આધુનિક સમયમાં લોકોને ભૂલવાની આદત પડી ગઈ છે, તેથી આ કારણથી ઘણા બધા લોકો પરેશાન છે. આના અનેક કારણો છે જેમ કે તણાવ અને અનિન્દ્રા મુખ્ય છે. વળી, શરીરમાં પોષક તત્વોની ઊણપના કારણે લોકોની યાદશક્તિ નબળી પડતી હોય છે. આ ફરિયાદ બાળકોમાં અને યુવાનોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.
પ્રાચીન સમયમાં યાદશક્તિને વધારવા માટે ધ્યાન કરવામાં આવતું હતું. યોગ કરવાથી લોકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સાનુકુળ અસર થાય છે. યોગના કેટલાય પ્રકારો છે. તેમાંથી આ એક “ સિદ્ધાસન ” યોગ છે. આ યોગ કરવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. સિદ્ધાસન કરવાથી બીજા અનેક સ્વાસ્થ્યને લગતા લાભો થાય છે. જો તમે આના વિશે જરાય પણ ના જાણતા હોય તો હવે આપણે તેના ફાયદાઓ અને લાભો વિશે માહિતી મેળવીએ.

સિદ્ધાસન યોગ શું છે :
સિદ્ધાસન શબ્દ બે અક્ષરનો બનેલો છે, સિદ્ધ+ આસન. સિદ્ધ એટલે પૂર્ણ. તેથી આ યોગ દ્વારા, વ્યક્તિ બધી રીતે સંપૂર્ણ સ્થિતિમાં પહોચે છે, ત્યાં વ્યક્તિની ચેતનાને જાગૃત કરે છે. આનાથી તણાવ અને હતાશા દુર થાય છે. પરતું યાદશક્તિમાં પણ સુધારો થાય છે.

સિદ્ધાસન યોગ કેવી રીતે કરવો :
સૌ પ્રથમ તો સારી જગ્યા પસંદ કરવી કે જ્યાં અવાજનું પ્રમાણ ના હોય અને શાંત હવા ઉજાસ વાળી જગ્યા પસંદ કરવી. આ માટે સૌ પ્રથમ, સપાટ જમીન પર યોગનું આસન(સાદડી અથવા કાર્પેટ ) લો. હવે દાંડાસન મુદ્રામાં સૂર્યની સામે બેસો. આ પછી, તમારા પગ એકબીજાની એડી પર રાખો. શરીરને સીધી લાઈનમાં રાખો અને શરીરને આરામમાં રાખો. અને તમારા બંને હાથને જ્ઞાનમુદ્રામાં રાખીને ધ્યાન કરવું. આ આસન રોજ કરવું અને જો તમને સવાર અને સાંજે સમય મળે તો બે વખત આ સિદ્ધાસન કરી શકાય છે.

સિદ્ધાસન કરવાથી થતા ફાયદાઓ :
- આ આસન કરવાથી પાચનતંત્ર મજબુત થાય છે.
- પેટને લગતી તમામ સમસ્યાઓ દુર આ આસનથી થાય છે.
- મગજ આ આસન કરવાથી તેજ થાય છે.
- બ્રેનમાં જે દુખાવો થાય છે તેનાથી છુટકારો મેળવી શકાય છે.
- તણાવ અને હતાશા દુર થાય છે.
- આ આસન કરવાથી હૃદય અને શ્વાસ સબંધી બીમારીઓથી બચી શકાય છે.
- બાળકોને આ આસન કરાવવાની આદત પડવી જોઈએ.
આમ, સિદ્ધાસન કરવાથી માનસિક અને શારીરિક બંને લાભો લોકોને થતા હોય છે. મહત્વની બાબત એ છે કે આ આસનને સારી રીતે કરવું જોઈએ.અન્યથા ગેરલાભ થઇ શકે છે. આ આસન દરરોજ કરવાથી લાભ થાય છે.