હાલ સરકાર દ્વારા હાલ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દરેક રેશન કાર્ડના ગ્રાહકોએ રેશન સાથે આધાર લિંક કરવું ફરજીયાત છે, રેશન કાર્ડ સાથે આધાર લિંક નહિ કરાવ્યું હોય તો હવે માત્ર 30 સપ્ટેમ્બર સુધી જ રેશન કાર્ડથી અનાજ મળશે. અ માટે તમારે આધાર લિંક જોડવું જરૂરી છે.

સરકારે લાગુ કરેલી વન નેશન વન રેશન યોજના અંતર્ગત ગ્રાહકો ભારતના ગમે તે રાજ્યમાંથી અને ગમે તે દુકાનેથી રાશન મેળવી શકે છે, પરંતુ આ માટે દરેક રેશન કાર્ડ ધારકે આધારકાર્ડ ફરજીયાત લિંક કરેલું હોવું જોઈએ, આ નિયમ હેઠળ સરકારે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી ઓનલાઈન વેબસાઈટ પર રાખી હતી, જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
આધારકાર્ડ લિંક કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે લિંક કરવાની સરકારે છૂટ આપી છે. માટે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લિંક કરવા માંગતા હોતો તમે ઘર બેઠા લિંક કરી શકો છો. જેમાં પહેલા આધાર લિન્કની વેબસાઈટ પર જાઓ. ત્યારબાદ ત્યાં સ્ટાર્ટ નાઉ નામના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારી માહિતી અને એડ્રેસ સાથેની સંપૂર્ણ વિગત ભરો. અને તેમાં બેનીફીટ ટાઈપના વિકલ્પમાં રાશન કાર્ડ નો વિકલ્પ પસંદ કરો. આ પછી ત્યાં રાશનકાર્ડમાં આપેલી સ્કીમ બતાવશે તે પસંદ કરો. આ માહિતી ભર્યા બાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. તે નાખવાથી તમારું આધારકાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થઇ જશે.

તમે ઓફલાઈન આધાર કાર્ડ લિંક કરવા માંગતા હો તો તમારે નજીકના પીડીએસ સેન્ટર પર જશો એટલે કે રેશનકાર્ડની દુકાને જાઓ. જેમાં ઘરના દરેક સભ્યના આધાર કાર્ડના ફોટો, ઘરના મુખ્ય સભ્યનો પાસ પોર્ટ સાઈઝનો ફોટો અને રાશન કાર્ડ સાથે લઈને જાઓ. જો તમારું બેંક એકાઉન્ટ તમે લિંક કરેલું હોય તો પાસબુકની નકલ પણ સાથે રાખો. આ તમામ ડોક્યુમેન્ટ તમારા રેશનની દુકાને જમા કરવો. આ ડોક્યુમેન્ટ ત્યાં જમા થયા અને રજીસ્ટર બાદ મોબાઈલ નંબર પર તમને મેસેજ આવશે. આ બાદ રેશનકાર્ડ અને રેશનને લગતી તમામ માહિતી તમને મોબાઈલ નંબર પર અપાશે.

પરંતુ તમારે આ માટે ગભરાવાની જરૂર નથી, કેન્દ્રીય ખાદ્ય અને વિતરણ મંત્રાલયે કહ્યું છે કે તેને દરેક રાજ્યોને સુચના આપી છે કે કોઈ ગ્રાહક ને આધાર કાર્ડ નહિ હોવાના અને લિંક નહિ કર્યું હોવાથી તેને અનાજ આપવાની મનાઈ કરી શકાશે નહિ. આ લિંક નહિ કર્યું હોવાથી કોઈ લાભાર્થીનું નામ હટાવી શકાશે નહિ. પરંતુ અમે આ લેખથી જણાવી દઈએ તમારી આ આધારકાર્ડ લિંક કરવાની પ્રોસેસ બાકી રહી ગઈ હોય તો સરકારી તંત્ર દ્વારા કોઈ પણ સમસ્યા આવી શકે છે અને લાભથી વંચિત રહી શકે છે.. માટે વહેલી તકે આધાર કાર્ડ લિંક કરી દેવું જ ગ્રાહકના ફાયદામાં છે.