હાલ પૂર્વ લડાખના વિસ્તારોમાં ચીન સાથે ઉભા થયેલા તણાવને પહોચી વળવા ભારતીય સૈન્ય તમામ તૈયારીઓ કરી રહ્યું છે. હાલ ભારત તમમાં પ્રકારે પોતાની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. હાલમાં જ ભારતના ગૃહ વિભાગ અને સરંક્ષણ મત્રાલય દ્વારા સેના માટે નવા હથીયારો ખરીદવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. આ ખરીદીમાં ભારત 72 હજાર અસોલ્ટ રાઈફલો ખરીદશે.

દેશના સરંક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા સરંક્ષણ આયાત પરિષદએ અમેરિકાની AIG અને SIG SAUER સાથે 780 કરોડ રૂપિયાના અસોલ્ટ રાઈફલ ખરીદવાનો સોદો કર્યો છે. પહેલા ફેબ્રુઆરીમાં પણ ફાસ્ટટ્રેક ખરીદીમાં 72400 AIG રાઈફલ આપવામાં આવી છે. 7.62 મીમી કેલીબર રાઈફલની પ્રહાર ક્ષમતા 500 મીટર છે.
આજે સાથે રક્ષા પરિષદે 970 કરોડ રૂપિયાના સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ હથિયારો અને 540 કરોડ રૂપિયાના SF ટ્રાન્સ રીસીવર ખરીદવાની મંજુરી આપવામાં આવી છે. આ પહેલા ભારત સરકાર સ્વદેશી ઉત્પાદનો પર ભાર આપવાનો અને વિદેશી હથિયાર નહિ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હાલ સ્થિતિને જોતા ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ નવા નવા હથિયાર ખરીદવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે, જોકે આમાંથી મોટાભાગના હથીયાર સ્વદેશી હશે.

આ સિવાય ભારત સરકાર અનેક દેશી સંરક્ષણ હથિયારો બનાવતી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. દેશની સુરક્ષા માટે અને દેશ દ્વારા બીજા અનેક હથિયારો બનાવી આત્મનિર્ભર ભારતના પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે. આજે ભારતમાં અનેક સ્વદેશી કંપનીઓ પગભર થઇ છે. આ દરેક કંપનીઓને સરકાર મદદ કરશે.

દેશમાં બનાવવામાં આવી રહેલા હથિયારો અને તેના પાર્ટ્સ પણ ભારતમાં બનાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા રાફેલ જેવા જેટ વિમાનોની સાથે તેની સીસ્ટમ પણ ભારતને આપવાની સંધિઓ થયેલી છે, જેમાં ફ્રાંસ સાથે ટેકનોલોજી શેર કરવાનો કરાર કરવામાં આવેલો છે. હાલમાં ભારત અને ચીન વચ્ચે ખુબ જ સ્થિતિ વકરેલી છે, ભારત અને ચીન બંને પોતપોતાના દેશની સીમાઓમાં સૈનિકો અને હથિયારો ખડકી રહ્યા છે, આ સિવાય ભારત 5 રાફેલ વિમાન ખરીદી ખરી ચુક્યું છે અને બીજા 5 તૈયાર થઇ ગયા છે. ટૂંક સમયમાં જ નવા રાફેલ ફ્રાન્સથી લાવવાની તૈયારી છે અને તેને ચીન સરહદે નજર રાખવા પશ્વિમ બંગાળમાં એરબેઝ તહેનાત કરવામાં આવશે. આમ ભારત કુલ 36 રાફેલ ભારતીય સેનામાં હશે.
પરંતુ ભારત સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલ નવા હથીયારો અને સેનાની સુરક્ષામાં વધારો કરવા માટે 2290 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જેમાં વિદેશી રાઈફલો અને હથિયારોનો તેમજ ભારતીય હથિયારો અન સુરક્ષા સાધનોનો સમાવેશ થાય છે.