કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય છે ત્યારે ગણપતિદાદાના નામ પરથી થાય છે. પાર્વતી નંદન ગણપતિના ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલ છે. જેનો પોતાનો મહિમા હોય છે. કારણ કે ગણેશજીના નમન કરવામાં આવે તો તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થાય છે અને તમારી બધી ભૂલો માફ થાય છે. હવે આપણે આ સુપ્રસિદ્ધ મંદિરો વિશે માહિતી મેળવીએ.

1.લાડલે ત્રિનેત્ર ગણેશજી મંદિર – રાજસ્થાન :
લાડલે ત્રિનેત્ર ગણેશજીનું આ મંદિર રાજસ્થાનના સવાઈ મોધાપુર જીલ્લામાં આવેલ છે. આ વિશ્વ ધરોહારમાં સામેલ રણથંભોર દુર્ગના જેવું બનાવવામાં આવેલ છે. આ મંદિર વિશે તો એવી વાતો જાણવા મળે છે કે ભગવાન રામ લંકા જતા પહેલા આ ગણેશજીની પૂજા કરી હતી. ત્રેતાયુગમાં આ પ્રતિમા રણથંભોલના સ્વયંભુ રૂપમાં પ્રસ્થપિત કરવામાં આવી હતી અને સમય જતા આ લુપ્ત થઇ ગઈ હતી.

મંદિરને લઈને એક બીજી માન્યતા છે જે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના વિવાહ રુક્મણીની સાથે થયા હતા, ત્યારે કૃષ્ણની ભૂલ થવાને કારણે તે ગણપતિજીને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હતા. તેથી ગણપતિજી નારાજ થવાથી તેને મુષકને બોલાવીને આદેશ આપ્યો કે વિશાળ ચુહાની સેના લઈને જાવ અને કૃષ્ણના રથની ચારેય બાજુ બધી જ ધરતી પોલી પડી દો, જેના કારણે ભગવાન કૃષ્ણનો રથ ફસાય ગયો હતો. મુષકોએ બતાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણને તેની ભૂલની ખબર પડી હતી. અને પછી રણથંભોર સ્થિત જગ્યાએ ગણેશજીને લેવા માટે ગયા હતા અને પછી તેના વિવાહ સંપન્ન થયા હતા. ત્યારથી ગણેશજીને વિવાહ અને માંગલિક પ્રસંગો માટે પ્રથમ આમંત્રણ આપવામાં આવે છે. આ કારણથી સાબિત થાય છે કે રણથંભોર સ્થિત ગણેશજીનું મંદિર ભારતનું પહેલું છે.
2. કનીપક્ક્મ વિનાયક ગણપતિજી – આંધ્રપ્રદેશ :

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં કનીપક્ક્મ વિનાયક ગણપતિજીનું એક મંદિર છે. આ મંદિર નદીની વચ્ચો-વચ્ચ આવેલું છે. અહિયાં જે શ્રધ્ધાળુઓ આવે છે તે દરેકની મનોકામના ગણેશજી સાંભળે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, અહિયાં દરેક ભક્તજનો તેની ભૂલોની માફી માંગીને તેની ફરિયાદ પૂરી કરવાની ગુહાર લગાવે છે. કનીપક્ક્મ મંદિરની સ્થાપના 11મી સદીમાં ચોલ રાજા કુલોતુંગ ચોલ પ્રથમે બનાવ્યું હતું. આવું કહેવામાં આવે છે કે મંદિરમાં મોજુદ ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધે છે. અને બીજી વાત તો તમે સંભાળીને હેરાન થઇ જશો. ભક્તો તેના દુઃખ સિવાય તેના વાદ-વિવાદના મુદાઓ પણ લઈને આવે છે. અને તેની ભૂલો સુધારવાની પ્રતિજ્ઞાઓ પણ લે છે. પરતું ગણેશજીના આ મંદિરે જવા માટે ભક્તોએ નદીમાં ડૂબકી લગાવવી પડે છે.
3. પહોરી કિલ્લામાં ગણેશજીનું મંદિર અદભુત છે :
ગણેશજીને તમારા મનની વાત કોઈ પણ મંદિરે વિશેષ જવાની જરૂરત નથી. પરતું આપણે જે ગણેશજીના મંદિરની વાત કરવાની છે, ત્યાં એક પ્રથા અદભુત છે. અહિયાં ભક્તો તેના મંનતો ની જોળી ભરવા માટે ગણેશજીને નારિયલ ચડાવે છે. એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ યુવતી લગ્ન ના થતા હોય તો તે મંદિરમાં નારિયેળ મુકવામાં આવે તો તેની શાદી ઝડપથી થઇ જાય છે. આ પ્રાચીન પહોરી કિલ્લામાં ગણેશજીનું મંદિર બનેલું છે. જે 200 સાલ પુરાણું છે. એવી માહિતી મળેલ છે કે બાલાબાઈ સીતોલેને 1737માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
4. ગણેશજીનું આ મંદિર પણ બેમિસાલ છે :
ઉજ્જેનમાં આવેલું પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની પાસે મોટા ગણેશજીનું મંદિર બેમિસાલ છે. આ મંદિરમાં જે મૂર્તિ છે, તે વિશ્વભરમાં જે મોટી મૂર્તિઓ છે તેમાની એક છે. જાણકારી અનુસાર સ્થાપિત પ્રતિમાની સ્થાપના મહર્ષિ ગુરુ મહારાજ સિધ્ધાંત વાગેશ પં. નારાયણ વ્યાસને કરાવી છે. તમને જાણવાથી નવાઈ લાગશે. આ મૂર્તિમાં સિમેન્ટનો ઉપયોગ જરાય કરવામાં આવ્યો નથી. આ મૂર્તિમાં ગોળ અને મેથીના દાણાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને સાથે ઈંટ, ચૂનો, પણ્યો અને રેતી વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિને બનાવવા માટે પવિત્ર તીર્થ સ્થળોથી જળ મંગાવવામાં આવેલ અને સાત મોક્ષપુરીઓ( મથુરા, દ્વારિકા, અયોધ્યા, કાશી, ઉજ્જેન, કાંચી અને હરિદ્વાર)થી માટી લાવવામાં આવેલ હતી. જેથી આ સ્થાનને વધારે પવિત્ર માનવામાં આવે છે.
5. મધુર મહાગણપતિ મંદિર – કેરળ :

આ મંદિર કેરળમાં મધુરવાહિની નદીના કિનારા પર છે. મંદિરનું નામ મધુર મહાગણપતિ છે. આનું નિર્માણ 10મી શતાબ્દીમાં બનેલું હશે તેવું માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ મંદિર પહેલા ભોળાનાથનું હતું. એક દિવસ મંદિરના પૂજારીનો નાનો છોકરો મંદિરમાં આવ્યો અને તેણે મંદિરની દીવાલ ઉપર ગણેશજીની આકૃતિ બનાવી. એવું માનવામાં આવે છે મંદિરના ગૃહભાગમાં જે આકૃતિ હતી તે ધીરે-ધીરે તેનો આકાર વધારવા લાગી. તેથી આ મંદિરને વિશેષ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે એક દિવસ ટીપું સુલતાન આ મંદિરને ધ્વસ્ત કરવા આવ્યો હતો પણ અચાનક દિમાગ ફરવાથી તે મંદિરને ક્ષતિ પહોચાડ્યા વગર જતો રહ્યો. એવી માન્યતા છે કે ગણપતિજી તેના દ્વારે આવેલ કોઈ પણ ભક્તને ખાલી હાથે જવા દેતા નથી.
6.અષ્ટવિનાયક મંદિર – મહારાષ્ટ :
સનાતન ધર્મમાં જેમ 12 જ્યોતિલિંગનું વિશેષ મહત્વ છે તેમ ગણપતિજીની પૂજા માટે મહારાષ્ટનું અષ્ટવિનાયક મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. મહારાષ્ટમાં પુણેની આસપાસ 8 વિશેષ અષ્ટવિનાયક મંદિર છે, જે લગભગ 20 થી 110 કિલોમીટરમાં ફેલાયેલા છે. જાણકારી મુજબ આમાં વિરાજિત ગણેશજીની મૂર્તિ સ્વયંભુ છે. અષ્ટવિનાયકના આ 8 મંદિર બહુ જ પ્રાચીન છે. આ બધાય મંદિરોના વિશે ગણેશ અને મુદ્ર્લ પુરાણમાં પણ જાણવા મળે છે. આ આઠ ગણપતિજીના ધામોની યાત્રાને અષ્ટવિનાયક તીર્થના નામ પરથી ઓળખવામાં આવે છે. આ આઠેય મૂર્તિઓને તમે જો ક્રમમાં દર્શન કરો તો તમારી અષ્ટવિનાયકની યાત્રા સફળ થાય છે અને તમારા મનની બધીય મુરાદે પૂરી થાય છે.