આજે આખું વિશ્વ સ્વામી વિવેકાનંદને ઓળખે છે. જો તેના જીવન વિશે માહિતી મેળવવામાં આવે તો તેમાંથી આપણને ઘણું બધું વર્તમાન જીવનને લગતું શીખવા મળે છે. આજે યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પ્રેરણાનો સ્ત્રોત છે. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો અવશ્ય પણે સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વિશે માહિતી મેળવવી જોઈએ. “લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું વિશ્વ તમારા ચરણોમાં પડે છે ” આવો જીવનમંત્ર સ્વામી વિવેકાનંદજીએ આપેલો છે. હવે આપણે તેના જીવનના અમુક પ્રેરક પ્રસંગની વાત કરીએ જે નીચે પ્રમાણે વિગતવાર સમજાવવામાં આવેલ છે.

તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો :
એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકાના પ્રવાસ માટે ગયા હતા. જયારે તે એક જગ્યાએથી પસાર થતા હતા. ત્યારે તેમણે એક પુલ ઉપર ઘણા બધા છોકરાઓનું ટોળુ હતું ત્યાં સ્વામી વિવેકાનંદ નજર પડી જે બંદુકના નિશાન વડે પાણી ઉપર જે ઈંડા હતા તેનું નિશાન લઈને શૂટ કરતા હતા. પણ કોઈ છોકરાઓનું નિશાન બરાબર ના હોવાથી ત્યાં સ્વામી વિવેકાનંદ જઈને તેની પાસેથી બંદુક લઇ લે છે અને તે પોતે નિશાન લે છે. તે સફળ થવાથી તે પાછા 12 વખત નિશાનને શૂટ કરીને દેખાડે છે. ત્યારે બધાય છોકરાઓ સ્તબ્ધ થઇ જાય છે. પછી તે છોકરાઓ પૂછે છે કે તમે આ કેવી રીતે કર્યું છે ?
સ્વામી વિવેકાનંદ ત્યારે ખુબજ સરસ જવાબ આ છોકરાઓને આપે છે. તમે જે પણ કરી રહ્યા હોવ છો, તેમાં તમારું ધ્યાન બરાબર લગાડો. જો તમે નિશાન લગાવતા હોવ તો તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્ય પર હોવું જોઈએ. જેથી તમે ક્યારેય પણ તમારું નિશાન ચૂકશો નહી. ટુકમાં કહેવું હોય તો તમે જે કરો, તેમાં તમારું ધ્યાન હોવું જોઈએ.

ભયનો સામનો કરવો :
એક વખત સ્વામી વિવેકાનંદ દુર્ગાજીના દર્શન કરવા માટે બનારસ જાય છે. ત્યાં ઘણા બધા વાંદરાના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. જે સ્વામી વિવેકાનંદની પાસે આવીને તેને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે તે ભયભીત થયા અને તેનાથી બચવા માટે દોડવા લાગ્યા હતા. પણ વાંદરાઓ તેનો પીછો છોડતા ના હતા. નજીક ઉભેલા એક વૃદ્ધ માણસ આ બધું જોઈ રહ્યા હતા. તેણે સ્વામીજી ઊભા રહેવાનું કહ્યું અને તે વૃદ્ધ બોલ્યા તેનો સામનો કરો જરાય ડર્યા વગર.
સ્વામી વિવેકાનંદ તરત જ ઉભા રહીને તે વાંદરાઓની તરફ આગળ વધ્યા અને આવું કરવાથી બધાય વાંદરાઓ ભાગી ગયા હતા. આ ઘટનાથી સ્વામી વિવેકાનંદજીને એક ગંભીર સીખ મળી હતી અને તેણે જેટલા પણ સંબોધન કરતા હતા. તેમાં આ ઘટના વિશે ચોક્કસ વાત કરતા હતા. ‘જો તમને કોઈ પણ ચીજથી ભયભીત હોવ તો ભાગવાની જરૂર નથી, પણ પાછા ફરીને તેનો સામનો કરવાનો છે. ’
સાચું બોલવાની હિંમત રાખવી :
સ્વામી વિવેકાનંદ પ્રારંભથી એક તેજસ્વી વિધાર્થી હતા અને તેમના વ્યક્તિત્વ અને વાણીથી પ્રભાવિત હતા. જયારે પણ તે મિત્રોને કંઈકને કંઇક કહે છે, ત્યારે બધા મિત્રો આ સાંભળીએ મંત્રમુગ્ધ થઇ જાય છે. જયારે શાળામાં રિસેસનો સમય હતો ત્યારે એક વર્ગખંડમાં તે કેટલાક વિધાર્થીઓને વાર્તા કહી રહ્યા હતા. તેના આ શબ્દો સંભાળીને બધાને ખુશી થતી હતી. ત્યારે અચાનક વર્ગખંડમાં શિક્ષક આવી જાય છે અને ભણવાનું ચાલુ કરાવી દે છે.

ત્યારે વર્ગખંડમાંથી વાતુંનો અવાજ શિક્ષકને સંભળાય છે અને ત્યારે વિધાર્થીઓને પૂછવામાં આવે છે કે વાતું કોણ કરે છે ? ત્યારે બધાય વિધાર્થીઓ સ્વામીજી તરફ આગળી સિંધે છે. શિક્ષકને ગુસ્સો આવી જાય છે અને તેને બોલાવીને જે ભણાવતા હતા તેમાંથી પ્રશ્નો પૂછે છે. જે વિધાર્થી સ્વામીજી સાથે વાત કરતા હતા તેને જવાબ ના આવડ્યા પછી તેજ પ્રશ્નો સ્વામીજી ને પુછવામાં આવે છે. ત્યારે સ્વામીજી આ પ્રશ્નોના જવાબો સારી રીતે આપે છે.
શિક્ષકને ખબર પડી ગઈ કે સ્વામીજી વાત નહી કરતા હોય, એટલે જે વિધાર્થીને જવાબો નથી આવડ્યા તેને બેંચ પર ઊભું રહેવાની શિક્ષા કરવામાં આવી હતી. ત્યારે સ્વામીજી પણ તેની સાથે ઉભા રહે છે. ત્યારે શિક્ષક સ્વામીજીને બેસવાનું કહે છે. સ્વામીજી ત્યારે બોલે છે કે નહી સર મારે પણ ઉભું રહેવું જોઈએ કારણ કે હું આ વિધાર્થીઓને વાતું કરાવતો હતો એટલે સ્વામીજીએ ઉભું રહેવાનો આગ્રહ શિક્ષકને કર્યો હતો.
આમ, આવા કેટલાય જીવનને ઉપયોગી થાય તેવા પ્રસંગો આપણને સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વિશે માહિતી મેળવવાથી જાણવા મળે છે. જે લોકોને તેમાંથી પ્રેરાણા મળતી હોય છે અને જીવનને લાગતું શીખવા મળતું હોય છે.