સુરત ONGC ટર્મિનલમાં વિસ્ફોટ સાથે આગ લાગી છે. ચીમની માંથી ગેસ સળગાવતા તાપમાન 50 ડીગ્રીથી વધુ આસપાસના વિસ્તારનું તાપમાન નોંધાયું છે. સુરક્ષા ભાગરૂપે તમામ રસ્તા પ્લાન્ટ તરફ જતા હોય તે બંધ કરવામાં આવ્યા છે. હાલ આ આગ કાબુમાં આવી ગઈ છે. સાથે ફાયરબ્રિગેડનું વાહન પણ પરત મોકલી દેવામાં આવ્યું છે.

સુરત હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં આગ લાગી છે. આ કંપની સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી છે. આ આગ રાત્રે અઢી વાગ્યે ઓટોમેટીક પ્લાન્ટના ચેમ્બરમાં ભડકો થવાથી લાગી હતી. ગેસ લીકેજના કારણે વહેલી સવારે ૩ વાગ્યાને 15 મીનીટે આસપાસ ૩ વિસ્ફોટ થવા પામ્યા હતા. જેથી ધડાકાભેર આગ લાગી ગઈ. કરોડો રૂપિયાની નુક્શાન થયાનો અંદાજ આ આગથી લગાવી રહ્યો છે. ધડાકા અને આગ લાગવાથી આસપાસના ગામવાસીઓ અને શહેરી જનો ધ્રૂજી ગયા હતા. અને તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ આગથી દુર દુર સુધી ધુમાડો ફેલાયો છે. ત્રણ વ્યક્તિ લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ માટે ઉભરાટ પાસે આવેલો લાઈનનો વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો છે. અને લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે, અને પાઈપમાં રહેલો ગેસ ચીમની દ્વારા સળગાવી દેવામાં આવ્યો છો તેથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ તેના હિસાબે આસપાસના વિસ્તારમાં 50 ડીગ્રી કરતા વધારે તેપમાન નોંધાયું છે. હાલ સુધીમાં કોઈ જાન હાની નહિ થઈ હોવાનું ONGC ડીપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
આગને કાબુમાં લેવા માટે લાઈનના ગેસ પ્રવાહને ચીની તરફ મોકલી દેવામાં આવ્યો હતો , જેથી ચીમનીઓ માંથી 20 ફૂટથી વધારે ઉંચી ગેશની જ્વાળાઓ ઉઠી હતી,. તેથી તાપમાન ઊંચું ગયું છે. આ વિસ્તારમાં સામાન્ય તાપમાન 20 થી 25 ડીગ્રી હોય છે જે 50 થી વધારે ઊંચું ગયું છે. જેથી ગૈલ જે સામે આવેલી કંપની છે ત્યાંથી સામું મો રાખીને ના જોઈ શકાય તેટલું તાપમાન વધ્યું છે.

ફાયર માટે સેફટીની 5 ગાડીઓ બોલાવવામાં આવી હતી તેમજ નજીકની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. આ મુંબઈથી આવતી પાઈપમાં બ્લાસ્ટ થયો હતો. ONGCના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કામ કરવામાં આવ્યું હતું. જે પોતાની હાયડ્રોલીક સિસ્ટમથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ કુલીંગની કામગીરી કરવામાં આવી હતી અને ફાયરબ્રિગેડની ગાડીઓ પરત મોકલવામાં આવી હતી.