તારક મહેતાના ઉલટા ચશ્માં સીરીયલ છેલ્લા 2008 થી ઘરઘરમાં પ્રખ્યાત થઇ છે, જેમાં અનેક પાત્રોના ફેરફાર થાય છે અને અનેક નવા પાત્રો આવ્યા છે, પરંતુ આ 12 વર્ષની સફરમાં 2 પાત્રો દ્વારા લોકોને ખુબ આનંદ મળે છે જેમાંથી એક જેઠાલાલ અને દયાભાભી. આ બંને પાત્રો વગર આ શો અધુરો લાગે છે, પરંતુ આ પાત્ર માંથી દયા ભાભી પોતાના લગ્નજીવન અને બાળકોના હિસાબે આ શોમાંથી વિરામ લીધો હતો, આ પાત્ર વગર શો અધુરો લાગતો હતો, પરંતુ હવે દર્શકો માટે ખુશીના સમાચાર આવ્યા છે.
દયાભાભીનું ખરું નામ દિશા વાકાણી છે. તે પોતાના લગ્ન પછી આ શોમાં જોવા મળ્યા નથી. છેલ્લા ૩ વર્ષથી આ શોમાંથી તેઓ ગેર હાજર હતા, તેમના ગયા વર્ષે શોમાં આવવાની ચર્ચો હતી પરંતુ અનિવાર્ય કારણો સર તે શોમાં આવ્યા ન હતા. પરંતુ હાલ તેઓ પાછા ફરી રહ્યા છે તેવા સમાચાર આવ્યા છે , તે લગભગ નવરાત્રી પહેલા શોં હાજર થશે તેવા સમાચાર છે. આ માટે પ્રોડ્યુસર આસિત મોદી સાથે પણ વાત થઇ ગઈ છે.
છેલ્લા દિવસથી દયા બેનના પરત આવવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, તેથી સમાચારમાં જાતજાતના દયાભાભીને લઈને ખબરો આવવા લાગી છે. મળેલી માહિતી અનુસાર દિશા વાકાણીની પરત આવવાની લઈને સંપૂર્ણ વાતચીત થઇ ગઈ છે. તેના પગારને લઈને કોઈ વાંધો પડી રહ્યો છે, પરંતુ આમ પણ દયા ભાભીના શોમાં નહિ હોવાને કારણે શોની ડીમાંડ પણ ધટી છે,માટે આ વખતે ભલે ગમે તેટલો પગાર આપવો પડે પણ શોના આયોજકો દયા ભાભીને પરત લાવવા માટે વિચર કરી ચુક્યા છે.
હાલ દિવાળી પહેલા અથવા નવરાત્રીમાં પરત આવી શકે છે તેવી ચર્ચાઓ અને શોની નજીકના લોકો દ્વારા જાણવા મળ્યું છે. આમપણ દયાભાભી ગરબા માટે જાનીતા છે માટે તેને નવરાત્રી દરમિયાન શોમાં રજુ કરી દેવામાં આવશે.
દયાભાભી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શોથી દુર રહેવાનું કારણ તેનું લગ્ન અને સંસાર જીવન છે, લગ્ન બાદની પ્રેગનન્સીના કારણે તેને શોમાંથી વિદાય લીધી હતી. તેણે પોતાના બાળકની દેખભાળ કરવા માટેની રજા લીધેલી છે, હાલ દયા ભાભીને એક બાળકી છે. તેને શરત રાખી હતી કે અમુક સીન માંજ તેઓ હાજરી આપશે. પરંતુ આયોજક તેમને ફૂલ સમય માટે રાખવા માંગતા હતા, આ વાત સાથે દયા ભાભી સહમત ન થતા અમુક જરૂરી શો દરમિયાન હાજર રહેવાની વાત શોમાં પડતી મુશ્કેલીને કારણે આયોજકો તૈયાર થયા હતા. પરંતુ પારિવારિક કારણસર દયાભાભીએ શોમાંથી ગાયબ થયા છે.
આ સિવાય દયા ભાભીના રોલ માટે બીજી અભિનેત્રીની શોધવાની શરૂઆત કરી હતી. પણ દયા ભાભી એ પરત આવવા સાથે નવી શોધ મોકૂફ રખાઈ હતી. પરંતુ તે માત્ર તેઓ એક એપીશોડમાં જ દેખાયા હતા. પરંતુ હાલ સંપૂર્ણ પણે શોમાં આવી જશે તેવા સમાચાર વાયરલ થયા છે.
આજે ભારતમાં સૌથી વધારે એપીસોડ કરનારો શો તારક મહેતાના ઉલટા ચશ્માં બની ગયો છે, હાલમાં 3000 વધારે એપિસોડ આ શોને થઇ ચુક્યા છે, હાલમાંજ પ્રોડ્યુસર આસિત મોદી દ્વારા 3000 એપિસોડ પુરા થયાનો સ્પેશીયલ એપિસોડ આસિત મોદી દ્વારા રજુ કરવામાં આવ્યો હતો, તેમણે આ શો દરમિયાન દર્શકો અને કલાકારનો તેમજ ભગવાનનો આભાર માન્યો હતો.