ભાજપ સરકારના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડાએ હાલમાંજ ઘણા હોદ્દેદારોની બદલી કરી છે રાષ્ટીય ટીમમાં દરેક રાજ્યના અમુક અમુક નેતાઓને લીધા છે, પરંતુ આ ફેરફાર પછી હવે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીની કેબીનેટ મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. આ માટે મોટા ભાગે નવા ચહેરાઓને એન્ટ્રી આપવામાં આવે તેવી સંભાવનાઓ ખુબ છે.

હાલ ભાજપ પાર્ટીમાં બે પ્રકારની ચર્ચાઓ ખુબ થાય છે કેબિનેટનું વિસ્તરણ હાલમાંજ થવાનું છે તો વળી અમુક રાજનેતાઓનું કહેવું છે કે આ વિસ્તરણ બિહારની ચૂંટણી પછી થશે, એટલે કે હવે મંત્રીમંડળમાં ફેરફાર થશે તે શક્યતાઓ પાક્કી છે અને અમુક મંત્રીઓના હોદ્દાઓ અને જવાબદારીઓમાં પણ ફેરફાર કરવામાં આવશે.
જો આ ફેરફાર બિહારની ચૂંટણી 10 નવેમ્બરે રીઝલ્ટ આવ્યા બાદ જ ફેરફાર કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ અને તેના મંત્રી મંડળના કાર્યને બીજી ટર્મમાં આજે દોઢ વર્ષ જેટલો સમય થયો છે છતાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. 2014ની ટર્મમાં મોદીએ અમુક સમય બાદ અનેક મંત્રી મંડળમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષે હાલ સુધી કોઈ જ ફેરફાર થયો નથી. હવે થયેલી 70 જેટલા સભ્યોની નવી ટીમ પછી આ ચર્ચાઓને વેગ મળ્યો છે.

હાલ કેન્દ્રની ટીમમાં ગુજરાત સહિત અનેક નેતાઓને સમાવી લેવામાં આવ્યા છે. આ ટીમમાં અનેક નેતાઓની બાદબાકી કરવામાં આવી છે, પરંતુ હવે તેને મંત્રી મંડળમાં સમાવવામાં આવશે તેવી શક્યતાઓ છે. આ નેતાઓમાં ભાજપ સંગઠન ના બાદ થયેલા નેતાઓ રામ માધવ અને પી. મુરલીરાવ જેમને મંત્રી બનવા માટે રાજ્ય સભાની સીટો આપવામાં આવશે. રાજ્ય સભાના સભ્યો તરીકે ફરજ પરના નેતાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.

હાલ કેન્દ્રીય મંત્રીઓમાં ત્રણ મંત્રીઓના પદ ખાલી કે, જેમાં હરસીમરત કોર અકાલી દલ, અરવિંદ સાવંત શિવસેના જેવા નેતાઓના પદ હજુ ખાલી થયા છે, હાલમાંજ કૃષિ બીલમાંના વિરોધમાં અકાલી દળના કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું છે, આ દરેક સહીત અનેક સીટો મંત્રી મંડળમાં ખાલી છે માટે જલ્દીથી જ આ પદોમાં નવા નેતાઓને લેવામાં આવશે. સુરેશ અગાડી કે જેઓ રેલ્વે રાજ્ય મંત્રી હતા, તેમનું મૃત્યુ થયું છે. લોકસભાની મર્યાદા પ્રમાણે 15 ટકા સભ્યો તેના મંત્રી બની શકે છે એટલે કે હાલની સંખ્યા પ્રમાણે 81 મંત્રી સુધી બની શકે છે. પરંતુ મોદી સરકાર ઓછા મંત્રીઓ અને શ્રેષ્ટ કામમાં ઈચ્છાઓ ધરાવે છે. હાલ મોદી મંત્રી મંડળમાં 54 મંત્રીઓ છે, જો મોદી જરૂર પડ્યે વધારે મંત્રીઓ બનાવવા માંગશે તો 81 સુધીના મંત્રીઓ સુધી આ આંકડો પહોંચી જશે. જો આમ નવા 27 જેટલા મંત્રીઓ કેન્દ્રમાં આવી શકવાની સંભાવનાઓ છે, સાથે જુના સભ્યોની બાદબાકી કરે તો પણ વધારે નવા નેતાઓ કેન્દ્રમાં આવશે.