોગ કરી શકો છો અને વિટામિનથી ભરેલા મોસમી ફળો, સ્પ્રાઉટ્સ અને તાજા ફળોનો પણ ઉપયોગ કરી શકો છો.
રાસાયણિક શેમ્પુ અને સાબુઓથી બચવું : ઘણી વખત, ખાસ કરીને છોકરીઓ પોતાના વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે વારંવાર કેમિકલ યુક્ત શેમ્પુ અથવા સાબુનો ઉપયોગ કરે છે. વધુ પડતા શેમ્પુનો ઉપયોગ વાળ માટે હાનિકારક છે અને તે સુંદર અને તંદુરસ્ત ને બદલે વાળને નિર્જીવ અથવા નબળા બનાવી શકે છે. તેથી વાળ ધોવા માટે આ શેમ્પુ અથવા સાબુનો ઓછો ઉપયોગ કરો. તેના બદલે તમે વાળ ધોવા માટે આમળા પાવડરનો ઉપયોગ કરી શકો છો.
જીવનથી ચિંતાને નાબુત કરવી : જીવનમાં તણાવ દુર કરવા માટે તમારે ધ્યાન, યોગા, અને કસરત નિયમિત કરવી અને તમને જે શોખ વધારે હોય તેમાં સમય આપવો અને સંગીતો સંભાળવા, રસ હોય તો સારા પુસ્તકોનું વાંચન કરવું, રમવું, અને બને ત્યાં સુધી આનંદમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જેનાથી તણાવ કે ચિંતા દુર થાય છે.
વાળને ગરમ પાણીથી દુર રાખવા : વાળને નહાતી વખતે કે ધોતી વખતે ક્યારેય વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. વધુ ગરમ પાણી ધરાવતા વાળ નબળા અને નાજુક બને છે. સ્નાન કરતી વખતે માત્ર ઠંડા અથવા હળવા ગરમ પાણીનો જ ઉપયોગ કરો. આમ, કરવાથી તમારા વાળને ઓછા પ્રમાણમાં નુકશાન થશે.

ગરમ તેલથી વાળની માલીશ કરવી : તેલથી માલિશ કરવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઝડપથી વધે છે. જો આ મસાજ માથામાં વાળમાં કરવામાં આવે તો તે ખૂબ જ આનંદદાયક છે. જો તમારા વાળ સતત ડિફોલિએટિંગ કરતા હોય તો સરસવના તેલને હળવેથી ગરમ કરો અને માથા પર મસાજ કરો. તેનાથી તમારા વાળનું પરિભ્રમણ ખૂબ જ ઝડપી બનશે, જે તમારા હેર ફોલિકિલ્સને ખૂબ જ તંદુરસ્ત બનાવશે, જે વાળને ખરતા અટકાવવામાં મદદ કરશે.
સ્રીઓએ ભીના વાળને બાંધવા નહી : હંમેશા ભીના વાળને ટુવાલથી બરાબર લુચી લેવા જોઈએ. જયારે આપણા વાળ ભીના હોય છે ત્યારે તે નાજુક, નબળા અને સરળતાથી તૂટી શકે છે. તે માટે વાળને કોમ્બો કરવાનું ટાળવું જોઈએ.
આમ, વાળને ખરતા અટકાવવા માટે એલોવેરા લગાડવું, દરરોજ વ્યાયમ કરવો, વાળને કોઈ પણ ચીજથી ના બાંધવા, દેશી મહેંદી લગાડવી, નારીયેલ અને આબલાના તેલનો ઉપયોગ કરવો અને સંતુલિત અને પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવો જોઈએ, વગેરે બરાબર ધ્યાનમાં તેવામાં આવે તો આવી સમસ્યાને દુર કરી શકાય છે.