હાલ સુશાંતસિંહ ડ્રગ્સ કેસમાં અનેક ફિલ્મી હસ્તીઓના નામ સામે આવ્યા છે, જેમાં તેઓ પેડલરની પૂછપરછ અને ચેટના આધારે અનેક હિરોઈન આ મામલામાં ફસાઈ ગઈ છે સાથે હજુ પણ પૂછપરછ દરમિયાન અનેક લોકોના નામ આવવાની શક્યતાઓ છે, હાલ આ કેસ ખુબ આગળ ચાલવાની શક્યતાઓ છે, ત્યારે કેસમાં બાબા રામદેવ પણ કુદી પડ્યા છે. તેને એક નીવેદન આપ્યું છે તેમાં તેને આ ફસાયેલી દરેક અભિનેત્રીઓને ઉંધા લટકાવીને શીર્ષાસન કરાવવાની વાત કરી છે, બાબા દેશમાં ચાલી રહેલા હાઈ પ્રોફાઈલ મુદ્દાને લઈને નિવેદન કરવા માટે જાણીતા છે.

હાલમાં ડ્રગ્સ મામલો ખુબજ ચગેલો છે, જેમાં દેશની ટોચની અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે, જેમાં દીપિકા, શ્રધા અને સારા જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે, હાલ માં આ દરેક અભિનેત્રીઓને NCB નારકોટીકસ બ્યુરોની ટીમ બોલાવી બોલાવીને પૂછપરછ કરી રહી છે. ત્યારે આ મુદ્દામાં બાબા રામદેવ પણ કુદયા છે.
હાલમાં જ બાબા રામદેવે ન્યુઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યો હતો તેમાં તેણે આ દરેક સંડોવાયેલી અભિનેત્રીઓને સવારે ઉંધા લટકાવી દેવાની જારુર છે તેમ કહ્યું હતું. આ વાત સાથે તેને ચોખવટ પણ કરી હતી કે મારો કહેવાનો અર્થ છે આપણા દેશમાં આ સૌ આપણા દેશના નાગરિકો છે, તેમને ઉંધા લટકાવીને શીર્ષાસન કરાવવામાં આવે. સવારે જો યોગ કરશે તો નશો નહિ કરે, યોગ કરવો જરૂરી છે.

બાબા રામદેવે કહ્યું હતું કે લાખો લોકો જેમને રોલ મોડલ માને છે, જેમણે આવી ડ્રગ્સ પીવાની કે ખરીદવાની હરકતો કરવી જોઈએ નહિ. જેમને ખોટું કર્યું હોય તેને સજા મળવી જોઈએ જેથી બીજા લોકો ફરી વખત આવી ભૂલ કરતા અચકાય, આપણા દેશમાં ડ્રગ્સ પર પ્રતિબંધ છે, જયારે દેશ વિરોધી આવી કોઈ પ્રવૃતિઓ કરવી જોઈએ નહિ.

આ સિવાય તેમને આગળ કહ્યું કે તેમને ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના લોકોને યોગ શીખવાડ્યો છે, યોગ મન અને શરીર માટે ફાયદાકારક છે અને આરોગ્ય પણ સારું રાખે છે જ્યારે ડ્રગ્સ શરીર માટે અને મન માટે નુકશાન કર્તા છે. બોલીવુડમાં શિલ્પા શેટ્ટી અને હેમા માલિની જેવી કેટલીય અભિનેત્રીઓ યોગ કરે છે, મારા આ યોગથી લાખો લોકો નશામુક્ત થયા છે, જેમાં ખુબ જ ડ્રગ્સ લેનારા લોકો પણ નશામુક્ત થયા છે અને યોગ કરવાથી શરીરના અંત:શ્રાવો વધે છે, યોગથી કોઈ આડઅસર પણ થતી નથી એવું બાબા રામદેવે પોતાના આ ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું.
આમાં આ ડ્રગ્સ વિવાદ અને ડ્રગ્સ કેસમાં પણ અન્ય મુદ્દાની જેમ નિવેદન કરી ચુકયા છે, આમ દરેક પોલીટીક્સ અને સામાજિક મુદ્દા વચ્ચે બાબા રામદેવ વિવાદિત નિવેદન કરતા કરે છે અને ચર્ચાઓમાં રહે છે.