ગણપતિજીને એકદંતા કહેવાનું રાજ :
આ પૃથ્વી પર ગણેશજીનો મહિમા અપરંપાર છે, પણ શું તમે જાણો છો કે ગણેશજીને એકદંત શા માટે કહેવામાં આવે છે ? અને તેના દાંત ક્યાં અને કેવી રીતે ભાંગી ગયા હતા. આટલું જ નહી ધરતીથી ત્રણ હજાર ફૂટની ઉચી પહાડી પર કેવી રીતે સ્થાપિત થયા હશે ? તેનો રંગ કેમ કાળો હશે ? તો પછી ભક્તો અહિયાં કેવી રીતે આવતા હશે ? આ બધાય સવાલો વિશે આપણે નીચે પ્રમાણે સમજુતી મેળવીએ.

આ પહાડી ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે :
આપણે જે પહાડીની વાત કરીએ છીએ તે છત્તીસગઢમાં દંતેવાડાના બૈલાડીલાની ઢોલકલ પહાડી ઉપર સ્થાપિત છે. સમુદ્રના તળિયાથી 3000 ફૂટની ઉચાઇ પર ગણેશજીની પ્રતિમા આવેલ છે. ગણેશજીની પ્રતિમા ઢોલના આકાર જેવી દેખાય છે. આ કારણથી પહાડીને ઢોલકલ પહાડી ને ઢોલકલ ગણેશજીના નામ પરથી બોલવામાં આવે છે.
ગણેશજીના દાંત અહી ટુટવાથી કહેવાય છે એકદંત :
ઢોલકલના આસપાસના વિસ્તારોમાં એવી કથા સંભાળવા મળે છે કે ગણેશજી અને પરશુરામનું યુદ્ધ આ પહાડી પર થયું હતું. આ યુદ્ધ વખતે ગણેશજીનો એક દાંત ભાંગી ગયો હતો. જે પરશુરામની ફરસીથી પડી ગયો હતો. તેથી પહાડીની નીચે એક ગામનું નામ ફરસપલ રાખવામાં આવ્યું છે. આ સંગ્રહ ઘટનાને સૃષ્ટિના અંત સુધી યાદ રાખવામાં આવે, તેથી છિંદક નાગવંશી રાજાઓએ પહાડી ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હતી.

11મી શતાબ્દીમાં ગણેશજીની પ્રતિમા આવી હતી :
આ મૂર્તિને લઈને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ પ્રતિમાનું નિર્માણ અગિયારમી શતાબ્દીમાં થયેલું હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પ્રતિમા તે વખતના નાગ વંશના લોકો દ્વારા બનાવવામાં આવી હશે. આ પ્રતિમા 6 ફૂટ ઉચી અને 2.5 ફૂટ પહોળી છે. જે ગ્રેનાઈટ પથ્થર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે.
આ પ્રતિમા વાસ્તુકલાની દ્રષ્ટિએ ખુબજ અત્યંત કલાત્મક છે. ગણેશજીની આ પ્રતિમા ઉપર જમણા હાથમાં ફરસી, અને ઉપરના ડાબા હાથમાં ભાંગી ગયેલ દાંત, નીચેના જમણા હાથમાં અભય મુદ્રામાં અક્ષમાળા ધારણ કરેલી તથા નીચેના ડાબા હાથમાં લાડુ ધારણ કરેલ છે અને આયુધ રૂપમાં બિરાજમાન છે. હજી સુધી કોઈ લોકોને સમજાયું નથી કે આટલી ઉચાઇ પર ગણેશજીની પ્રતિમા અહિયાં કેવી રીતે આવી હશે.

બીજા શિખર પર પ્રતિમાની કદર જોવા મળે છે :
એવું જાણવા મળે છે કે તેના સ્થાનિક આદિવાસી લોકો આ એકદંત તેનું રક્ષણ કરે છે, તેથી આ આદિવાસી લોકો તેની પૂજા કરે છે. તેના કહેવા પ્રમાણે ઢોલકલ શિખરની પાસે થોડેક દુર બીજા શિખર પર દેવી પાર્વતી અને સુર્યદેવની પ્રતિમા પણ સ્થાપિત છે.
જે લગભગ 15 વર્ષ પહેલા આ પ્રતિમાની ચોરી થઇ ગઈ છે. આ ચોરી થયેલી પ્રતિમા વિશે હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પહાડી પર જવા માટે જંગલી જાનવરોનો ત્રાસ રહે છે. પરતું એવું કહેવામાં આવે છે કે ગણેશજીના દર્શન કરવા માટે જે ભક્તો જાય છે તેને હજુ સુધી કોઈ નુકશાન કરેલ નથી. આ ઢોલકલ પહાડી પર તમારે ચડવા માટે બહુજ કઠીન છે. પરતું બાપ્પાના દર્શન કરવા માટે ગમેતેમ કરીને લોકો ત્યાં જાય છે. અને તે ભક્તોની બધીય મનોકામના પૂરી કરે છે.