ભારતીય ધર્મ સંસ્કૃતિના બે મહાન ધર્મ ગ્રંથો છે. જે રામાયણ અને મહાભારત, આ મહાન ધર્મ ગ્રંથોમાં એવી કેટલીક બાબતો છે જે લોકોના જીવનમાં આવતી અનેક સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. જયારે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે અનેક એવી ઘટનાઓ બની હતી. જે સમજવાથી આપણી જિંદગીનો ઉધાર થાય છે. મહાભારતમાં જયારે અર્જુને પોતાના હથિયારો નીચે મૂકી દીધા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને ગીતાનું જ્ઞાન આપ્યા પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો. જયારે તેને અધર્મ વિશે સંપૂણ સમજાયું પછી તે યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો. હવે આપણે ઈશ્વરે પામવાના માર્ગ વિશે વાત કરીશું.

મનુષ્યનો સ્વભાવ એવો હોય છે કે તેને વિચારવાનું બહુ જ મન થાય છે. વિચારવું એ ખોટી વાત નથી, પણ તેની અમુક મર્યાદાઓ હોય છે. જો વ્યક્તિ વધુ વિચારે તો, તે અમુક સમય પછી તે ચિંતામાં ફરી જાય છે. જે જીવન માટે નુકશાનકારક સાબિત થાય છે. દુનિયામાં હજારો લોકો ચિંતા કરતા હોય છે. તેમાંથી માત્ર બે-ત્રણ ટકા જ ચિંતન કરતા હોય છે. જ્યાં જીવન હોય છે ત્યાં ચિંતા હોય છે, ચિંતા કરવાથી કેવી મુશ્કેલીઓ થાય છે તે આપણે બધાને ખબર છે.
ચિંતા કરવાથી નકારાત્મક પરિણામો મળે છે જે આપણા ધર્મશાસ્ત્રોમાં, ગ્રંથોમાં પણ કહેવામાં આવેલ છે. ગીતામાં કૃષ્ણએ ભવિષ્યની ચિંતાને વ્યર્થ બતાવી છે, કારણ કે જો વ્યક્તિ તેનું રૂટીન જીવન છોડીને ભવિષ્યની ચિંતા કરવાથી તેનો સમય નષ્ટ થાય છે. તો આવા વ્યક્તિને વર્તમાન જીવનમાં સમય ક્યાંથી મળશે ?
ઈશ્વરને પામવાનો રસ્તો :
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે ઈશ્વરે કેવી રીતે પ્રાપ્ત કરશે ? ખાસ મહત્વની વાત તો એ છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચિંતનની જરૂર છે, ચિંતાની નહિ. તેથી ભારતીય સંસ્કૃતિમાં ચિંતનને વધારવા માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એક એવું સંશોધન થયું છે કે જો ચિંતા પર કાબુ કરવામાં આવે તો તમે તમારી જાતને વધારે મજબુત અને કાબિલ બનાવી શકો છો.

એવું કહેવાય છે કે ‘ ચિતા એ મરેલા માણસને મારે છે, જીવતા માણસને ચિંતા મારે છે’ તેથી ખોટી ચિંતા કોઈ વ્યક્તિએ કરવી નહિ અને જો તે વ્યર્થ વગરની નાની નાની વાતોમાં ચિંતા કરે તો તે મુર્ખ માણસ કહેવાય છે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે તેને લોકોએ શાંત રીતે સમાધાન કરવું અને વિવેકપૂર્ણ નિર્ણયો લેવા જે સાચું ચિંતન કહી શકાય છે.
ચિંતનશીલ વ્યક્તિઓને કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળે છે. અને કદાચ ના પણ મળે તો તે શોધી કાઢતા હોય છે. આવા વ્યક્તિઓ પાસે સહનશક્તિ અને વિવેક વધારે હોવાથી તે સમસ્યાઓથી દુર જવાને બદલે તેનો સામનો કરે છે. તે સામનો કરવાથી પચાસ ટકા સમસ્યાનું હલ કરી નાખે છે. આવા વ્યક્તિઓને બુદ્ધિશાળી કહેવાય છે.

ભૂતકાળ, ભવિષ્યકાળની ચિંતા કરવાથી તમારો વર્તમાનકાળ નષ્ટ થાય છે. આપણે બંધ દરવાજા વિશે જાણવાનું નથી, પરતું ખુલ્લા દરવાજા વિશે જાણવાનું છે. આ કેવી રીતે થાય તેના વિશે નથી જાણવાનું. આને કેવી રીતે ઉકેલી શકાય તે વિચારવાનું છે.
ધર્મ અને આધ્યાત્મિક આપણને આવું જ શીખવે છે. જે સમસ્યાનું નિરાકરણ શોધે છે અને તે અનુસરવામાં આવે તો આપણું જીવન અમુલ્ય બને છે અને પ્રગતિના પંથે વિકાસ કરે છે. આમ, ઈશ્વરે શોધવાની જરૂર નથી. જે તમારામાં જ ઈશ્વરનું સ્થાન રહેલું છે. જેને આપણે પારખવાથી પામી શકાય છે.