શું તમને ખબર છે કે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકાય છે. જો તમારે બીજા દેશોની મુસાફરી કરવી હોય તો વિઝા ફરજીયાત પણે લેવા પડે છે. આજે સરકાર દ્વારા ખુબ સારો નિર્ણય લેવામાં આવેલ છે. જે મુસાફરો માટે ખુશીના સમાચાર છે. તમે વિઝા વગર 16 દેશોમાં મુસાફરી કરી શકો છો, આવી જાહેરાત સરકાર દ્વારા આજે કરવામાં આવી છે.

રાજ્યસભાને લેખિત જવાબમાં આપણા દેશના વિદેશરાજ્ય મંત્રી વી મુરલીધરને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે 43 દેશોમાં વિઝાઓને એરાઈવલ સુવિધા આપતા હોય છે અને 36 દેશો ભારતીય મુસાફરોને ઈ-વિઝાની સુવિધાઓ આપે છે. જે મુસાફરો માટે ખુબજ ફાયદાકારક રહે છે અને તેને વિઝા લેવામાં પણ સરળતા રહે છે. તથા અન્ય કોઈ મુશ્કેલીઓ સર્જાતી નથી.
તમે વિઝા વગર 16થી વધુ દેશોમાં વિના સંકોચે મુસાફરી કરી શકો :
જેમાં આ દેશોનો સમાવેશ થાય છે. ભૂટાન, માલદીવ, નેપાળ,બારબાડોસ, ગ્રેનાડા, ડોમિનિકા, હૈતી, સમોઆ, હોનકોંગ, મોટસેરાટ, નીયું દ્રીપ, ત્રિનિદાદ, સેનેગલ, ટોબેગો, સર્બિયા, સેન્ટ વિસેંત, ગ્રેનેડાઈસ અને મોરીશીસ વગેરે દેશોનો સમાવેશ થાય છે. જે વિઝાઓન એરાઈવલ સુવિધા આપતા હોય છે. તથા શ્રીલંકા, મલેશિયા અને ન્યુઝીલેન્ડ જેવા બીજા 26 દેશો આ વિભાગમાં સામેલ છે. જે મુસાફરોને ઈ વિઝાની સુધા ઉપલબ્ધ કરે છે.

આ માહિતી મીડિયાના રીપોર્ટ મુજમ આપણા વિદેશરાજ્ય મંત્રી દ્વારા આવી માહિતી મળેલ છે કે તમે ઉપર દર્શાવેલ દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકો છો તથા કેન્દ્ર સરકાર દ્વારા એવી પણ ઇન્ફોર્મેશન મળી છે કે તમે ઈરાન, મ્યાનમાર અને ઇન્ડોનેશીયા જેવા દેશોમાં વગેરેનો સમાવેશ વિઝા વગરના દેશોમાં આવી જાય છે.

સરકારનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધુને વધુ સરળ બનાવવો લક્ષ્ય રહેલો છે. જેથી દેશમાં આવા પ્રયત્નો સતત ચાલુ છે, જેના કારણે દેશ-વિદેશની મુસાફરીનો વિકાસ ઝડપથી થાય એવા પ્લાનિંગ સાથે સરકાર દ્વારા આવા નિર્ણયો મુસાફરોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોય છે. આવા સમાચાર મુસાફરોમાં સાંભળવાથી ખુશીનો માહોલ જોવા મળેલ હતો.