હાલમાં ઈન્ટરનેટના માધ્યમ થકી આપણને કેટલીય સુવિધાઓ મળી રહે છે. ઈન્ટરનેટ આવ્યા પછી આપણને અનેક સુવિધાઓ મળી છે, જે જોઈએ તે વસ્તુ તત્કાલિક અને ઘરે મળી રહે છે. હાલ આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા કોરોનાની હાઈએલેર્ટ જેવી માહિતી મહી રહેશે.

પરંતુ ઈન્ટરનેટ માં મોટાભાગની સુવીધાઓ ગુગલ પૂરી પાડે છે. ગુગલ દ્વારા અનેક પ્રકારની સેવાઓ આપવામાં આવે છે, જેમાં યુટ્યુબ, ગુગલે પ્લે મ્યુઝીક, ગુગલ મેપ જેવી સુવિધાનો સમાવેશ થાય છે, ગુગલમાં અનેક સુવિધા સાથે વોઈસ સર્વિસ દ્વારા અનેક લોકો જેને લખતા નથી આવડતું તેવા લોકો બોલીને વાપરી શકે છે,
હાલમાં દુનિયા ભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, અનેક લોકો આ મહામારીનો ભોગ બન્યા છે, કેટલીય સાવચેતી રાખવા છતાં કોરોના લાગી જાય છે, ખુદ ડોકટરો પણ સાવચેતી રાખવા છતાં કોરોનાનાઓ ભોગ બને છે, આમ તે ગૂગલ દ્વારા જબરદસ્ત સુવીધા ચાલુ કરવામાં આવશે, ગુગલ મેપ હવે બતાવશે આ વિસ્તારમાં આટલા કેસ છે, આ સેવા ગુગલ ટૂંક સમયમાજ જાહેર કરશે. ટેક જોઈન્ટ ગુગલે તેની પ્રખ્યાત એપ્લી કેશન ગુગલ મેપમાં આ નવી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ માટે ગુગલ મેપ પર કોવીડ લેયર નામે આ સુવિધા આપશે. ગુગલના જણાવ્યા અનુસાર ગુગલ મેપ યુઝર્સને કોઈ વિસ્તારમાં કે ગામમાં કેટલા કેસ છે તેની અગત્યની જાણકારી આપશે.

ગુગલ મેપની આ સેવાથી ગુગલના યુઝર્સને આ વિસ્તારમાં જવું કે ના જવું, તેમજ કેટલો ખતરો રહેશે તે જાણવામાં મદદ મળશે. હાલ વિશ્વમાં દિન પ્રતિદિન કોરોનાનો આંક અને મૃત્યુ આંક વધતો જાય છે એટલા માટે ગુગલ પોતાના યુઝર્સની સુરક્ષા માટે આ સુવિધા જાહેર કરી રહ્યું છે. હાલ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સીસ્ટમ માટે આ સુવીધા ચાલુ કરવામાં આવશે.
હાલ યુઝર્સ માટે આ સુવિધા લોન્ચ કરવાથી યુઝર્સ ગુગલ મેપમાં જઈને આ સુવિધાનો લાભ લઇ શકે છે, તે માટે ડિસ્પ્લે ના ઉપરના જમણી બાજુના ખૂણામાં આવેલા લેયર બટનને ક્લિક કરવું પડશે. તે પછી કોવીડ 19 ઇન્ફો પર ક્લિક કરવાનું રહેશે. આ સુવિધામાં નકશામાં 100000 લોકો દીઠ સરેરાશ સાત દિવસના નવા કેસ બતાવવામાં આવશે. કોરોના કેસો ટ્રેન્ડ થઈ રહ્યા છેકે કેમ તે સૂચવવા માટે એક લેબલ પણ હશે. આ માહિતી તમામ જગ્યાએ બતાવશે.

ગુગલ આ માહિતી મેળવવા માટે અલગ અલગ જગ્યાએથી મેળવશે અને યુઝર્સને આ સુવિધાનો લાભ આપશે. તેમાં ગુગલ સાથે જોહન હોપકિન્સ, ન્યુ યોર્ક ટાઈમ અને વિકિપીડિયા સેવા આપશે. આ દરેક સેવાઓ હાલમાં WHO, સરકારી આરોગ્ય મંત્રાલયો અને સ્થાનિક આરોગ્ય સંસ્થાઓ અને હોસ્પિટલો સાથે મળીને ડેટા મેળવીને લોકો સામે આ સુવિધા ઉપલબ્ધ કરશે. દુનિયાની અનેક મુસીબતો વખતે ગુગલ પોતાની સેવાઓ વડે લોકોને મદદ કરતુ હોય છે, પુર, વાવાઝોડું , સુનામી અને હોનારત અનેક વખતે ગુગલ સેવામાં ભાગીદાર બન્યું છે.