ભારત સરકારે દેશના સુરક્ષા અને રક્ષણ માટે રૂસ પાસેથી રાફેલ ખરીદ્યા છે. આ દેશની તાકાતમાં વધારો રાફેલ દ્વારા વધારો થયો છે. રાફેલ 1 મીનીટમાં દુશ્મનો સાથે લડવા માટે 1 મીનીટના અનેક કિલોમીટર સુધીની ઝડપે ઉડીને પ્રહાર કરવાની તાકાત ધરાવે છે.

આ રાફેલના પાયલોટ તરીકે એક મહિલાને રાખવામાં આવ્યા છે. આ મહિલાનું નામ એટલા માટે વધુ ચર્ચામાં આવ્યું છે કે તેઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તારના છે. આ સાથે જ નરેન્દ્ર મોદીના વારાણસી મત વિસ્તારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ મહિલાનું નામ શિવાંગી સિંહ છે. અને તેઓની સ્કવોડ્રન ગોલ્ડન એરોમા થઇ છે. અને તેઓ મહિલા પાયલોટ લેફ્ટનન્ટની ફરજ બજાવશે.
આ મહિલા પાયલોટની પસંદગી થતા તેમના ઘરે સફળતાની ઉજવણી કરવામાં આવી હતી અને તે સમયે આડોશના પાડોશના બાળકો અને લોકો ભેગા થયા હતા અને તેના પરીવાર ખુબ આનંદથી ઉજવણી કરી હતી અને સૌ ખુશ થયા હતા.

શિવાંગી સિંહની કારકિર્દી ની વાત કરવામાં આવે તો તેઓ બીએચયુમાં જ નેશનલ કેડેટમાં 7 યુપી એર સ્કવોડ્રનનો ભાગ હતી. બીએચયુથી 2013 અને 2015 સુધી એનસીસી કેડેટ રહી ચુકી છે. તેમની ડીગ્રી સનબીન ભગવાનપુરથી બીએસસી કર્યું. શિવાંગી દિલ્હી ગણતંત્ર પરેડમાં ૨૦૧૩માં ઉત્તર પ્રદેશ ટીમનું પ્રતિનિધત્વ કર્યું હતું.
હાલ શીવાન્ગીનું પોસ્ટીંગ રાજસ્થાનમાં છે. તેઓ ભણવામાં બાળપણથી જ હોશિયાર હતી અને તેઓ ખુબ સારા માર્ક્સ સાથે પાસ થતી હતી અને અનેક સફળતાઓ પણ મેળવી ચૂકી છે. તેઓની ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરેલો છે.

હાલ તેઓની એક મહિનાની તાલીમ બાદ રાફેલની ટીમમાં જોડાઈ છે. તેમના માતા દ્વારા જાણવા મળ્યું છે કે તેમની આ સપનું હતું તે આજે પૂરું થયું છે. તેમના પિતાએ કહ્યું કે હવે અમારી દીકરી અનેક્ સફળતાઓ મેળવશે અને વધુને વધુ દેશ પ્રગતિ કરે તેમ દેશનું નામ રોશન કરશે. દેશની સુરક્ષા માટે રાફેલમાં તેમની પસંદગી થતા તેમના પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.