હાલમાં અવકાશ સંશોધનને લઈને ખુબ મોટા રહસ્યોની શોધ કરવાંમાં આવે છે. દુનિયા પર આવનારા વર્ષોમાં ખુબ વસ્તી વધારો થવાનો છે, આ માટે હવે વિજ્ઞાનીકો માણસને બીજા ગ્રહો પર જીવન શક્ય બને તેના સંશોધન કરવામાં આવે છે. હાલમાં એક અવકાશ વિજ્ઞાન અમેરિકન સંસ્થા નાસા દ્વારા મંગળ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. તેમને આ સંશોધન દરમિયાન મંગળની ધરતી પર ત્રણ સરોવરો મળી આવ્યા છે. આ નીચે સરોવરો મંગળની જમીનની નીચે આવેલા છે. આ સરોવર બરફની નીચે દટાયેલું છે.

આ પહેલા પણ મંગળ પર મીઠા પાણીના સરોવર મળી આવ્યા હતા, યુરોપ દ્વારા થયેલા સંશોધનમાં બરફની નીચે તે વખતે 2018 માં જે મીઠા પાણીના સરોવરો મળ્યા હતા. જે યુરોપની અવકાશ સંશોધન સંસ્થાઓ દ્વારા 29 વખત પોતાના સેટેલાઈટ ઘુમાવીને અવલોકન કરીને અ સરોવરની શોધ કરી હતી.
હાલ આ વિસ્તારમાં ફરી વખત બીજા નવા ત્રણ સરોવરો મળી આવ્યા છે. આ સરોવરો માટે 134 વખત અવલોકન કરીને સંશોધન કરવામાં આવ્ય હતું. ત્યારે આ સરોવર વિષે શોધ શક્ય બની છે. હાલ મંગળની ધરતી પર પાણી મળતા માનવ જીવન માટે આશા જાગી છે. મંગળ પર મળી આવેલું પાણી પ્રવાહી અવસ્થામાં છે. આ માટેનો અહેવાલ વિજ્ઞાનિક મેગેઝીન નેચર એસ્ટ્રોનોમિક માં પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આ સંશોધનમાં સામે આવેલા તળાવ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર આવલો છે. અને આ સરોવર માંથી એક અંદાજે 20 કિલોમીટર પહોળું છે. હાલ મળી આવેલું આ સરોવર સૌથી મોટો પાણીનો જથ્થો ધરાવતું સરોવર છે. આ સરોવરની આજુબાજુમાં બીજા બે સરોવરો આવેલા છે. આ સરોવર પીવાલાયક પાણીના હોય એવા અને આ સ્ત્રોતો દુર્લભ અને ગાઢ અવસ્થામાં છે. અગાઉ થયેલા સંશોધનમાં મંગળ પર પાણી હોવાના પુરાવા મળ્યા હતા, પરંતુ હાલ તો પાણીના સરોવરો હોવાની માહિતી મળી ચુકી છે.

અત્યાર સુધી મંગળને આપણે રતાશ પડતા ગ્રહ તરીકે જ જાણતા હતા પરંતુ હવે માનવ જીવન માટે ઉપયોગી ગ્રહ માનવામાં આવી રહ્યો છે, ભારત દેશ પોતાના મંગળયાન દ્વારા આ ગ્રહ પર સંશોધન કરવા સેટેલાઈટ મોકલી ચુક્યો છે. આ આખા ગ્રહ પર પાણી ભરપુર માત્રામાં હતું અને ત્રણ અબજ વર્ષ પહેલા જળવાયું પરિવર્તનને કારણે આજે મંગળ પર જુજ માત્રામાં પાણી છે. આ પહેલા થયેલા સંશોધનમાં મંગળ પર કોઈ જીવનું અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે, મંગળ પર કાર્બનિક અણું મળી આવ્યો હતો. જેમાં આ ત્રણ અબજ જુનો કાર્બનિક અણુ નાસાએ પોતાના આઠ વર્ષ પહેલા કરેલા સંશોધનમાં આ વાતના પુરાવા મળ્યા છે હાલ આ સરોવરની શોધ માટે તેના ભેજની માત્રા વગેરે બાબતની શોધ નાસાની રોબોટ ટેકનોલોજી દ્વારા સેટેલાઈટના માધ્યમથી મળે છે. હાલ સેટેલાઈટ દ્વારા આ સરોવરો મળી આવતા હવે તેના વિષે આગળ સંશોધન હાથ ધરવામાં આવશે.