હાલમાં સુશાંત એન્ડ ડ્રગ્સ કેસમાં ઘણાય બોલીવુડના સિતારો ફસાણા છે. જેમાં રિયા ચક્રવર્તી, શ્રધા કપૂર, દીપિકા પાદુકોણ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં અનેક હિરોઈનની NCB બોલાવી બોલાવીને પૂછપરછ કરી રહી છે. આ દરેક વ્યક્તિઓએ ડ્રગ્સની લેતી દેતીમાં ભાગીદાર થયા હોવાનો સમાવેશ થાય છે. હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, આખા દેશની નજર આ કેસ પર બની રહે છે, રિયાના વકીલ વિશે, રિયા અને તેના વિશેની તમામ ચર્ચાઓ અને રમુજી કાર્ટુનો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ડ્રગ્સ સાથે જોડાયેલા અનેક પેડલર્સ અને તેમની ચેટની તપાસ દરમિયાન આવી હિરોઈન ડ્રગ્સની ચેટમાં ભાગીદાર થયા હતા. એમાં આવા એક ગૃપની એડમીન પણ દીપિકા પાદુકોણ હોવાનું સામે આવ્યું હતું. માટે તેમને પૂછપરછ માટે બોલાવી હતી. આ પૂછ પરછ તેમના આ કોડવર્ડનો ખુલાસો થયો હતો. NCB એ ડ્રગ્સ કિસ્સામાં દીપિકા પાદુકોણને પોતાની ઓફીસ બોલાવીને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેની એક ચેટ દરમિયાણ માલ છે તેવો ઉલેખ્ખ કર્યો હતો.

આ માટે તેમની પૂછપરછ કરવામાં આવી હતી તેમને પૂછવામાં આવ્યું કે તમે માલમાં ક્યાં ડ્રગ્સની માંગણી કરી હતી. ત્યારે દીપિકાએ બતાવ્યું કે માલ એટલે શું? દીપિકાએ માલ અંગે જવાબ આપ્યો હતો તેનાથી NCB પણ વિચારમાં પડી ગઈ હતી. તેણે કહ્યું કે મેં કે માલ છે પરંતુ માલ એટલે તમે જે વિચારી રહ્યા છો એ નથી. માલ એટલે મેં સિગારેટ વિષે પૂછ્યું હતું. અમે બોલીવુડની ભાષામાં સીગરેટને માલ તરીકે કોડવર્ડ વાપરીએ છીએ.

આ દરમિયાન NCB ચેટના અનુસંધાને બીજો સવાલ પણ પૂછ્યો હતો. તેમાં તેણે પૂછ્યું હતું કે હેશ શું છે ? આ પણ તમારી ચેટમાં ઉલ્લેખ થયેલો છે. તેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે અમે અલગ અલગ બ્રાન્ડની સિગારેટ માટે અલગ અલગ માટે અમે હેશ અને વીડ એમ બે પ્રકારના કોડનો ઉપયોગ કરીએ છીએ. NCB એ આગળ હેશ અને વીડ એ વળી કઈ બ્રાન્ડનો ઉલ્લેખ કરો છો. એના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે પાતળી સિગારેટ માટે હેશ અને જાડી સિગારેટ માટે અમે વિડ કોડ વાપરીએ છીએ.
આ કોડવર્ડ શા માટે ઉપયોગ કરવામાં આવે છે તેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા કોડવર્ડ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તેને ઉદાહરણો સાથે બીજા કોડવર્ડ પણ સમજાવ્યા હતા.