જીવનમાં લોકો જેવા કર્મો કરે છે, તેવું તેમને ફળ મળે છે. આવી વાતો સમાજના લોકો કરતા હોય છે. કર્મ વિશે શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં, પુરાણો અને વેદમાં પણ કર્મની વાતો કરવામાં આવી છે. મનુષ્યના જીવનમાં કર્મનું ખુબજ મહત્વ રહેલું હોય છે. તે આપણે માહિતી મેળવવાની છે. આ વાર્તામાં ગૌતમ બુદ્ધ વિશે વાત કરવામાં આવેલી છે. જે આ પ્રમાણે છે.
એક વખત ગૌતમ બુદ્ધ વૃક્ષની નીચે બેસીને શિષ્યોને અભ્યાસ કરાવતા હતા. તેમાંથી એક શિષ્યને મનમાં સવાલ ઉભો થયો અને તેણે ગૌતમ બુદ્ધને કહ્યું. ગુરુજી કૃપા કરીને મને કર્મ શું છે ? તેના વિશે વિગતવાર માહિતી આપીને સમજાવો. આવી શિષ્યએ ગૌતમ બુધને વિનંતી કરી. ત્યારે ગૌતમ બુદ્ધ જવાબ આપે છે કે તારે આના વિશે જો માહિતી મેળવવી હોય તો એક કહાની દ્વારા મળે છે. આ કહાની સંભાળીને તને કર્મ વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ જશે. હવે આ વાર્તા ગૌતમ બુદ્ધ શિષ્યને કહે છે.

બુલંદશહેરના રાજાને એક વખત તેના રાજ્યમાં ફરવાનો વિચાર આવ્યો. તે ઘોડા પર સવાર થઈને ભ્રમણ કરવા માટે નીકળી ગયા. ત્યારે તે એક દુકાનની સામે આવીને ઉભા રહ્યા અને તેને મનમાં એવો વિચાર આવ્યો કે આ દુકાનના વેપારીને કાલે ફાંસીની સજા કરવી છે અથવા મૃત્યુ દંડની સજા કરું. મંત્રીને થયું કે રાજા પાસે જઈને આનું કારણ પૂછી લવ ત્યાં રાજા આગળ જવા માટે જતા રહે છે. મંત્રી આનું કારણ જાણવા માટે બીજા દિવસે પોતાનો વેશ બદલીને આ દુકાનદાર પાસે જાય છે. દુકાનદાર ચંદનનું લાકડું વેચવાનું કામ કરતો હતો.
મંત્રીએ દુકાનદાર પાસે જઈને તેને પૂછ્યું કે તમારું કામ તો બરાબર ચાલી રહ્યું છે ? ત્યારે દુકાનદારે એવો જવાબ આપ્યો કે મારી હાલત અત્યારે બહુજ ખરાબ છે. લોકો દુકાને આવીને ચંદનની સુગંધ લઈને ભાવ પૂછીને ચાલ્યા જાય છે અને કોઈ પણ આની ખરીદી કરતા નથી. હું રાહ જોઉં છું કે આપણા રાજાનું મૃત્યુ ક્યારે થાય ત્યારે આ ચંદનનું લાકડું વેચાય અને મારો વેપાર પુષ્કળ ચાલવા માંડે. મંત્રીને બધીય વાત બરાબર સમજાય ગઈ. આ નકારાત્મક વિચારથી રાજાનો વિચાર પણ નકારાત્મક થયો છે.

આ મંત્રી ખુબજ બુદ્ધિશાળી હતો, તેને વિચાર આવ્યો કે હું તમારી પાસેથી થોડીક ચંદનનું લાકડું ખરીદવા ઈચ્છું છું. આ સંભાળીને દુકાનદાર ખુશ થયો કે ચાલો આજે તો થોડોક વેપાર થયો. તેને ચંદનના લાકડાને બરાબર કાગળમાં બાંધીને વ્યવસ્થિત રીતે પેકિંગ કરીને મંત્રીને આપ્યું. બીજા દિવસે મંત્રી આ પેકિંગ લઈને રાજાના દરબારમાં પહોચી ગયો. તેણે ભરી સભામાં રાજાને કહ્યું કે આ ચંદનનાં લાકડાની ભેટ તમને દુકાનદારે આપેલી છે. રાજા આ સંભાળીને ખુબજ ખુશ થયા અને મનો-મન વિચારવા લાગ્યા કે હું આ દુકાનદાર વિશે ખરાબ વિચાર તો હતો. પછી રાજાએ ચંદનની લાકડીઓ પોતાના હાથમાં લીધી ત્યારે આમાંથી ખુબજ સારી સુગંધ ફેવાવવા લાગી હતી. રાજા વધારે ખુશ થઇને મંત્રીના હાથમાં સોનાના સિક્કા આપ્યા તે વેપારીને દેવા માટે. ફરીથી મંત્રી આમ જનતાનું રૂપ લઈને બીજા દિવસે પાછો દુકાનદાર પાસે જાય છે. અને તેના હાથમાં આ સોનાનાં સિક્કા આપે છે ત્યારે દુકાનદાર બહુજ ખુશ થાય છે અને તે બોલવા માંડે છે કે હું કેટલું રાજા વિશે ખરાબ વિચારતો હતો. રાજા તો બહુત પ્રેમાળુ અને દયાવાન છે.
જયારે આ વાર્તા પૂરી થઇ ત્યારે ગૌતમ બુદ્ધ તેના શિષ્યોને પૂછવામાં આવ્યું કે તમે જ બતાવો કે કર્મ શું હોય છે ? શિષ્યોએ જવાબ આપીને કહ્યું કે “શબ્દો એ જ અમારા કર્મ છે.” આપણે જે કામ કરીએ છીએ તેજ આપણું કર્મ છે, જે આપણી ભાવનાઓ છે તે પણ એક કર્મ છે. ગૌતમ બુદ્ધ બધાય શિષ્યોના જવાબ સાંભાળીને પછી પાછા કહે છે કે તમારા વિચારો જ તમારા કર્મ હોય છે. જો તમે પોતાના વિચારો પર નિયંત્રણ કરી શકો છો, તો તમે મહાન બની શકો છો. જો તમે સારું વિચારો તો, તમારી સાથે સારું જ થાય છે. વ્યક્તિને તેના વિચારો જ તેને સારા કે ખરાબ બનાવે છે. આવી પ્રેરણાદાયક કહાનીઓ વાંચવાથી કે સાંભળવાથી વ્યક્તિને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે અને તેને સફળ બનાવવા માટે માર્ગ પણ બની શકે છે.