“ જો પોઝીટીવ હોય છે, તો નેગેટીવ પણ હોય છે….જો ઉત્તર હોય તો, દક્ષિણ પણ હોય જ છે…..આવી જ રીતે ભગવાન હોય તો સેતાન પણ હોય એ પણ ખોટું નથી !! ”
ભૂત-પ્રેતની વાતો કોઈ પણ સાંભળી જાય તો ભલભલાને પરસેવો વળી જાય છે. આજે આપણે ઘરની આસપાસ જો કોઈ ભૂત-પ્રેતની આત્મા વસતી છે, કે નહિ એ ખરેખર સાચું છે કે નહી તેના વિશે માહિતી મેળવવાની છે. સમાજમાં ઘણા લોકો અલગ-અલગ ભૂત-પ્રેતની વાતો કરતા હોય છે.

ભૂત અને આત્મા વિશેના વિચારો બધાયના અલગ-અલગ હોય છે, ઘણા લોકો વિશ્વાસ કરતા હોય છે અને ઘણા લોકો ના પણ વિશ્વાસ કરતા હોય છે. પણ એવું માનવામાં આવે છે કે જ્યાં બુરાઈ હોય ત્યાં જ અચ્છાઈ છુંપાયેલી હોય છે. તેવી જ રીતે જ્યાં બુરી આત્મા હોય ત્યાં સારી આત્મા પણ હોઈ છે.

આજે આપણે તેના વિશે વાત કરવાની છે કે તમારી પાસે કોઈ આત્મા છે કે નહી :
- જો તમારા ઘરે રાતે બલ્બ અજીબ-ગરીબ રીતે શરુ – બંધ તો આ એક સંકેત છે. તમારી પાસે કોઈ પ્રેતઆત્મા છે. તેના વિશે મનોવૈજ્ઞાનિકોનું માનવું છે, જો તમારી પાસે નેગેટીવ ઉર્જા હોય તો તમને આવું લાગવા માંડે છે.
- જો તમારી આસપાસનું તાપમાન જો અચાનક વધે કે ઘટે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી પાસે કોઈ ભૂત હોઈ શકે છે અથવા તો અચાનક તમને શરદી અને ગરમી થવા લાગે છે. ત્યારે પણ તમારે સમજી લેવું જોઈએ કે આસપાસ કોઈ બુરી આત્મા છે.

- રાતના સમયે તમને ક્યારેક ઘડિયાળના કાંટાનો ટીક-ટીક અવાજ સંભળાય છે. જો આ અવાજ અસાધારણ રૂપમાં સંભળાય તો કાંઇક ગરબડ છે અને આવી સ્થિતિમાં તમારે દિમાગ પર કાબુ કરી લેવાનો છે. જેનાથી કોઈ બુરી આત્માનો પ્રભાવ તમારા ઉપર પડતો નથી.
- ક્યારેક ક્યારેક આપણને અજીબ અવાજો સંભળાતી હોય છે, જેવી કે કોઈના ચાલવાનો અવાજ, સ્ક્રેપીન્ગનો અવાજ, પાયલનો અવાજ, દરવાજો ખખડાવવાનો અવાજ વગેરે અવાજો રાતના સમયે તમને સંભાળતા હશે. આ સંકેત પૈરનોર્માલ એક્ટીવીટીના તરફના ઈશારા કરે છે.
- • ક્યારેક ક્યારેક આપણને અચાનક ખુબજ તેજથી ખુશ્બુની મહેક આવવા લાગે છે. જો તમારી પાસે કોઈ અંતરની મહેક આવતી હોય તો, ઘણા લોકો એવું મને છે કે આ સારી આત્મા હોવાનો સંકેત માનવામાં આવે છે અથવા કોઈ લોબાન, ધૂપ અને અગરબત્તી મહેક આવતી તો આ પણ એક સારી આત્માનો સંકેત છે અને જો ખરાબ મહેક આવતી હોય તો તે બુરી આત્મા હોવાનો સંકેત છે.
આ આર્ટીકલ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા માટે નહી પણ તમે આત્મા-પ્રેમાત્મા વિશે તમે જે વાતો નથી જાણતા તે જણાવવા અને પરલૌકિક શક્તિનું જ્ઞાન આપવા માટે ખાસ લખવામાં આવેલ છે. ઘણા લોકો એવું પણ કહે છે કે જેવું કરે છે, તેવું લોકો પામે છે. એટલા માટે તમે જેવું વિચારો એવું તમારી સાથે થાય છે. જે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત છે.