હાલમાં દેશમાં જે રાજ્યનું નામ અનેક ફેંસલા કરવામાં જે રાજ્યનું નામ લેવામાં આવે છે અને જેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે તે રાજ્ય ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા હાથરસ જીલ્લામાં નિર્ભયા જેવો વધુ એક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, જેની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. આ ગામમાં એક દલિત છોકરીને બળાત્કારનો ભોગ બનાવવામાં આવી છે.
આ છોકરીને સાથે બળાત્કાર એટલી હદ્દે કરવામાં આવ્યો કે તેને છેક દિલ્હીની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. આ છોકરીને દિલ્હીની સફરગંજ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં તેમનું મૃત્યુ થયું છે. આ બાળકી સાથે 14 સપ્ટેમ્બરના રોજ રેપ કરવામાં આવ્યો હતો. રેપ કર્યા બાદ બળાત્કારીઓએ તેની જીભ કાપી નાખી હતી. પીઠમાં આવેલું કરોડરજ્જુનું હાડકું તોડી નાખવામાં આવ્યું હતું.
તે બાળકીને છોકરીને બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સવારે પીડિતા, તેનો મોટો ભાઈ અને તેની માતા જંગમાં ઘાસ કાપવા ગયા હતા. તેનો મોટો ભાઈ ઘાસનો ઢગલો લઈને ઘરે જતો રહ્યો હતો. માં આગળ ઘાસ કાપતી હતી. છોકરી પાછળ થોડી દુર હતી. ત્યાં તે દુર ઘાસ ભેગું કરતી હતી. ચાર લોકો ત્યાં તેને ગળામાં દુપટ્ટો નાખીને બાજરીના ખેતરમાં લઇ ગયા. અને ત્યાં તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.
તે છોકરીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બળાત્કારીઓ ગામના ઠાકુર છે. જેમને તેમની દીકરી સાથે ખરાબ કૃત્ય કર્યું. તે પહેલા પણ તેમના પિતાની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. વધારેમાં જણાવતા તેઓ કહે છે કે પોલીસે માત્ર હત્યાનો કેસ નોંધ્યો છે. તેમાં એક વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો છે. પરંતુ હાલ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે બલાત્કાર થયા પછી 5 દિવસે પીડિતા છોકરીનું લીવેદન લીધું હતું.
આ ચ્કોરીની જીભ કાપી નાખવામાં આવી હતી, પીઠ પાછળનું હાડકું ભાંડી નાખવામાં આવ્યું હતું. શરીર પર ઊંડા ઘાવ લાગેલા હતા. દુપટ્ટાથી તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. બલાત્કારીઓને મરી ગઈ છે તેમ માનીને તેને ખેતરમાં મુકીને ભાગી ગયા હતા. બળાત્કારીઓ ખુબ માથાભારે લોકો હતા, તે ગામના ઠાકુર હતા, અ પહેલા પણ તેમના પરિવાર મારજુડ કરવામાં આવી હતી. તેઓની માનસિકતા પહેલાથી જ આવી છે.
હાલ આ માહિતી તેમના પિતા દ્વારા દલિત સંગઠનના સપોર્ટ પછી સંપૂર્ણ માહિતી બહાર આવી છે, ત્યાં તેના ઘરના દરેક સભ્યને આ લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. આ છોકરીને અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીની મેડીકલ કોલેજમાં સારવાર કરાવ્યા બાદ તેમની સ્થિતિ વધારે ખરાબ થતા દિલ્હી દાખલ કરવામાં આવું હતી.
હવે સમાચાર આવ્યા છે કે પોલીસે સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિ નામની ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ત્યાની ઉચ્ચ જાતિના છે, દલિત સંગઠનનો આરોપ છે કે આં માથા ભારે લોકો છે, પોલીસ આ કેસમાં ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે. આ વ્યક્તિઓનું ઘર પીડિતાના ઘરની નજીક છે. આં ઘટના પછી તેમના પરિવારને વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે.
હાલ UP રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, લોકોને આશા છે કે આ ઘટનાની આખા દેશમાં ટીકા થયા બાદ યોગીજી દ્વારા કોઈ અગત્યનો નિર્ણય કરવામાં આવશે, જોકે ભાજપ સરકાર પણ આવા લોકો સાથે કડક વલણ ધરાવે છે, દેશની સરકાર મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ છે એટલે જરૂર આ બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવશે.