હાલમાં રેલ્વેની મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. આ મુસાફરી સરકાર એક બહાના હેઠળ વધારી શકે છે. સરકાર આ માટે યુઝર ડેવલેપ મેન્ટ ફી માં વધારો કરવાથી રેલના ભાડામાં વધારો થઇ જશે. આગામી માસમાં આ બાબતે સરકાર આ નિર્ણય માટે કેબિનેટમાં ચર્ચા કરી શકે છે. સરકારી તંત્રની નજીકના લોકો દ્વારા આ માહિતી બહાર આવી છે. આ ચાર્જમાં સરકાર આ ચાર્જ 10 રૂપિયાથી લઈને 35 રૂપિયા સુધી વધારી શકે છે. દરેક પ્રકારની આપેલી સુવિધા પર આ ચાર્જ લાગુ પડશે.

આ માટે રેલ્વેની અલગ અલગ સુવિધા જેવી કે AC કોચ અને સ્લીપર કોચ માટે અલગ અલગ હશે. સરકાર હાલ ભારતીય રેલવેના સ્ટેશનોને વિશ્વી કક્ષાના અને એડવાન્સ લેવલના બનાવવા માંગે છે. આ આધુનિક સુવિધાથી સભર રેલ્વે સ્ટેશનો બનાવવામાં આવશે તેમજ ત્યાં અનેક સુવિધાઓ આપવામાં આવશે. આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર ખાનગી ક્ષેત્રોનો અને એજેન્સીઓનો સહારો લેશે. આ એજેન્સીઓના ખર્ચ મુસાફરો પાસેથી ઉઘરાવીને આવી ખાનગી કપનીઓને આપવામાં આવશે.

સરકર દેશના અનેક સ્થળો અને અનેક રેલવે સ્ટેશનોને આધુનિક બનાવશે. જેમાં ભારતના મોટા મોટા રેલ્વે સ્ટેશનો કે જ્યાં લોકોની અવર જવર વધારે રહે છે તેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. આમાં દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ, હબીબગંજ, ચેન્નઈ, અમૃતસર જેવા અનેક સ્થળોનો સમાવેશ થાય છે. આવા સ્ટેશનો પર મુસાફરને UDF ચાર્જ ચૂકવવો પડશે. સરકારે ગયા વર્ષે પ્રાઈવેટ સ્ટેશનો માટે RFQ મંગાવ્યા હતા. ઉપયોગ કર્તા વિકાસ ચાર્જ ફી સરકાર હવે રેલ્વે ટીકીટ માંથી વસુલવામાં આવશે.

સરકાર આ માટે આગામી પોતાના કેબીનેટ મીટીંગમાં અગત્યના કેબીનેટ મંત્રીઓ સાથેની મીટીંગમાં ચર્ચાઓ કરશે, અને દેશમાં ક્યાં ક્યાં નવા સ્ટેશનો પર આ સુવિધા આપવા લાયક છે તે તમામ બાબતોની ચર્ચાઓ બાદ આ નિર્ણય કરશે.