પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવેલ છે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત છે. આ પર્વતની અનેક રહસ્યમય ઘટનાઓ છે. શિવપુરાણ, સ્કંદપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં કૈલાસ પર્વતનું નામ જુદું જ છે અને અલગ-અલગ અયાધ્ય આપેલા છે. જેમાં કૈલાસ પર્વતનો મહિમા વિશે બતાવવામાં આવેલ છે. પૌરાણિક માન્યતાઓ એવું કહે છે કે કૈલાસ પર્વતની પાસે એક અદભુત અને પ્રાચીન ધનકુબેર નગરી હતી. પરતું આ સ્થાન વિશે બરાબર કોઈ માહિતી મળેલ નથી. હવે આપણે કૈલાસ પર્વતના રહસ્ય વિશે વિસ્તૃત સમજુતી મેળવવાની છે.

આ પર્વત પર સારી આત્માઓ વાસ કરે છે તેવું માનવામાં આવે છે :
જે લોકોએ તેના જીવનમાં સારા કામો અને પુણ્યનો રસ્તો અપનાવ્યો હોય છે, જયારે તેનું અવસાન થાય છે ત્યારે બાદ તેને કૈલાસ પર્વતમાં સ્થાન મળે છે. એવું માનવામાં આવી રહ્યું છે. અહિયાં પ્રાચીનકાળની સારી આત્માઓનું વાસ થયેલ છે. આ સ્થાનને હંમેશા પવિત્ર શક્તિઓનું સ્થાન માનવામાં આવે છે.
કૈલાસ પર્વતની આકૃતિ :
આ પર્વતની આકૃતિ એક પિરામિડ સમાન છે, અને વૈજ્ઞાનિકો તો એવું માને છે કે આ સ્થાન ધરતીનું કેન્દ્ર છે. રામાયણમાં પણ આ પીરામીડ છે તેવો ઉલ્લેખ જોવા મળે છે. જેનું વર્ણન દુનિયાની નાભી અને દુનિયાનું કેન્દ્રબિંદુના રૂપમાં કરવામાં આવે છે. આને આકાશીય અને ભૌગોલોક ધરતીના ધ્રુવો માનવામાં આવે છે. આ એ સ્થાન છે કે જ્યાં આકાશ અને ધરતી એક સાથે ભેગા થાય છે. અહિયાં દસે દિશાનું મિલન થાય છે અને તમે અહિયાં આવો તો અલૌકિક શક્તિઓનો સંપર્ક તમે કરી શકો છો.

હિમાલયનું કેન્દ્ર છે કૈલાસ પર્વત : ધરતીનો આ એક બીજો ઉત્તર ધ્રુવ છે અને બીજી તરફ દક્ષિણ ધ્રુવ છે. આ બંનેની વચ્ચે હિમાલય અને હિમાલયનું કેન્દ્ર કૈલાસ પર્વતને માનવામાં આવે છે.
આવી છે કૈલાસ પર્વતની સંરચના : કૈલાસ પર્વતની રચના કંપાસના ચાર બિંદુઓની સમાન છે. કૈલાસ પર્વત ઉપર ચડવાની સખ્ત મનાઈ છે. પણ એવું માનવામાં આવે છે 11મી સદીમાં એક તિબેટીયન બૌદ્ધ યોગી મીલારેપાએ આ કૈલાસ પર્વતની યાત્રા પૂરી કરી હતી.
મહાન નદીઓથી ઘેરાયેલો છે કૈલાસ પર્વત :
ભૌગોલિક પરીસ્થીની વાત કરીએ તો કૈલાસ પર્વત સિંધુ, બ્રહ્મપુત્ર, સતલજ અને ઘાઘરા વગેરે મહાન નદીઓથી આ કૈલાસ પર્વત ઘેરાયેલો છે. કૈલાસ માનસરોવર જે મીઠા પાણીનું દુનિયાનું સૌથી ઉચાઈએ આવેલું મોટું સરોવર છે. જેનો આકાર સૂર્ય જેવો માનવામાં આવે છે. અહિયાં રાક્ષસ(ખારા) સરોવર પણ છે, જે દુનિયાની સૌથી ઊંચાઈએ આવેલું ખારા પાણીનું સરોવર છે. આનો આકાર ચંદ્ર જેવો માનવામાં આવે છે. આને હકારાત્મ અને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. હવાઈ દ્રશ્યો જોવા માટે આ સરોવરો અને પર્વતોને જોવા માટે તમારે સ્વભાવિક પણે મન થાય છે. હવે આપણે કૈલાસ પર્વતની ધાર્મિક માન્યતા વિશે માહિતગાર થઇ છીએ.

અલૌકિક શક્તિનો પ્રવાહ :
માન્યતા એવી છે કે અહિયાં પુણ્ય આત્માઓ જ નિવાસ કરે છે. કૈલાસ પર્વત અને તેની આસપાસના વાતાવરણ પર વૈજ્ઞાનીકોએ સંશોધન કર્યું છે કે ચારેય બાજુથી એક પ્રકારની અલૌકિક શક્તિનો પ્રવાહ છે. જેમાં અત્યારે પણ કેટલાક ઋષીઓ સાધના કરી રહ્યા છે અને ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરે છે.
ડમરું અને ઓમનો અવાજ :
જો તમે કોઈ દિવસ કૈલાસ માનસરોવર માટે ટુરીઝમમાં જાવ ત્યારે તમને ત્યાં એક પ્રકારની નિરંતર ધ્વની સાંભળવા મળશે. જો ધ્યાનથી સંભાળવામાં આવે તો તમને ડમરુંનો અવાજ પણ સાંભળવા મળશે. આ અવાજ ક્યાંથી આવે છે તે હજી સુધી કોઈને ખબર નથી. વૈજ્ઞાનીકોનું એવું કહેવું છે કે જયારે હવા પર્વત સાથે અથડાય છે અને પર્વતનો બરફ ઓગળવાથી જે અવાજ ઉતપન્ન થાય છે. આટલું જ નહી ક્યારેક તો આકાશમાંથી વિશેષ પ્રકારની દિવ્ય રોશની જોવા મળે છે એવી વાત કરવમાં આવે છે.