ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક વહેલી સવારે ઉઠવાનો જરૂર પ્રયત્ન કરેલો હશે ? આ વાત સો ટકાની છે, પણ તેમાંથી કેટલાકને સફળતા મળી હશે અને કેટલાકને નિષ્ફળતા. પણ હવે તમે આ મહિતી મેળવશો એટલે તમારે વહેલા જાગવાની ટેવ ચોક્કસ પડી જશે. જો તમે નીચે દર્શાવેલ માહિતીને બરાબર રીતે પાલન કરશો તો તમે ચોક્કસ ફાયદો થશે.
એરીસ્ટૉટલ એવું કહેલું છે કે : “ સૂર્યોદય ન થાય તેની પહેલા ઉઠવું એ સારી બાબત છે, જે આપણને સ્વાસ્થ્ય, સમૃદ્ધ અને બુદ્ધિમાન બનાવે છે. ”
વહેલા ઉઠાવાની ટેવ આ રીતે પડી શકાય છે :

જો આપણે Healthy અને productive બનવું હોય તો આપણે વહેલા ઉઠવાની ટેવ પાડવી હોય તો નીચે આપેલી બાબતો ને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ. વધારે માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે
વહેલા ઉઠવા માટે ચોક્કસ સમય નક્કી કરવો :
ઘણા લોકો તો એવું કરતા હોય છે કે તે જોશમાં આવીને વહેલા સુઈ જાય અને વહેલા જાગી જવાનું પ્લાનીગ કરતા હોય છે, આ પ્લાનીગ બે કે ત્રણ દિવસમાં જેવું રૂટીન હતું તેવી જગ્યા આવીને ઉભું રહે છે. આવું ના થાય એટલા માટે તમારે ચોક્કસ સમય નક્કી કરવો જેમ કે વહેલા 5 વાગ્યે કે 6 વાગ્યે. આ સારી રીતે મનમાં સેટ કરી લેવું જોઈએ. જયારે તમને રાત્રે સુવાનું મન થાય ત્યારે તમે સુઈ શકો છો. આવું તમારે થોડાક દિવસો કરવું. પછી આ કાર્ય તમારે રૂટીન થઇ જશે.
રાત્રે સુતી વખતે આપણા મનને નોટીફીકેશન કરવી :
ખાસ મહત્વની બાબત છે કે જયારે આપણે રાતે સુઈ છીએ ત્યારે આપણે સુતા પહેલા ‘ મારે આજે વહેલું ઉઠવાનું છે ’ તેવું મનમાં વિચારી લેવું જોઈએ. સુતી વખતે આપણે પોઝીટિવ થિન્કિંગ કરીને સુવું જોઈએ કે મારે વહેલા સ્કુલે કે જોબે જવાનું છે. આવું વિચારીને સુવાથી તમારે વહેલા જાગવાની ટેવ પાડવામાં સરળતા રહે છે.

વહેલા જાગવાથી જે ફાયદાઓ થાય છે તેને ધ્યાનમાં રાખવા :
જો તમારે વહેલા ઉઠવાનું હોય તો ફાયદાઓને ધ્યાનમાં રાખીને સુવું જોઈએ. જેટલું સારું વિચારસો તેટલો તમને સારો ફાયદો થશે અને મનમાં સારી ટેવ પડે છે. જેથી આપણે વધારે સક્રિય થઈએ છીએ. જો વહેલા ઉઠવાથી આપણને વધારે ટાઇમ મળે છે અને જે કામ પેન્ડીંગ માં પડેલું હોય છે તે પૂરું થઇ જાય છે. આવા ફાયદાઓ થાય છે તે જો રાત્રે સુતી વખતે ધ્યાનમાં લેવામાં આવે તો વહેલા જાગવાનું મન આપણને થાય છે.
આલાર્મનો ઉપયોગ કરવો :
જો તમારે વહેલા ઉઠવાની ટેવ પાડવી હોય તો આલાર્મનો ઉપયોગ પણ કરી શકાય છે. ઘણા લોકોને વહેલા ઉઠવું હોય છે તે આ નેચરલ રીતે તે જાગી શકતા નથી. એટલા માટે તેઓ આલાર્મનો ઉપયોગ કરી શકે છે. તેણે જેટલા વાગ્યે જાગવું હોય તેટલા વાગ્યે તે સેટિંગ કરીને મૂકી શકે છે. આમ થોડાક દિવસો કરવાથી તમને ટેવ પડી જશે. બને ત્યાં સુધી આલાર્મ દુર રાખવું. જે ફાયદાકારક છે. આ એક કૃત્રિમ ઉપાય છે.
વહેલા ઉઠાવાની ધીમે-ધીમે ટેવ પાડવી :
સૌ પ્રથમ તો તમે જે સમયે જાગતા હોવ તેના કરતા 15 મિનીટ વહેલા જાગવું એમ ધીરે ધીરે કરવું, પછી જયારે તમારે વહેલા જાગવું હોય તે ફિક્સ સમય નક્કી કરવો. જો તમે આમ નહી કરો તો તમને તમારી બોડી સાથ નહી દે. એટલે ધીરે-ધીરે આ હેબીટ પાડવી. આવું કરવાથી સારો ફાયદો થાય છે.

વહેલા જાગવા માટે Excited રહેવું જોઈએ :
આ સૌથી અગત્યની બાબત છે, જો તમે ઉઠવા માટે તૈયાર ન હોવ તો તમે ગમે તેટલું વહેલા ઉઠવાનું નક્કી કરશો તે બધું નકામું છે. એટલા માટે આને ખાસ મહત્વ દેવામાં આવે છે. તે માટે તમારે સૌથી પહેલા મનને એકાગ્રહ કરવું જોઈએ અને અંદરથી inspire કરવું જોઈએ. અને વહેલા ઉઠવા માટે જુસ્સો રાખવો જોઈએ. આવી રીતે કરવાથી વહેલા ઉઠવાની હેબીટ પડશે.
જેટલી સમસ્યાઓ આવે તેને દુર કરતા રહેવું જોઈએ :
ઘણી વખત આપણને સૌને વહેલા ઉઠવાનું વિચારતા હોઈએ છીએ, પણ તે ઘણીવાર ફેલ જાય છે. અને આપણે જે સમયે જાગવાનું હોય છે તે ફક્ત બે ત્રેણ દિવસ સુધી જાગી શકાય છે પછી આગળની રૂટીન બાબત ફરીથી ચાલુ થઇ જાય છે. આના જેવા અનેક કારણો આવવાથી વહેલા જાગવાનું નક્કી કરવાનું અસફળ થાય છે. આવા કારણો દુર કરવા પડશે. જે કારણોથી તમે વહેલા જાગી શકતા નથી તે શોધો અને પછી તેનું નિરાકરણ કરો. આ કારણો દુર થવાથી તમે વહેલા જાગવાની આદત પડી જશે.
આમ, જે લોકોને વહેલા ઉઠવાની હેબીટ પાડવી હોય છે તેને ઉપર દર્શાલેવા તમામ મુદાઓ સારી રીતે સમજવાના રહે છે, અને ખાસ મહત્વની બાબત છે કે એકાગ્રહ મન રાખીને થોડા ટાઈમ કરવાથી આપો-આપ હેબીટ પડી જાય છે. એક ગુજરાતીમાં કહેવત છે કે “ મન હોય તો માળવે જવાય ” આનો અર્થ એ થાય છે કે “ જે તમે ધારો તે કરી શકો છો.” અશક્ય ને શક્ય બનાવતા શીખવું જોઈએ.