હાલ ગુજરાતમાં જ આવું કંઇક થયું છે, ગુજરાતમાં જે વ્યક્તિમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ થયું છે તે વ્યક્તિના શરીરમાં જેનું હ્રદય હતું તેવા ફેરફારો થવા લાગ્યા છે. જેનું હ્રદય હતું તેવા કપડા, સ્વભાવ આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.
લોકો વારંવાર કહેતા હોય છે ને કે લાગણી, પ્રેમ આદતો અને સ્વભાવ દિલમાં હોય છે, આવુ જ કંઇક થયું હોવાનું ગુજરાતના મોટા હ્યદય ટ્રાન્સ પ્લાન્ટ કરનારા ડોક્ટર પાસેથી જાણવા મળ્યું છે. જેમાં આ ડોકટરે માહિતી આપતા જણાવ્યું છે કે જે વ્યક્તિનું હ્રદય હતું તે વ્યક્તિનો સ્વભાવ, આદત, લાગણી અને વિચારો નવા જે વ્યક્તિઓના શરીરમાં હ્રદય લગાવ્યું તેનામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતની નામાંકિત હોસ્પિટલોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર ધીરેન શાહ જણાવે છે તેના જીવનમાં કુલ તેને 11 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક આવું જોવા મળ્યું છે. તેમના અનુભવોમાં મૂળ હ્રદય ધરાવતા વ્યક્તિઓનું વ્યક્તિત્વ નવા દર્દીમાં આવે છે. અત્યાર સુધી આપણે કહીએ છીએ કે માણસની યાદો મગજમાં સમાયેલી હોય છે, મગજ ખતમ થઈ જતા બધું ખતમ થઇ જાય છે, પરંતુ શરીરના હ્રદયમાં પણ અંત: શ્રાવોઓ હોય છે જેમાં પણ લાગણી, હાવભાવ વગેરેનો સંગ્રહ થતો હોવો જોઈએ. પરંતુ આ બાબતોનો કોઈ વિજ્ઞાનિક પુરાવા નથી, હાલ આ બાબતે સંશોધન ચાલુ છે.

હાલ માનવતા અને સેવાભાના કારણે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા વ્યક્તિઓના સગા વહાલાઓ તેમના અંગોનું દાન કરતા હોય છે, આવા અંગો મેડીકલ સંશોધનમાં અને જરૂરી લોકોને કામ આવતા હોય છે, જેમાં આંખ, હ્રદય જેવા અંગોનું દાન કરવામાં આવે છે. પરંતુ હાલ હ્રદય ટ્રાન્સફર થયેલા વ્યક્તિઓની આદતો અને સ્વભાવ મૂળ હ્રદય ધરાવતી વ્યક્તિઓના ગુણો થોડા ઘણા અંશે જોવા મળ્યા છે. જેનો અનુભવ ધરાવતા આવા વ્યક્તિઓએ જેનામાં હ્રદય લગાવ્યું હોય તે વ્યક્તિઓએ ખુદ સ્વીકાર્યું છે, જેમાં તે વ્યક્તિને પહેલા ચોખા ભાવતા હતા, હાલ ભાવતા નથી, સ્વભાવ પણ શાંત થઈ ગયો.

તો વળી કોઈ વ્યક્તિમાં કોઈ વ્યક્તીના સ્વભાવ નાની નાની વાતોમાં ગુસ્સે થઇ જતું આ ટેવ જેનું હ્રદય હતું તેની ટેવ આવી છે, કોઈ વ્યક્તિ ચટપટી વાનગીઓ ખાવા લાગ્યા છે તો વળી કોઈ ડ્રાઈવિંગ કરવા લાગ્યા છે, કોઈ દર્દીઓ નવા હાઈફાઈ કપડા પહેરવા લાગ્યા છે. ક્યારેક તો હ્રદય દાતાઓના પરિવાર પ્રત્યે પ્રેમ પણ જાગે છે. ડોક્ટર ધીરેન શાહ હાલ સીમ્સ હોસ્પીટલમાં ફરજ બજાવે છે અને તેમના દ્વારા આ તમામ બાબતે માહિતી મેળવવામાં આવી છે.