જયારે આપણા મોઢામાં કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ હોય છે, ત્યારે એક એવી પરિસ્થિતિ થાય છે કે જયારે આપણી સામે સ્વાદિષ્ટ વાનગીઓ ખુલ્લી પડેલી હોય છે પણ ચાંદી થવાના કારણે આપણે તે ખાવાની હિમંત થતી નથી. આ સમસ્યાથી આપણે આખો દિવસ જરાય ખાય શકતા નથી, અને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ચાંદી થવાથી ખોરાક ખાતી વખતે પીડા થાય છે. જેથી ભોજન કરવાની બરાબર મજા આવતી નથી. જે જરાક એવી ફોલ્લી આપણને આખો દિવસ અસ્વસ્થ રાખે છે.

ઘણી વાર, મોઢા કે જીભના ખૂલ્લ ઘા અથવા આંતરિક સમસ્યાના ઉદભવને ફોલ્લી કે ચાંદી કહેવામાં આવે છે. જે હળવા અને ઘેરા તથા ગુલાબી, લાલ રંગની હોય છે. જે સતત પીડા કરતી હોય છે. ખાલી તમે પાણીનો જ ઉપયોગ કરી શકો છો, જો બીજી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો મોઢામાં પીડા થાય છે.
ચાંદી થવાના કારણો :
જો તમે બરાબર ન ખાતા હોવ અને યોગ્ય રૂટીનના અભાવના કારણે આવી સમસ્યાઓ ઉભી થતી હોય છે. ફોલ્લીઓ થવા પાછળના ઘણા બધા કારણો છે. જે નીચે મુજબ છે.
- ધુમ્રપાન, તમાકુ, પાન-મસાલા, શરાબ, બળી ગયેલા તેલથી બનાવેલ ભોજન, ચૂનો, ખેની, ગુટખા, ચા-કોફી વગેરે ગરમ વસ્તુઓ ખાવાથી આ ફોલ્લીઓ થાય છે.
- ઠંડા પછી તરત ગરમ ખોરાક અને ગરમ ખોરાક પછી તરત ઠંડો ખોરક ખાવાથી પણ થઇ શકે છે.
- બ્રશ કરતી વખતે મોઢાના ભાગોમા અમુક જગ્યાએ ઈજા થવાથી.
- લાંબા સમયથી ઉધરસ, કબીજીયાત અને પેશાબને રોકવાથી વગેરેથી થઇ શકે છે.
- તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને કાચી વસ્તુઓ ઓછો ખાવી.

ચાંદી થવાથી આવી સાવચેતીઓ રાખવી :
- જો આ બે અઠવાડીયાથી વધુ સમય સુધી રહે તો ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. જે કેન્સરનું જોખમ પણ ઉભું કરી શકે છે.
- આનો ઉપચાર જાતે કરવો નહી અને મેડીકલ સ્ટોર પરથી જાતે દવાઓ લેવી નહી.
- ઉભા રહીને ક્યારેય ભોજન કરવું નહી, જમ્યા પછી તરત જ મો પાણીથી સાફ કરી નાખવું જોઈએ.

ચાંદીને આવી રીતે નિયંત્રિત કરી સહાય છે :
- મહેદીના પાન, બેરી, ટામેટા, માલ્બેરી, આખી કોથમરી, વરિયાળી વગેરેને મિસ્ક કરીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરો અને આ પાણીથી દિવસમાં ત્રણ થી સાત વખત ગાર્ગલ (કોગળા) કરવા જે ઉપયોગી સાબિત થાય છે.
- ફોલ્લી પર જાસ્મીન, ગુવાર અરહરના પાંદડા અથવા બાફેલી દાળ અને મુલ્હાટીના ટુકડાઓ મુકો, અને થોડા સમય પછી ધીમે-ધીમે ગળી જવું.
- લીંબુડીના બે કે ત્રણ પાન, હળદર અથવા જીરું વગેરે ચામાં નાખીને બનાવવામાં આવેલ ‘હર્બલ ડ્રિક્સ’ નો ઉપયોગ કરવો.
- ફોલ્લી પર રાત્રે સુતી વખતે દેશી ગાયનું ઘી લડાવવું.
- મિલ્ક ક્રીમ, થાઈમ, લીલી ઇલાયસી, નાની હરદના ચૂર્ણ વગેરે મિશ્રણ કરીને લગાડવું.
- રંધાતા નારીયેળ તેલ પણ લગાડવાથી સારા એવા પ્રમાણમાં ફાયદો થાય છે.