દુનિયાની સૌથી મોટી બેંક SBI પોતાના ગ્રાહકોની ATM અને ક્રેડીટ કાર્ડની આ સુવિધા બંધ કરવા જઈ રહી છે. આ બાબતની જાણ ખુદ SBI દ્વારા પોતાના ગ્રાહકોને મેસેજ કરીને કરવામાં આવી છે. SBI 30 સપ્ટેમ્બરના રોજ કેટલીય સુવિધાઓ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના નિયમોને આધારે આ સુવિધામાં ફેરફાર કરે છે.

રીઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિયમોના આધાર પર SBI આંતરરાષ્ટ્રીય લેવડ દેવડને લગતી સુવિધાઓ બંધ કરે છે. હાલમાં અનેક વખત લોકોના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને ગ્રાહકોની છેતરપીંડી અને ઓટોમેટીક રૂપિયા કપાઈ જવા બાબતની ફરિયાદો આવતી હતી, તે સિવાય કાળા નાણા બાબતે લોકો વિદેશમાં પૈસા જમા કરાવવાની ફરિયાદો આવતી હતી. આ બાબતનો વિચાર વિમર્શ કર્યા બાદ RBI દ્વારા બેન્કના નિયમોને લઈને સુધારા કર્યા છે. હાલ 30 સપ્ટેમ્બરથી ઓનલાઈન ઇન્ટરનેશનલ લેવડલેવડ બંધ થઈ જશે. તો કોઈ ગ્રાહક આ સુવીધા ચાલુ કરવા માંગતા હોય તો તેને INTL અને પાછળ ATM કાર્ડ નંબરના છેલ્લા 4 અંકો લખીને 5676791 પર મેસેજ કરવો પડશે.

SBI 30 સપ્ટેંબરથી 2020 થી ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થઇ ગયો છે. જો તમે SBI ના ગ્રાહક છો તો તમારે આ નિયમો શું છે અને શું બદલાવ થઇ રહ્યો છે તે તમારે જાણી લેવું જોઈએ. જો તમે ATM કે ક્રેડીટ કાર્ડ વાપરો તો તો ખાસ જાણી લેવું જોઈએ. હાલમાં કોરોનાની ભયંકર માહામારી ચાલી રહી છે અને આ સંકટને જોતા RBI દ્વારા આ નિયમ લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
હાલનો આ નિયમ જાન્યુઆરી 2020 થી લાગુ પડવાનો હતો, પરંતુ બાદમાં તેને માર્ચ 2020 થી લાગુ કરવાનું નક્કી થયું હતું. પરંતુ તે પછી કોરોનાનો ફેલાવો થયો હતો તેના હિસાબે બેન્કોની કામગીરી થોડી ખોરવાઈ ગઈ હતી. તેથી આ નિયમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં અનલોકના 4 તબક્કા પુરા થઇ ગયા છે, દરેક સેક્ટરો ધીરે ધીરે ખુલી રહ્યા છે, તેથી RBI આ નિયમ લાગુ કરવા જઈ રહી છે તેના પરિણામે SBI આ સુવિધા બંધ કરી રહી છે.

RBI ના નવા નિયમ મુજબ હવે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ ની જરૂર પડશે તો ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાન્ઝેક્શન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ગ્રાહકને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જરૂર પડશે તો તેને તે માટે અલગથી એપ્લાય કરવું પડશે. હવે ATM મશીનમાં પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ ઇન્ટરનેશનલ લેવડદેવડની સુવિધા આપવામાં નહિ આવે.
ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારક ગ્રાહકો ઓનલાઇન ફોર્મ ભરીને આ સુવિધા ચાલુ કરવી શકશે, પરંતુ આ બાબતનું ટ્રાન્ઝેક્શન જોખમ ગ્રાહકોએ ખુદ લેવું પડશે, ગ્રાહકો આ સુવિધા બંધ પણ કરવી શકે છે અને ચાલુ પણ કરવી શકે છે, ગ્રાહકોએ ઓનલાઈન અથવા બેન્કની એપ, નેટ-બેન્કિંગ, આઈવીઆર વગેરે જગ્યાએ થી આ સુધી ચાલુ કરાવી શકશે.