હાલમાં મીઠાઈ વેચનારા વેપારીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાલમાં ઘણીવખત આપણને ખોરાક અને મીઠાઈમાં ભેળસેળ થયેલી હોવાના સમાચાર મળે છે. તો ક્યારેક ખોરાક વાસી થઈ ગયેલો હોવાના સમાચાર પણ મળે છે, તો ક્યારેક ખોરાકમાં જીવાત પડી હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ હવે આ મામલાને લઈને સરકારે નિયમો કડક બનાવાયા છે.

જેમાં મીઠાઈ વેચનારા વેપારીઓ માટે નિયમોમાં ફેરફાર થયો છે, આ નિયમો હવે ખુબ કડક થયા છે. હવે વેપારીઓએ બજારમાં વેચાતી મીઠાઈ ના બોક્સ પર હવે વેપારીઓએ એક્સપાયરી ડેટ લખવી પડશે. ખાદ્ય નિયામક વિભાગ FSSAI એ નવો નિયમ બનાવ્યો છે. જેમાં હવે વેપારીઓએ આ મીઠાઈ ખાવા માટે કેટલા સમય સુધી વાપરી શકાશે તે દર્શાવવું પડશે. આ નિયમ આવતા મહીને જ લાગુ પડી જશે તેમાં સરકારના આ વિભાગે નિયમો કડક કરીને ખુલ્લી મીઠાઈઓ કેટલા સમય સુધી ખાઈ શકાય તેની મર્યાદા જણાવવી પડશે.

FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા નીર્દર્શકોને પત્ર લખીને જાહેર હિત માટે અને ખોરાક સુરક્ષા સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ખુલ્લામાં મીઠાઈઓ વેચવા માટે અને આઉટ લેટ પર મીઠાઈ રાખવામાં આવતી હોય ત્યાં 1 ઓક્ટોબરથી આ નિયમો લાગુ કરવા પડશે. આ મીઠાઈ પર બેસ્ટ બીફોર ડેટ બતાવવી પડશે. આ સિવાઈ FSSAI ની વેબસાઈટ પર કઈ મીઠાઈ કેટલા સમય સુધી ખાવા માટે વાપરી શકાય તે પણ જણાવેલું છે. હાલ અનેક વખત આવી વાસી થઇ ગયેલી મીઠાઈઓથી ગ્રાહકો ક્યારેક બીમાર પણ પડતા હોય છે.

આવી ફરિયાદ વારંવાર આવવાથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે FSSAI એ ઘરમાં ઉપયોગમાં લેવાતા સરસવના તેલ માં બીજા તેલની ભેળસેળ આવતી હતી, જેને લઈને તે ભેળસેળ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી હવે તેલમાં થતી ભેળસેળ બંધ થશે. આ નિયમ કડક કરવાનો સરકારનો હેતુ દેશમાં શુદ્ધ તેલની વેચાણને પ્રોત્સાહન આપવા માંગે છે. હાલમાં સરકારના FSSAI વિભાગે દેશમાં સ્વસ્થ અને તાજી મીઠાઈના વેચાણ માટે અને શુદ્ધ તેલના વેચાણને લઈને આ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.
FSSAIનું પૂરું નામ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા છે. આ વિભાગ ખાદ્ય પદાર્થોના ગુણવતા અને ઉત્પાદન પર નિયંત્રણ રાખે છે. આ વિભાગની સ્થાપના ઓગસ્ટ 2011 માં કરવામાં આવેલી છે. તેનું હેડ ક્વાર્ટર નવી દિલ્લીમાં આવેલું છે. અને તેના હાલના ચેરમેન રીટા ટીયોટીયા છે. આ વિભાગ ફૂડ સેફટી કાયદા 2006ના હિસાબે ચાલુ કરવામાં આવ્યો હતો અને તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે કામ કરે છે.