હાલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હીના પ્રવાસે જઈ આવ્યા છે, અને તેથી હવે કોને નવા મહામત્રી બનાવવા કોને ક્યાં ક્યાં પડળ આપવા વગેરે બાબતની ચર્ચાઓ થઇ ગઈ હોવાનું જાણવા મળે છે. હાલ ગુજરાતના 4 ઝોનમાં મહામંત્રીઓની નિમણુક કરવામાં આવશે.

હાલ હવે એવી વાતો સામે આવી રહી છે કે ગુજરાત ના ભાજપ સંગઠનમાં ફરફાર થઇ રહ્યો કે, જે માટે પાટીલ દ્વારા વિચાર વિમર્સ કરીને નવા નામો અને નવા નેતાઓને સમાવ્યા હોવાના સમાચારો આવ્યા છે. હાલ ગુજરાતના અનેક પ્રદેશોમાં સી આર પાટીલે પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ દિલ્લી ગયા હતા. હાલમાં સીઆર પાટીલ કોરોનાનો ભોગ બન્યા હતા, તેઓએ દરેક જગ્યાએ કરેલા પ્રવાસમાં રેલીઓમાં અને મીટીંગમાં ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગેરે નિયમોનો ભંગ કર્યો હતો. અને સાથે તેઓ કોરોના પોજીટીવ આવ્યા હતા અને તે જે કાર્યકરોને મળ્યા હતા તે કાર્યકરો પણ કોરોના થયો હોવાના અહેવાલ હતા. આ બાબતને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.

હાલ હવે ગુજરાતના 4 ઝોનમાં નવા મહામંત્રીઓ બનવવાની અટકળો ચાલુ થઇ છે. જેમાં ગુજરાતના 4 ઝોનમાં આ મંત્રીઓના ફેરફાર થશે તેવું જણાય રહ્યું છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર ઝોનમાંથી ગોરધન ઝડફિયાને મહામંત્રી બનાવાય તેવી ચર્ચાઓ છે. પરંતુ સૌરાષ્ટ્ર ઝોનમાં ઝડફિયા સિવાય ધનસુખ ભંડેરી, મહેશ કસવાલા જેવા નેતાઓના નામ પણ સામેલ છે.
હલમાં થઇ રહેલો આ ફેરફાર 2022 ની વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે. સી આર પાટીલ દ્વારા ગુજરાતની કુલ વિધાન સભા બેઠકો 182 તમામ બેઠકો હાંસિલ કરવાના ટાર્ગેટ સાથે તેઓ નવું ટીમ બનાવી રહ્યા છે. આ નવા સંગઠનમાં હોદેદારોને બીમાર નેતાઓને આરામ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાય છે, ભાજપ પાર્ટીના નીંયમ અનુસાર તેનો રાજનેતા અઠવાડિયામાં બે વખત પોતાના વિસ્તારની મુલાકાત લે, પરંતુ હાલમાં અનેક મંત્રીઓ બીમાર છે તેના વિસ્તારની મુલાકાત લેતા નથી .તેથી આવા મંત્રોની જગ્યાએ નવા મત્રીઓને લેવામાં આવશે.

હાલમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, અને આ ચૂંટણી દરમિયાન કાર્યકર કે નેતા અત્યારથી જ દોડી શકે તેવા નેતાની પસંદગી કરવામાં આવશે. જુના અનુભવી અને વફાદાર હોય તેવા નેતાઓ પણ પાટીલની ટીમમાં હશે. હાલ નરેન્દ્ર મોદી સાથેની દિલ્લી મીટીંગમાં આ બધું જ નક્કી થઇ ગયું છે અને ટૂંક સમયમાંજ આ નવી તેમની જાહેરાત થઇ સહકે છે, છેલ્લા થોડા વર્ષોથી આંદોલન અને પ્રજાના પ્રશ્નોના પરિણામે ગુજરાતમાં ભાજપને પહેલા કરતા ઓછી સીટો મળી છે, માટે હાલ યોગ્ય અને આયોજન બંધ ભાજપને ફાયદો થઇ શકે અને વધારેમાં વધારે સીટો પર જીઈતી શકાય તે રીતે આયોજન કરવામાં આવ્યાની શક્યતાઓ છે.