હાલમાં દેશમાં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પ્રક્રિયાએ જોર પકડ્યું છે, જેમાં ગુજરત સહીત અનેક રાજ્યોમાં પંચાયતો, નગર પાલિકાઓ અને વિધાન સભાઓની ચૂંટણીઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ અને ગૃહ મંત્રાલય તથા ચૂંટણી આયોગના દિશા નિર્દેશો અને ગાઈડલાઈન્સ પ્રમાણે અ દરેક ચૂંટણી યોજાવાની છે.

હાલમાં ગુજરાતની પંચાયતોની ચૂંટણી અને નગર પાલિકાઓની ચૂંટણી આવવાની હતી, આ ચૂંટણીનું આયોજન ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ કરે છે. પરંતુ વિધાનસભા, રાજ્યસભા અને લોકસભા અને રાષ્ટ્રપતિ વગેરેની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે. હાલમાં રાષ્ટ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાન સભાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

ચૂંટણી પંચે ગુજરાત વિધાન સભાની 8 બેઠકો માટેની ચૂંટણી જાહેર કરી છે. આ બેઠકોની ચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ બેઠકોના મતદાન દરમિયાન ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલી દરેક ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઝર, માસ્ક અને થર્મલ સ્ક્રીનીંગ વાગેરે બાબતોનો સમાવેશ થાય છે, કોરોના દર્દીઓ માટે પણ પોસ્ટલ બેલેટ અને યોગ્ય છેલ્લા કલાક દરમિયાન ટાઇમ આપીને તેઓને મતદાન કરાવવામાં આવશે. આરોગ્ય નિષ્ણાત અધિકારીને સાથે રાખીને તેઓને મતદાન કરાવવામાં આવશે.
આ ગજરાતની 8 બેઠકોમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, ધારી વગેરે વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવશે. આ બેઠકો પર કોંગેસમાં ભંગાણ પડતા તે બેઠકોના ધારા સભ્યોએ રાજીનામું આપી દીધું છે એટેલે તે બેઠકો ખાલી પડી છે. આ બેઠકોની ૩ નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ બેઠકો માટે થયેલા મતદાનની મત ગણતરી 10 નવેમ્બરે કરવામાં આવશે.

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી પહેલા 8 ધારા સભ્યો કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. હાલ તેઓઓને યોગ્ય બેઠક જાળવી રાખવા માટે 6 માસની અંદર ચૂંટણી યોજવી જરૂરી છે, તેવો નિયમ છે પરંતુ હાલ કોરોના મહામારીના કારણે ચૂંટણીનું આયોજન હાલમાં ગાઈડલાઈન્સના પાલન સાથે હાલમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સહીત દેશમાં આવી 56 બેઠકો માટે ચૂંટણી કરવામાં આવશે. જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડીશા, નાગાલેંડ, મણીપુર વગેરે રાજ્યોની બેઠકોનો સમાવેશ થાય છે.