ગયા વર્ષે એક વૃદ્ધ દોશીમાનો વિડીયો વાયરલ થયો હતો, જે ભારતનું પ્યારકા નગ્મા હે ગીત ગાઈ રહી હતી, રાતોરાત એ ગીત ગાતી હતી તે એટલી હદે વાયરલ થઇ ગયું હતું કે હરકોઈના મોબાઈલ પર આજ ગીત વાગતું જોવા મળી રહ્યું હતું, આ વાયરલ હવાથી તે પ્રત્યે આખા દેશને સહાનુ ભુતી જાગી હતી. દેશના દરેક લોકોએ આ વ્યક્તિ કોણ છે અને શું ધંધો કરે છે તે જાણવાની ઉત્ચુકતા જાગી હતી. આ અનેક સમાચાર પત્રોમાં સમાચાર પણ ચમક્યા હતા અને ટીવીમાં પણ ન્યુઝ ચેનલો વાળાએ આ વ્યક્તિના વિડીયો બતાવ્યા હતા. તેથી રાતોરાત ફેમસ થઇ ગઈ હતી.
આ ડોશીમાનું નામ હતું રાનુંમાંડલ, જે પશ્વિમ બંગાળના રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતી હતા. ભીખમાં તેઓ ગીતો ગાઈને લોકો પાસે પૈસા માંગતી હતી, જે લોકોને ગીત સારા લાગે તો તેઓ તેમને પૈસા આપતા હતા, આવા સમયે કળા પારખું કોઈ વ્યક્તિએ આ રાનું મંડલનું ગીત પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધું હતું, આટલો બધો સરસ અવાજ હતું કે લોકોને ખુબ ગમ્યું તેથી રાતો રાત વાયરલ થઇ ગયું.
તેમને ગાયેલું ગીત લતા મંગેશકરે ગાયેલું એક પ્યારકા નગ્મા ગીત હતું. આ ગીત થી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. અને વાયરલ થયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ હતી. જે શું કરે છે, શું ગાય છે, ક્યાં રહે છે, શું પહેરે છે તે તમામ બાબતની ચર્ચાઓ થવા લાગી હતી. આથી દેશમાં ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય તેવું બન્યું હતું,
સોશીયલ મીડિયામાં વાયરલ થયા પછી હિમેશ રેશમિયાએ પણ પોતાની ફિલ્મોના ગીત ગવરાવ્યા હતા, તેને ખુબ પ્રખ્યાતી મળી હતી. આ સાથે ૩ જેટલા ગીત રેકોર્ડ કરાવ્યા હતા, તેને અનેક જગ્યાએ શો પણ કર્યા જેમાં આબુ ધાબી અને કુવૈત સહીત જગ્યાઓ સામેલ છે.
હાલ આ રાનું મંડળ વિષે કાઈ જ સાંભળવા મળી રહ્યું નથી. લોક ડાઉનના શરૂઆતના દિવસોમાં તે લોકોની સેવા કરતી હોવાના અને ગરીબ લોકોને મદદ કરતી જોવા મળી હતી. પરંતુ હાલ તેની હાલત ખુબ જ ખરાબ છે, તેને ખાવા માટે પણ રૂપિયાની તંગી પડી રહી છે. તેને પહેલા અનેક શો એડવાન્સમાં મળ્યા હોવાના સમાચાર હતા. તેને નવું મકાન મળ્યા હોવાના સમચાર પણ હતા, હાલ કોરોના મહામારીના કારણે તેની હાલત ખુબ ખરાબ થઇ ગઈ છે. તે પોતાના જુના મકાનમાં રહેવા ચાલી ગઈ છે તેવી માહિતી મળી છે. તેને બોલીવુડમાં વધારે કામ મળ્યું નથી અને તેની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઇ હતી.
ફેમસ થયા બાદ રાનું મંડલના વધારે પડતા મેકપના કારણે ટ્રોલ થઇ હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર મશ્કરી કરી હતી, તે સિવાય તેને એક ફેન્સ સાથે સેલ્ફી પડવાને લઈને અસભ્ય વર્તન કર્યું હોવાથી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.