જુનાગઢના જીલ્લાના માણાવદર ગામના એક બાળકે વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, આ બાળક DIIVYANG છે અને તેને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અનેક ચિત્રો બનાવી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ બાળકનું નામ રોહન ઠાકર છે. આ રોહન ઠાકરે 15 દિવસમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 51 ચિત્રો બનાવ્યા છે. આ ચિત્રોમાં તેમણે નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને અત્યાર સુધીના પ્રધાન મંત્રી સુધીની સફરના ફોટો બનાવ્યા છે.

આ બાળક હાલ જુનાગઢ જીલ્લાના માણાવદર ગામમાં રહે છે, આ બાળક દિવ્યાંગ છે. જેમાં આ બાળક સાંભળી શકતો નથી. કુદરતે તેના કાનમાં ખોટ આપી છે, આ બાળક નાના એવા સામાન્ય પરિવારનો છે, તમને 62 ટકા જેટલી શ્રવણ શક્તિની ખોટ છે. પરંતુ આની જગ્યાએ ભગવાને તેમને ચિત્રકલામાં પારંગત બનાવ્યો છે. આ ચિત્ર કળા પર તેઓએ વિશ્વ વિક્રમ બનાવી નાખ્યો છે. કહેવાય છે કે ભગવાને ખોટના બદલે આ આશીર્વાદ આપ્યા છે.

આ રોહન ઠાકરે ભારતના વડાપ્રધાન મોદીના 15 દિવસમાં 3*4 ફૂટના કેનવાસ પર 51 જેટલા ચિત્રો બનાવ્યા છે. જેમાં મોદીજીની વિવિધતા સભર અગત્યની જીવન દર્શક ચિત્રો બનાવ્યા છે. તેમાં બાળપણથી અત્યારના જીવન સુધીની તસવીરોનો સમાવેશ થાય છે.
આ તસવીરોમાં હીરાબાના આશીર્વાદ, ચાની કીટલી, RSS નો ડ્રેસ, સાધુ જીવન, સ્વચ્છતા અભિયાન, સલામી, સંબોધન, ચૂંટણી પ્રસાર,મતદાન,વાંચન, ફોટોગ્રાફી,સંસદમાં ભાષણ, સરહદ અને જવાનો ની યાદો જેવી જીવન સફર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ ચિત્રો જોતા એવું લાગી રહ્યું છે કે મોદીજીનું સમગ્ર જીવન આ ફોટોમાં સમાવી લેવામાં આવ્યુ છે.

અગાઉ આ ચિત્રો દોરવાનો રેકોર્ડ 4*6 ના કેનવાસ પર હતો અને 42 ચિત્રો દોરવામાં આવ્યા હતા ત્યારે રોહને આ નાના કેનવાસમાં વધારે ચિત્રો દોરીને રેકોર્ડ બનાવ્યો છે. જેમાં જુના આ રેકોર્ડને તોડવામાં આવ્યો છે. આ કાનથી દિવ્યાંગ બાળકે અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, માણાવદરના આ બાળક દ્વારા સમગ્ર દેશમાં તેની પ્રશંસા કરવામાં આવી રહી છે, અનેક સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં તેના ચિત્રો સાથે આ રેકોર્ડની નોંધ લેવામાં આવી છે.
આ રોહન ઠાકર દ્વારા હાઈ રેંજ બુક ઓફ રેકોર્ડમાં આ રેકોર્ડની નોંધ કરી છે, લોકોએ ભગવાને આપેલી તેની ખોડ ખાપણ અને દિવ્યાંગતા સાથે ભાવુક થયા છે સાથે તેના આ રેકોર્ડના વખાણ કરી રહ્યા છે.