એક દિવસ શાહજહાં અકબર પોતાની દાઢીનું સેવિંગ બાબર પાસે કરાવતા હતા ત્યારે બાબર તેના ખુબ જ વખાણ કરતો હતો. આ બાબરનો એવો પ્લાન હતો કે તે બીરબલને ગમે તેમ કરીને મરાવી નાખે. તે શાહજહાં અકબરની દાઢીનું સેવિંગ કરતો પૂછે છે કે તમે તો સલ્તનતનો બહુજ સારી રીતે ખ્યાલ રાખો છવો. તેમાં ખાસ કરીને બાળકો, યુવાનો, વડીલો, ગરીબ અને લાચાર લોકોનો ખુબજ સારી રીતે તમે દેખભાળ કરો છવો અકબર. અકબરે તેનો આભાર માન્યો.

બાબરે એક અજીબ સવાલ અફસોસ સાથે સુલ્તાનને કર્યો, શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આપણા વડીલો અને પૂર્વજો જે દુનિયા છોડીને સ્વર્ગમાં ગયા છે તેની તમે કોઈ દિવસ સાર-સંભાળ લીધી છે ખરી ? આવા બાબરના સવાલથી સુલતાન વિચારમાં પડી ગયા. થોડા સમય પછી સુલતાન બોલ્યા કે આપણે તેની માટે તો પ્રાર્થના કરીએ છીએ અને તેમની યાદમાં એક શાહીકબર તો બનાવી છે. બાબરે ફરી સવાલ કર્યો કે સુલતાન તમેં કોઈ દિવસ તમારા પૂર્વજોના સમાચાર સ્વર્ગથી મેળવ્યા છે.
સુલતાને કહ્યું આ શું બોલી રહ્યા છો, તમારું મગજ તો ઠેકાણે છે, પાગલ તો નહી થઇ ગયાને. બાબરે કહ્યું હું સુલતાન બરાબર બોલી રહ્યો છવ, હું એવા સાધુને ઓળખું છું જે લોકોને સ્વર્ગમાં મોકલી શકે અને તેને પાછા પણ લાવી શકે. વજીર અબદુલ્લા તેના ભક્ત છે. તમે વજીર અબદુલ્લાને કહીને આ સાધુને બોલાવી શકો છો. અકબરે કહ્યું સાધુને કાલે સવારે બોલાવો.
બીજા દિવસે સવારે સભામાં વજીર અબદુલ્લા ભક્ત નિરંજન સાધુને લઈને હાજર થયો હતો. અકબરે તે સાધુને કહ્યું કે બાબર જે તમારા વિશે વાત કરે છે તે બિલકુલ સાચી છે. સાધુ એ કહ્યું કે હા આ વાત સાચી છે સુલતાન. હું કોઈ પણ માણસને સ્વર્ગમાં મોકલી શકું અને પાછો પણ લાવી શકું. તો અકબરે કહ્યું કે મારે પણ મારા પૂર્વજોના સમાચાર મેળવવા માટે એક માણસને મોકલો. તરત જ સાધુ બોલ્યા કે તમારે કોઈ વિશ્વાશપાત્ર માણસને મોકલવો પડશે, કારણ કે જે લોકો સ્વર્ગમાં જાય છે તેને ત્યાનો મોહ લાગવાથી તે લોકો પાછા નથી આવતા અને આ યાત્રામાં ઓછામાં ઓછા બે મહિના જતા રહે છે. હું પવિત્ર અગ્નિ પ્રગટ તેમાં તે વ્યક્તિએ પ્રવેશ કરવાનો રહેશે અને ક્રિયા કરીને તે માણસને મોકલી શકું છુ. પણ આ બધી ક્રિયા કેવળ ગંગા નદીનાં કિનારે જ થાય છે.
સુલતાન માટે એક જ વ્યક્તિ ભરોસાપાત્ર હતો, જે બીરબલ છે. સુલતાને બીરબલને કહ્યું કે શું તું મારી માટે સ્વર્ગ જવા માટે તૈયાર છો. બીરબલે સાધુ પાસેથી બધી જ માહિતી મેળવી લીધી અને કહ્યું કે હું ઘરથી બહુજ દુર જાવ છુ એટલે મને 5 દિવસનો સમય આપો. ત્યાર બાદ પાંચ દિવસો પુરા થયા પછી સ્વર્ગની યાત્રા માટે બીરબલને ચિતા પર ફૂલો અને અન્ય સામગ્રી મુકીને તેના માથા પર તિલક કરવામાં આવે છે, પછી તેને ચિતા પર જવાનું કહે છે સાધુ. બીરબલ બધાને અલવિદા કહીને ચિતા પર જાય છે. ત્યારે અકબર બોલે છે કે તમારી બહુજ યાદ આવશે અને બને ત્યાં સુધી જલ્દી આવવાની કોશિષ કરવી.

એવામાં બે મહિના જેટલો સમય પસાર થઇ જાય છે અને અકબરને બહુ જ ચિંતા થવા લાગે છે. ત્યારે સાધુને પૂછવામાં આવે છે કે બીરબલ ક્યારે આવશે. સાધુ ત્યારે કહે છે કે બીરબલને સ્વર્ગમાં ખુબજ સુખ હોવાથી તે તેને છોડીને ના પણ આવી શકે. અકબર બોલે છે કે બીરબલ આવું મારી સાથે ના કરી શકે, તેના પર મને પૂરો વિશ્વાસ છે. ત્યાં જ બીરબલ આવે છે. તેના માથા પર મોટા-મોટા વાળ અને લાંબી દાઢી થઇ જાય છે. બીરબલને જોઈને સુલતાન અકબર ખુબ જ ખુશ થાય છે અને તેને પૂછે છે કે સ્વર્ગમાં મારા પૂર્વજો કેમ છે ? તેને કોઈ પણ વસ્તુની જરૂરિયાત તો નથી ને ? ત્યારે બીરબલ જવાબ આપે છે કે ત્યાં બધુય બરાબર છે અને ત્યાં તે બહુ જ ખુશ છે. ફરીથી અકબરે બીરબલને પૂછે છે કે આટલા મોટા વાળ કેમ થયા છે. ત્યારે એવો જવાબ મળે છે કે સ્વર્ગમાં કોઈ બાબર નથી. એથી અહિયાં જે બાબર કામ કરે છે તેને સ્વર્ગ પર જવાનું કહેવામાં આવ્યું છે.
સુલતાને તરત જ હા પડી દીધી છે. સાધુ પણ અહિયાં છે અને તે આપણા મહેમાન બન્યા છે. હું હમણા જ સ્વર્ગ બાબરને સ્વર્ગ પર મોકલવાની તૈયારી કરું. એ બંને દરબારમાં હાજર થાય છે અને યોગીરાજને કહે છે સ્વર્ગમાં બાબરની જરૂરિયાત છે, તેથી તમે બાબરને સ્વર્ગમાં મોકલવાની જલ્દીથી તૈયારી કરો.
ત્યાં જ બાબર સુલતાનના પગે પડી જાય છે અને બોલવા લાગે છે કે મને માફ કરી દો, મારી પાસે આ બધુય ષડ્યંત્ર વજીર અબ્દુલ્લાના કહેવાથી કરવામાં આવ્યું છે. તે બીરબલની શોહરતથી ઈર્ષા થતી અને તેને તે રસ્તા પરથી હટાવવા માંગતો હતો. સાધુ પણ ઢોગી છે. પણ બીરબલ કેવી રીતે બચી ગયા તેની કાઈ ખબર પડી નહી. ત્યારે અકબર બોલે છે આટલી મોટી તમારી સાજીશ હતી. સૈનિકો પાખંડી સાધુ અને બાબરને કાળી કોઠડીમાં પૂરી દો અને વજીર પર આવી ઉમ્મીદ અકબરને ના હતી તે પણ આવું કરશે. સૈનિકો આને દેશ નિકાલ કરો આનો ચહેરો પણ મારે જોવો નથી. મારા બુદ્ધિમાન દોસ્ત બીરબલ તને આવી સાજીશની કેવી રીતે ખબર પડી. ત્યારે બીરબલ જવાબ આપે છે. યોગીરાજનો ચહેરો મને કાંઇક અલગ દેખાતો હતો, ત્યારે મને લાગ્યું કે દાળમાં કાંઇક કાળું છે. તે માટે મેં તમારી પાસે 5 દિવસનો સમય માંગ્યો હતો.
આ 5 દિવસોમાં મેં એવી સુરંગ તૈયાર કરાવી જે મારા ઘર સુધી જાતી હતી. જ્યાં યોગીરાજ અગ્નિ પ્રગટ કરવાના હતા તેની પાસે આ સુરંગ તૈયાર કરવામાં આવી હતી. જેવી અગ્નિ થાય તે પહેલા હું આ સુરંગમાંથી પસાર થઈને ઘરે જતો રહ્યો હતો. આવી રીતે હું બચી ગયો હતો. અને મેં એવું પણ વિચાર્યું હતું કે જ્યાં સુધી આ લોકો તેનો ગુનો કબુલ નહી કરે ત્યાં સુધી હું બાલ-દાઢી સેવિંગ નહી કરવું. હું તે પણ જાણતો હતો કે આ ત્રણમાંથી બહુત કમજોર આ બાબર હતો.
સુલતાન અબકર બોલે છે કે વાહ ! બીરબલ વાહ ! તું એક જ આવું કરી શકે છો, તારા જેવો બીજો કોઈ માણસ આ દુનિયામાં નથી. વાહ મારા ચતુર દોસ્ત તું જ આવું કરી શકે છે.
આમ, લોકોએ તેના જીવનમાં સમજી, વિચારીને કોઈ પણ નિર્ણય લેવા જોઈએ જે ભવિષ્યમાં તેને ઉપયોગી સાબિત થઇ શકે છે.