મનુષ્યને જીવંત રહેવા માટે ખોરાક ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. પણ ખોરાકને જો બરાબર ના લેવામાં આવે, સમયસર ના લેવામાં, કા તો વધુ પડતો લેવામાં આવે વગેરે કારણોસર જે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે. તેથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભગવાન શિવજી આવી વાત કરેલી છે જેની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.
આધ્યાત્મિક જીવન :
આધ્યાત્મિક જીવન વિશે શ્રી આંનદમૂર્તિ આવું જણાવે છે કે સાધનાના માધ્યમથી લોકો તેના લક્ષાંક સુધી પહોચી શકે છે. આ ત્યારે સફળ થાય છે જયારે તે લોકો પરમાત્માને તેનું કેન્દ્ર બિંદુ બનાવે છે. પરમાત્મા એટલે પરમપુરુષ આધ્યાત્મિક સાધકોને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે. અને બીજી બાજુ મનુષ્ય તેના લક્ષ્ય સુધી પહોચવામાં સફળ રહે છે. અને ઘણા લોકો આવો અનુભવ કરે છે કે પરમપુરુષની સહાનુભુતિ અને કૃપાથી તેને સફળતા પ્રાપ્ત થઇ નથી. આવા લોકો આધ્યાત્મિક જીવન તરફ ખેચાતા નથી. તેથી દરેક સાધક આધ્યાત્મિક સાધકને નિયમિત સાધનની સાથે, નૈતિકતાથી વધુને વધુ પ્રતિષ્ઠ થવું જોઈએ. અને વધારે ભક્તિ કરવી જોઈએ. આવું કરવાથી તે પરમપુરુષની કૃપા અનુભવ કરશે.

ઉત્તમ ભોજન કરવું જોઈએ :
આવું ઉચિત નથી કે જે મળ્યું તે ખાવું જોઈએ. તમારે એવું ભોજન કરવું જોઈએ જે શરીર, મન અને આત્મા પર લાભદાયક પ્રભાવ પાડે તેવું ભોજન કરવું જોઈએ. લોકો માટે આ ઉચિત નથી કે જે ઉપલબ્ધ હોય તે જ ખાવું ? પણ ઘણા લોકોને આવી ખબર હોતી નથી કે તેના સ્વાસ્થ્ય ને ખુબજ નુકશાન કરી શકે છે. તેથી ઓછુ ખાવ પણ સારું ભોજન કરવું જોઈએ જે લોકોના શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
આ વિશે ભગવાન શિવજીએ કહ્યું છે :
ઉચિત ભોજન, ઉચિત વ્યવહારથી શરીરનું પવિત્રીકરણ અને શુદ્ધિકરણ થયા બાદ બીજા અન્ય અભ્યાસોનું પણ શુધ્ધિકરણ કરવું જોઈએ. અત્યારે દરેક જગ્યાએ થોડા ઓછા પ્રમાણમાં લોકોની માનસિક સ્થિતિ બગડતી જાય છે. અને લોકો તેનો વધુ મુલ્યવાન સમય વધારે પડતી ચિંતા કરવાથી બગાડે છે.

ધારો કે મનુષ્યની આયુષ્ય 60 વર્ષ છે. તેમાંથી તે 20 વર્ષ સુવામાં જતા રહે છે. હવે 40 વર્ષ રહ્યા છે, જે તેના નાના-મોટા કામમાં જતા રહે છે. પ્રશ્ન હવે એવો છે કે મનુષ્ય સારા કામ કરવા માટે કેટલો સમય ફાળવે છે ? આ માનસિક અભીચારને રોકવાનો લોકોએ પ્રયાસ કરવો જોઈએ. મનુષ્યે તેની શ્વસન પ્રણાલી ઉપર નિયંત્રણ કરવું, કારણ કે તે વિચારના પ્રવાહને રોકે છે. જ્યાં તમે કંઇક વિચારો છો ત્યારે તમારા શ્વાસની ક્રિયા ઝડપી થાય છે. આવી ક્રિયાને ‘ હઠયોગ સમાધિ ’ કહેવામાં આવે છે. ત્યારે માનસિક પ્રવાહ શારીરિક પ્રવાહ સાથે એક થઇ જાય છે. તેથી શ્વાસ પર અમુક હદે નિયંત્રણ અતિ આવશ્યક છે. આથી તેની સાથે વિવેક અને વિવેકશીલ વધારે છે. તેથી શરીર પર નીકળતા બિનજરૂરી પ્રવાહને દુર કરવા જોઈએ.
માનસિક સ્તરમાંથી પણ નીકળતા બિનજરૂરી પ્રવાહોને દુર કરવા જોઈએ. જે તમારા મનના ભારને હલકો કરે છે. તમારા મનમાંથી નીકળતા બિનજરૂરી અને વ્યર્થ વિચારોને હટાવવાથી તમે વિવેકશીલ બનવામાં સરળતા રહે છે. તેથી આનો અભ્યાસ તમારે જરૂર કરવો જોઈએ. લોકોને ખબર હોવી જોઈએ કે તે કોણ છે ? તેણે ક્યાં જવાનું છે ? તે પરમાત્મા માંથી આવે છે અને પરમાત્મામાં ભળી જશે. આધ્યાત્મિક સાધકોને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
આમ, લોકોએ એક શ્રેષ્ઠ માણસ બનવાની જરૂર છે. અને તેનું મન પવિત્ર હશે એટલે તેનું શરીર અને જીવન પણ પવિત્ર હશે. આવી રીતે લોકોએ તેના જીવનમાં બંને સારા ભોજન કરવાથી તેનું જીવન સફળ બને છે.